હવે ઘરે જ બનાવો પીઝા સોસ અને ખાવ ટેસ્ટી ટેસ્ટી પીઝા…

“પીઝા સોસ”

સામગ્રી :

1) ૧ ચમચી બટર
2) ૧ કપ ટામેટા નો સોસ
3) ૧ ચમચી રેડ ચીલી સોસ
4) ૧ નાની ચમચી કોર્ન ફ્લોર
5) ૨-૩ ચમચી પાણી
6) ૧/૪ ચમચી ઓરેગાનો
7) ૧/૪ ચમચી ચીલી ફ્લેક્ષ
8) ૧/૪ ચમચી લાલ મરચું
9) ૧/૪ ચમચી મરી પાવડર
10) ૧ ચમચી ખાંડ
11) થોડી કોથમીર
12) મીઠું સ્વાદ પ્રમાણે

બનાવવાની સરળ રીત:

1) ૧ નોન સ્ટીક ના વાસણ માં બટર ગરમ કરવા મુકો

2) બટર થોડું ઓગળે એટલે એમાં વાટેલા મરચા ઉમેરો

3) ૧ મિનીટ સાતળી લો
4) હવે ટામેટા નો સોસ અને ચીલી સોસ ઉમેરો

5) તેમાં ચપટી મીઠું અને કોર્ન ફ્લોર ની પેસ્ટ ઉમેરો અને બધું મિક્ષ કરી લો

6) ખાંડ નાખો


7) કોથમીર નાખીને મિક્ષ કરી સોસને ઠંડો થવા દો, સોસને બનતા ૫-૭ મિનીટ લાગશે

8) ઠંડો થયા પછી આ રીતે થોડો જાડો થઈ જશે

9) પીઝા સોસ ઉપયોગ કરવા માટે તૈયાર છે

સૌજન્ય : શ્રીજી ફૂડ

આવી અનેક વાનગીના વિડીઓ જોવા માટે ક્લિક કરો અમારી લીંક. – શ્રીજી ફૂડ

 

ટીપ્પણી