સ્તન નીચે થતા રેશીસ અને ફોલ્લીઓથી કંટાળી ગયા છો? તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો…

સ્તન નીચેના રેશીસ-ફોલ્લીઓ દૂર કરવા આ ઘરગથ્થુ ઉપાયો અજમાવો.

ઘણી બધી સ્ત્રીઓને સ્તન નીચે રેશીસ-ફોલ્લીઓની સમસ્યા રહેતી હોય છે. આ સમસ્યા ખાસ કરીને ઉનાળાના કારણે પરસેવો થવાથી તેમજ વિવિધ ઋતુઓના કારણે થતી એલર્જીથી થતી હોય છે. જેને તમે કોઈ પણ રીતે થતાં અટકાવી નથી શકતાં પણ તેને દૂર તો ચોક્કસ કરી શકો છો. અને ખાસ કરીને જ્યારે જાહેરમાં આ રેશિસના કારણે તમને ખજવાળ આવતી હોય ત્યારે તમે શરમમાં મુકાઈ જાઓ છો અથવા તો અનકમ્ફર્ટેબલ અનુભવો છો.
જાણો શા માટે સ્તનની નીચેના ભાગમાં થાય છે રેશીસ-ફોલ્લીઓ.

સ્તનની નીચે રેશીસ થવાના કે પછી લાલ ચકામાં પડવાના અનેક કારણો હોઈ શકે છે જેમાંથી મુખ્યની ચર્ચા અહીં કરવામાં આવી છે તો ચાલો જાણીએ તેના કારણો વિષે.

એલર્જી

image source

ઘણા લોકોને ઘણા પ્રકારની એલર્જી હોય છે ઘણા લોકોને જ્યાં જ્યાં પરસેવો થતો હોય ત્યાં ત્યાં ફોલ્લી થવાની કે પછી ત્વચાનો રંગ બદલાવાની સમસ્યા રહેતી હોય છે. સ્તનની નીચેના ભાગમાં પણ તે જ સમસ્યા થઈ શકે છે અને તેના કારણે ત્યાં ખજવાળ પણ બહુ આવે છે. તો વળી તેમને કોઈક ખોરાક, કોઈ દવા કે પછી કોઈ મચ્છર કે જંતુના કરડવાથી પણ એલર્જી થઈ શકે છે.

કેન્સર

image source

બીજું એક કારણ બ્રેસ્ટ કેન્સર હોઈ શકે છે. સ્તન નીચેના લાલ ચકામા કે પછી લાલ રેશીસ-ફોલ્લીઓ બ્રેસ્ટ કેન્સરની નીશાની પણ હોઈ શકે છે. જેની શક્યતા ભાગ્યે જ હોઈ શકે છે. જેના લક્ષણો તરીકે ત્વચા ગુલાબી કે લાલ થઈ જાય, અથવા તો નારંગીના છોતરા જેવી ત્વચા થઈ જાય અથવા તો ખીલ જેવી ફોલ્લી અથવા તો રેશીસ થાય. એક લક્ષણ અંદરની તરફ નીપલ જતી રહેવી પણ છે.

જો તમને આવા કોઈ લક્ષણો જણાતા હોય તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને નીદાન પર પહોંચવું જોઈએ.

ઓટોઇમ્યુન ડીસોર્ડર

image source

હેલી-હેલી, એક્ઝિમા, ઇનવર્સ સોરાઇસીસ, હાઇપર હાઇડ્રોસીસ જેવા રોગથી હંમેશા રેશીસ થાય છે. જે તમારા શરીરના કોઈ પણ ભાગ પર થઈ શકે છે જેમાં બ્રેસ્ટ નીચેના ફોલ્ડનો પણ સમાવેશ થાય છે.એક્ઝિમામાં તમને જીણી જીણી પાણીથી ભરેલી ફોલ્લીઓ થાય છે. જે ધીમે ધીમે ફુલે છે અને પછી તેની પોપડી વળી જાય છે. જ્યારે ઇનવર્સ સોરાઇસીસમાં તમને લાલ ચકામાં પડે છે.

ચેપ એટલે કે ઇન્ફેક્શન

image source

આપણા શરીરમાં જ્યાં ક્યાંય પણ ચામડી ભેગી થાય છે જેમ કે બગલ, ગોઠણનો પાછળનો ભાગ ત્યાં ત્યાં ઇન્ફેક્શન થઈ શકે છે તેવી જ રીતે સ્તનની નીચેના ભાગમાં પણ ફોલ્ડ પડે છે અને ત્યાં પણ પરસેવો જમા થાય છે માટે ત્યાં પણ ઇન્ફેક્શન થઈ શકે છે. અને આવી જગ્યાએ બેક્ટેરિયા, ફુગ, યિસ્ટ ઇન્ફેક્શન વિગેરે થવાની શક્યતાઓ રહેલી છે. અને તેના પરિણામે પણ આ જગ્યાએ રેશીસ થઈ શકે છે.

બ્રેસ્ટની નીચેના આ રેશીસને દૂર કરવાના વિવિધ ઉપાયો

કોપરેલ તેલ

image source

કોપરેલમાં અઢળક ગુણો ભરેલા છે જે વિવિધ રીતે તમારી ત્વચાને પ્રોટેક્ટ કરે છે. તેમાં રહેલા એન્ટી-ઇન્ફ્લેમેટરી તેમજ એનાલ્જેસિક ગુણો તમને સ્તન નીચેના રેશીસ દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી વિવિધ ઇન્ફેક્શન પણ દૂર કરી શકાય છે.

તેના માટે તમારે એકથી બે મોટા ચમચા શુદ્ધ કોપરેલ તેલ લેવું. કોઈપણ જાતની પ્રોસેસ કર્યા વગરનું. તેને તમારી હથેળી પર લેવું અને રેશિસ વાળા ભાગ પર લગાવવું. અને તેમ જ જ્યાં સુધી સુકાઈ ન જાય ત્યાં સુધી લગાવી રાખવું. આ ઉપાય તમે દીવસમાં એકથી બે વાર અજમાવી શકો છો.

ખાવાનો સોડા

image source

ખાવાનો સોડા તમારી ત્વચાનું પીએચ સ્તર વધારે છે જેનાથી તમને સ્તન નીચે આવ્યા કરતી ખજવાળમાં રાહત થાય છે તેનાથી ત્વચાના ભીંગડાં પણ દૂર થાય છે.

તેના માટે તમારે 1 ટી સ્પુન બેકીંગ સોડા અને 4-5 ટીપાં પાણી લેવા. તેને બરાબર મિક્સ કરી દેવું. હવે પેસ્ટ જેવું તૈયાર થઈ જાય એટલે તેને અસરગ્રસ્ત સ્કીન પર લગાવી લેવું અને તેને તેમ જ 20-25 મિનિટ છોડી દેવું. ત્યાર બાદ નોર્મલ પાણી વડે ધોઈ લેવું. આ ઉપાય તમે દીવસમાં એકવાર કરી શકો છો.

સફરજનનો સરકો (એપલ સીડર વિનેગર)

image source

સફજનના સરકોમાં એન્ટીમાઇક્રોબાયલ પ્રોપર્ટીઝ રહેલી હોય છે જે અસરકારક રીતે માઇક્રોબ્સ સામે રક્ષણ આપે છે. જો કે આ ઉપાય તમારે ત્યારે અપનાવવાનો છે જ્યારે તમને લાગતું હોય કે તમને યિસ્ટ ઇન્ફેક્શન થયું છે.

તેના માટે તમારે એકથી બે મોટા ચમચા ઓર્ગેનિક એપલ સિડર વિનેગરઅને અરધો કપ પાણી લેવાનું છે હવે બન્નેને મિક્સ કરી દેવાં. હવે તેમાં રૂનો એક નાનો ટુકડો પલાળી લો અને તેને ઇન્ફેક્શન વાળા ભાગ પર લગાવો. હવે તેને જાતે જ સુકાવા દો ત્યાર બાદ તેને પાણીથી ધોઈ લો. આ પ્રયોગ તમે દીવસમાં 3-4 વાર કરી શકો છો.

લસણ

image source

લસણ તમારી ત્વચાને ઘણી રીતે લાભપ્રદ છે. તેનામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોની સાથે સાથે એન્ટીમાઇક્રોબાયલ ગુણો પણ છે જે સ્તન નીચેની ત્વચાને થયેલા ચેપ કે ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે.

તેના માટે તમારે 1-2 કળી લસણની લેવાની છે જેને તમારે ક્રશ કરી લેવી, હવે તેમાં એક મોટી ચમચી ઓલિવ ઓઇલ ઉમેરવું અને તેને હુંફાળુ ગરમ કરી લેવું. હવે આ તેલને અસરગ્રસ્ત ચામડી પર ગાવવું અને તેમ જ આખી રાત માટે છોડી દેવું. આ પ્રયોગ તમે રોજ કરી શકો છો.

ટી ટ્રી ઓઈલ

image source

ટી ટ્રી ઓઇલમાં એન્ટીમાઇક્રોબાયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો સમાયેલા હોય છે. માટે ટી ટ્રી ઓઈલથી પણ સ્તન નીચેના લાલ ચકામા તેમજ રેશીસ દૂર કરી શકાય છે. આમ કરવાથી ખજવાળ બંધ થશે અને સાથે સાથે જો સોજો હશે તો તે પણ ઉતરી જશે.

તેના માટે તમારે 2-4 ટીપાં ટી ટ્રીના તેલને નાની વાટકીમાં લેવું તેમાં 3-4 નાની ચમચી કોપરેલ તેલ અથવા તો ઓલિવ ઓઇલ ઉમેરવું તેને મિક્સ કરવું. હવે તેને અસરગ્રસ્ત ત્વચા પર લગાવી લેવું. હવે તે ડ્રાય થાય ત્યાં સુધી રહેવા દેવું અથવા રાત્રે સુતી વખતે લગાવવું અને સવાર સુધી તેમ જ રાખી મુકવું. આ ઉપાય તમે રોજિંદા ધોરણે અપનાવી શકો છો.

લીમડાના પાન

image source

લીમડામાં મનુષ્ય જાતિને સ્વસ્થ રાખવાના ભરપૂર ગુણો ભરેલા છે. તેનાથી બળતરા ઓછી થાય છે અને તેનાથી ઇન્ફેક્શન પણ દૂર થાય છે અને સ્તન નીચેના રેશીસ-ફોલ્લીઓ દૂર થાય છે.

તેના માટે તમારે એક મુઠ્ઠી લીમડાના પાન લઈ તેને સૌ પ્રથમ તો પાણીથી સ્વચ્છ કરી લેવા અને ત્યાર બાદ વાટી લેવા. તેની પેસ્ટ તૈયાર કરી લેવી અને જરૂર પડે તો તેમાં પાણી ઉમેરવું. હવે આ પેસ્ટને અસગ્રસ્ત ચામડી પર વ્યવસ્થિત લગાવી લેવી અને તેને તેમ જ 20થી 25 મિનિટ લગાવી રાખવું. ત્યાર બાદ પાણી વડે ધોઈ લેવું. આ પ્રયોગ તમે રોજ એકવાર કરી શકો છો.

ઠંડો શેક

Related image
image source

જેમ ગરમ શેક તમને પિડામાં મદદ કરે છે તેમ ઠંડો શેક પણ તમને શરીરની ઘણી બધી તકલીફોમાં મદદ કરે છે. તેના માટે તમારે ઠંડા શેકની થેલી આવે છે તે લેવી તેને અસરગ્રસ્ત ત્વચા પર વારંવાર મુક્યા કરવી. તેનાથી ખજવાળ થતી બંધ થઈ જશે. આ પ્રોસેસ તમે દીવસાં બેથી ત્રણ વાર કરી શકો છો.

હળદર

image source

હળદરમાં બહોળા પ્રમાણાં કર્ક્યુમીન હોય છે. આ તત્ત્વમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી તત્ત્વો સમાયેલા હોયછે જે ખુબ જ ઓછા સમયમાં સ્તન નીચેના રેશીસ દૂર કરી શકે છે.

તેના માટે તમારે એકથી ડોઢ નાની ચમચી હળદરનો પાઉડર લેવો તેમાં થોડા ટીપાં પાણી નાખી તેની પેસ્ટ તૈયાર કરી લેવી હવે તે મિશ્રણને અસરગ્રસ્ત ચામડી પર લગાવવું. હવે તેને તેમ જ 20-25 મિનિટ સુધી સુકાવા દેવું. ત્યાર બાદ તેને પાણીથી ધોઈ લેવું. આ પ્રયોગ તમે દીવસમાં એકવાર અથવા તો બે દિવસે એકવાર કરી શકો છો.

એલોવેરા જેલ

 

Image result for remedies of rashes breast
image source

એલોવેરા જેલ આપણા શરીરને આંતરિક તેમજ બાહ્ય રીતે ઘણા બધા ફાયદાઓ કરે છે. તેમાં રહેલા એન્ટી-ઇફ્લેમેટરી તત્ત્વો ત્વચા પર આવતી ખજવાળમાં રાહત આપે છે અને રેશીશથી થતી બળતરામાં ઘટાડો કરે છે.

તેના માટે તમારે તાજી એલોવેરા જેલ લેવી અને તેને અસરગ્રસ્ત ત્વચા પર લગાવી લેવી. હવે તેને તેમ જ 20થી 25 મિનિટ છોડી દેવું અને ત્યાર બાદ સાદા પાણીએ ધોઈ લેવું. આ પ્રયોગ તમે દીવસમાં 2-4વાર કરી શકો છો.

સ્તન નીચે રેશીસ, ફોલ્લીઓ, લાલ ચકામા વિગેરે ન થાય તે માટે આ બાબતોનું ધ્યાન રાખો

  • તમને શરીરમાં જ્યાં ક્યાંય ફોલ્લીઓ કે રેશીસ વિગેરેની સમસ્યા હોય તે ભાગને તમારે એન્ટિબેક્ટેરિયલ સોપ કે લીક્વીડથી ધોવો જોઈએ તેને ડ્રાય રાખવો જોઈએ.
  • જો તમને ફોલ્લીઓ થઈ હોય તો ત્યાં વારંવાર ખજવાળ-ખજવાળ ન કરો તેમ કરવાથી સમસ્યા વધશે.
  • જો તમે મોઇશ્ચરાઇઝર વાપરતા હોવ તો સુગંધરહીત મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.
  • જો પરસેવો થતો હોય તો પરસેવાવાળા વસ્ત્રો તરત જ બદલી લેવા.
  • જો જરૂર ન હોય તો ખુલતા અને મુલાયમ વસ્ત્રો જ પહેરવાનો આગ્રહ રાખો અને બને તો મુલાયમ કોટનનું વસ્ત્ર જ પહેરવું.
  • વધારાનો પરસેવો શોષવા માટે બ્રા લાઇનરનો ઉપયોગ કરો. અને જ્યાં સુધી ફોલ્લીઓ દૂર ન થાય ત્યાં સુધી જરૂર ન હોચ તો બ્રા પહેરવાનું ટાળવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

 

– તમારો જેંતીલાલ