નકામી બરણીનો ઉપયોગ કરી બનાવો યુનિક અને ક્રિએટિવ રીતે કરો મેસર જાર ને કરો તમારા ઘરને ડેકોરેટ ……

આ યુનિક અને ક્રિએટિવ રીતે કરો Mason Jar Decoration

દરેક લોકોના ઘરમાં ઘણો બધો સામાન એવો હોય છે જેનો ક્યારે પણ યુઝ નથી થતો અને બેકાર સમજીને લોકો તેને ઘરના એક ખુણામાં મુકી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, ઘરમાં પડેલી જૂની વસ્તુઓ એટલે કે કાચના જાર, કંટેનર, બોટલ તેમજ બીજી અનેક ઘણી વસ્તુઓનો તમે બીજી વખત યુઝ કરી શકો છો. જો તમે ઘરમાં પડેલા કાચના જારને ક્રિએટિવ રીતથી ડેકોર કરો છો તો તે દેખાવમાં એકદમ મસ્ત લાગે છે અને તમે તેનો ફરીથી ઉપયોગ પણ કરી શકો છો. તો આજે અમે તમને મેસર જારથી ઘર સજાવવા માટેના કેટલાક આઇડિયા બતાવીશું જેને જોઇને દરેક લોકો તમારા વખાણ કરશે. તો જાણી લો પણ મેસર જારથી ઘર સજાવવા માટેના કેટલાક ડિફરન્ટ અને યુનિક આઇડિયા વિશે…
તમે Mason Jar Lampનો ઉપયોગ ઘરના સ્ટાઇલિશ લેમ્પ બનાવવા માટે પણ કરી શકો છો. થોડા ક્રિએટિવ આઇડિયાથી તમે આ લેમ્પનુ જો એકદમ મસ્ત ડેકોરેશન કરો છો તો તે દેખાવમાં મસ્ત લાગે છે. જો તમે આ રીતે ઘરે જ યુનિક આઇડિયાથી ઘરને સજાવવાનો આગ્રહ રાખો છો તો તમારે બહારના ખર્ચા અડધા થઇ જાય છે અને તમારું બજેટ પણ સચવાઇ જાય છે.
સૌ પ્રથમ એક કાચનો જાર લો. પછી તેમાં કોઇ પણ કલર કરીને ફ્લાવર વાસની જેમ તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ સાથે જ તમે તેની પર કોઇ મસ્ત ડિઝાઇન કરીને એક સુંદર મેસેજ લખીને પણ તેને સજાવી શકો છો. આ ફ્લાવર વાસ જો તમે ધ્યાન આપીને એકદમ પરફેક્ટ રીતે બનાવો છો તો તે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે અને તમારા રૂમનો લુક પણ એકદમ ચેન્જ થઇ જાય છે.
લેમ્પ સિવાય તમે એક સ્ટાઇલિશ હેંગિગ જાર લાઇટ્સ પણ બનાવી શકો છો. આ હેંગિગ જારનો તમે પાર્ટી તેમજ મેરેજ ડેકોરેશન માટે પણ ઉપયોગ કરી શકો છો. આ હેંગિગ જારમાં જો તમે કેન્ડલ મુકીને ડેકોરેશન કરો છો તો તેનો લુક આખો ચેન્જ થઇ જાય છે. આ સાથે હેંગિગ જારનો ઉપયોગ તમે ઘરની ડિમ લાઇટ તરીકે પણ કરી શકો છો.
મેસન જારને તમે સૌ પ્રથમ એકદમ ક્લિન કરીને તેમાં પાણી ભરી લો. ત્યારબાદ તેમાં ફ્લોટિંગ કેન્ડલ્સ મુકીને ટેબલના સેન્ટરમાં મુકો. જો તમે ઇચ્છો છો તો તેને ઉપરથી પણ ડેકોરેટ કરીને વધારે સ્ટાઇલિશ બનાવી શકો છો. આ જારમાં કેન્ડલ્સ ના મુકવી હોય તો બીજી કોઇ પણ વસ્તુ તેમાં મુકીને તેને તમે સજાવી શકો છો.
આજકાલ ફોટોગ્રાફીનો શોખ દરેક લોકોને હોય છે. જો કે ઘણાના રૂમમાં તમે જોયુ હશે તો તમને ખ્યાલ હશે કે, રૂમની ચારેબાજુ તમને ફોટોઝ સિવાય બીજુ કંઇ પણ જોવા મળશે નહિં. જ્યાં નજર જાય ત્યાં તેમના ફોટોઝ જ હોય એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. આમ, જો તમે તમારી જૂની યાદોને કંઇક ડિફરન્ટ રીતે ડિસપ્લે કરવા ઇચ્છો છો તો મેસર જારનો ઉપયોગ કરી શકો છો. આ જારની અંદર કે બહાર તમે ફોટોઝ લગાવીને તેને યુનિક રીતે ડિસપ્લે કરીને એક નવો ટચ આપી શકો છો.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી