હોમ મેડ મસાલા પાઉડર – રસોઈમાં ઉપયોગી એવા એક નહિ પણ આઠ પ્રકારના મસાલા પાઉડર બનાવો હવે ઘરે …એ પણ માર્કેટમાં મળતા પેકેટ જેવા જ ટેસ્ટના….

હોમ મેડ મસાલા પાઉડર 

એપ્રિલ અને મેં મહિનામાં આપડે સુકવણી કરીએ છીએ તો આજે હું એક વર્ષ સુધી ચાલે તેવી રેસિપી લાવી છું જેમાં આપડે રોજિંદા વપરાતા પાવડરની રેસિપી શીખવા મળશે જે easily બની જશે તમને આ રેસિપી ઘણી કામમાં આવશે…

આપડે લોકો બજાર માંથી તૈયાર મસાલા લવિયે છીએ તો એ જ મસાલા તમે ઘરે પણ બનાવી શકો છો જે બોવ જ useful છે તો ચાલો આજે હું તમને બહાર મળે એવા મસાલા બનાવતા સિખવડીસ જે તમે સ્ટોર પણ કરી શકશો..જેથી તમારે ક્યારેય ઇન્સ્ટન્ટ ફૂડ બનવું હોય તો ઘરે easily bnavi શકો…

તો ફટાફટ નોંધી લો આ રેસિપી..??

આમચૂર પાવડર

સામગ્રી

  • 500 ગ્રામ કાચી કેરી

રીત કેરીને પાણીથી સારી રીતે સાફ કરી લો. કેરીને લૂંછીને કેરીની છાલ કાઢી તેનાં લાંબી ચીરી કરી લો.

તેને 4 દિવસ સુધી તડકામાં સુકવી લો. આ ચીરીને મિક્ષરમાં પાવડર બનાવીને ચાળી લો.

આ પાવડરને ડબ્બામાં ભરીને મુકી દો.

આમચૂર પાવડરમાં તમે ઈન્સ્ટન્ટ ચટણી કે ચાટ, પરાઠા ખુબ જ ઉપયોગી છે.

લીબુંનો પાવડર

સામગ્રી

  • 250 ગ્રામ લીલાં લીબું

રીતલીંબુને પાણીથી સારી રીતે સાફ કરી લો પછી તેને લુંછી ને તેની ઉપરનું ગોળાકાર કાપી લો.

લીંબુની પતલી ચીરી તેના બીજ કાઢી લો અને તડકામાં 4 દિવસ સુધી સુકવી રાખવા.

લીંબુનો પાવડર બનાવાતી વખતે તેમાં 2 ચમચી કૉનફાલારનો પાવડર ઉમેરીને પીસવું જેનાથી તે ચોટસે નહીં પાવડર છુટો રહે છે.

આ પાવડરને ચાળી ને ડબ્બામાં ભરી લો. ?????

ફુદીનાનો પાવડર

સામગ્રી

  • 1 ઝૂડી ફુદીનો

રીતફુદીના પાન ડાળીથી અલગ કરીને તેને પાણીથી સાફ કરી પાણીને કોરુ કરી ને 2 થી 3 દિવસ માટે સૂકવી દો.

ફુદીનાનાં પાનને હાથેથી મસળી લો. આ પાવડરને ડબ્બામાં ભરી લો.

વર્ષ સુધી ચાલે છે. આ પાવડરને ચાટ, પાણી પૂરી શાક , સેવ, પૂરી માટે ઉપયોગ કરવામાં આવે છે.

કોથમીરનો પાવડર

સામગ્રી

  • 1 ઝૂડી કોથમીર

રીત

કોથમીરને નીચેની વધારાની ડાળી કાપી લો.

કોથમીરને પાણીથી સારી રીતે સાફ કરી લો.પાણી કોરુ કરીને 2થી3 દિવસ સુધી સુકવા દો.

આ કોથમીરને હાથેથી મસળી લો અને કોથમીરના પાવડરને ડબ્બામાં ભરી લો.

લીલા મરચાંનો પાવડર

સામગ્રી

  • 100 ગ્રામ લીલા મરચાં

રીત

લીલાં મરચાંને સારી રીતે સાફ કરી લો અને લુંછી કોરા કરીને મરચાંને વચ્ચે થી બે ચીરા કરી લો અને મરચાંનાં બીજને ફેકવાના નથી પણ રાખવાના છે.

મરચાંની સાથે બીજને પણ તડકામાં 2 થી 3 દિવસ સુધી સુકવા દો. પછી તેનો પાવડર બનાવી લો. આ પાવડરને ડબ્બામાં ભરી લો. ??

આદુંનો પાવડર (સૂંઠ પાવડર)

સામગ્રી

  • 250 ગ્રામ આદું

રીત આદુંને પાણીથી સારી રીતે સાફ કરી લો.

પછી તેને લુંછીને તેની છાલ કાઢી લો.

આદુંને છીણી લો. તેને થાળીમાં કે કપડાં ઉપર પાથરીને સુકવા મૂકી દો.

2 થી 3 દિવસમાં થઈ જશે અને આનો પાવડર બનાવી લો તેને ચાળી લો.

આ પાવડરને ડબ્બામાં ભરી લો. પાવડરને વષૅ સુધી વાપરો.

ડુંગળીનો પાવડર

સામગ્રી

  • 250 ગ્રામ ડુંગળી

રીત ડુંગળીની છાલ કાઢી લો પછી પાણીથી સાફ કરી તેનાં નાનાં નાનાં ટુકડા કરીને થાળી કે કપડાં ઉપર પાથરી દો.

2 કે 3 દિવસમાંમાં સુકાઈ જાય એટલે તેનો પાવડર બનાવી લો. ડબ્બામાં ભરી લો.

લસણનો પાવડર

સામગ્રી

  • 3 નંગ લસણ

રીત લસણને ફોલીને તેને કશ કરીને 2 થી 3 દિવસ સુધી સુકાવીને પાવડર બનાવી લો.

આ પાવડરને ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો..

આ બધા પાવડર આખા વષૅ સુધી વાપરો શાક, પરાઠા, ચાટમાં ઉપયોગી થશે…

રસોઈની રાણી : મયુરી ઉનડકટ, જુનાગઢ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

ટીપ્પણી