ચાવીને સાચવી રાખવા માટે ઘરે જ તમને પસંદ આવે એવું કીચૈન બનાવો…લાગશે બધાથી ડિફરન્ટ…

દરેક વસ્તુઓને સુરક્ષિત રાખવા માટે તેની પર તાળુ(લોક) મારવું ખૂબ જ જરૂરી છે. આમ, તાળુ મારવું જેટલુ જરૂરી છે તેના કરતા પણ વધારે તાળાની ચાવીને સાચવવી જરૂરી છે. જો તમે તાળુ તો મારી દીધુ પણ તેની ચાવી ખોવાઇ ગઇ તો તમને તેનાથી અનેક ઘણું નુકશાન થાય છે. જો છેલ્લે તમને ચાવી નથી મળતી તો તમારે તાળુ તોડવાની પરિસ્થિતિ આવી જાય છે.

કાર, ટૂ વ્હીલર, મકાન, કારખાના જેવી અનેક ઘણી વસ્તુઓમાં તમારે લોક કરવાની ફરજ પડે છે. મોટાભાગના લોકોને અલગ-અલગ પ્રકારની 5-6 ચાવી સાચવવી પડતી હોય છે. જો કે ઘણા લોકો અલગ-અલગ કિચનમાં અલગ-અલગ ચાવી લગાવવાના શોખીન હોય છે, જ્યારે કેટલાક લોકો થીમને અનુરૂપ પણ ચાવીને કી-ચેઇન લગાવતા હોય છે. આમ, જો તમે બહારથી કી-ચેઇન લાવવા ના ઇચ્છતા હોવ અને તમે ઘરે જ એક મસ્ત કી-ચેઇન બનાવવા ઇચ્છો છો તો આજે અમે તમને શિખવાડીશું કે, ઘરે કી-ચેઇન બનાવતી વખતે કઇ-કઇ સામગ્રીઓની જરૂર પડશે. તમને જણાવી દઇએ કે, આ કી-ચેઇન એક ડિફરન્ટ જ બને છે.

આ રીતે ક્લેમાંથી બનાવો કિચન

જરૂરી સામગ્રી

– ક્લે
– રિંગ(ચાવીમાં નાખવા માટે)
– મોલ્ડ
– સ્કેચપેન
– કાતર

આ રીતે બનાવો કી-ચેઇન – સૌ પ્રથમ ક્લેને વેલણની સાથે ફ્લેટ કરી લો.
– હવે તેને મોલ્ડની સાથે કટ કરી લો. કટ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન એ રાખો કે, ભીની ક્લે પર જ ચેઇન લગાવવા માટે છેદ બરાબર કરી લેવો.
– આ પ્રોસેસ કર્યા બાદ તેને સુકવી લો.

– આમ, જ્યારે એ સુકાઇ જાય ત્યારે તેની પર તમને ગમતુ પેઇન્ટ કરો અને ચેઇન લગાવી દો.
આ કી-ચેઇન બનાવતી વખતે શું રાખશો ખાસ ધ્યાન

– તમે જ્યારે પણ ઘરે કી-ચેઇન બનાવો છો તો ખાસ ધ્યાન એ રાખો કે, તમારું પૂરેપુરું ધ્યાન એમાં જ હોય, નહિં તો જો કી-ચેઇનનો શેપ અથવા કટિંગ બરાબર નહિં થાય તો તે દેખાવમાં સારુ નહિં લાગે.

– કિચન બનાવતી વખતે ક્લે બરાબર સુકાઇ છે કે નહિં તે વાતનું ખાસ ધ્યાન રાખો. જો તમે એમાં ઉતાવળ કરશો તો કી-ચેઇન દેખાવમાં સારું નહિં બને.

– કી-ચેઇન બનાવતી વખતે તમે જે કાતરનો ઉપયોગ કરો છો તેમાં ધાર હોવી ખૂબ જ જરૂરી છે. જો કાતર ધાર વગરની હશે તો કટિંગ બરાબર નહિં થાય અને પછી તે કોઇકામમાં આવશે નહિં.

– જો તમને પેઇન્ટિંગ કરતા બરાબર ના ફાવતુ હોય તો તમે બીજા કોઇની મદદ લેશો તો તે વધારે સારુ રહેશે કારણકે જો તમારાથી પેઇન્ટ સારુ નહિં થાય તો આખા કી-ચેઇનનો લુક જ બગડી જશે અને પછી તે તમને ચાવીમાં લગાવવું પણ નહિં ગમે.

– કી-ચેઇન બનાવતી વખતે તમને ગમે એવી ડિઝાઇન તમે કરી શકો છો. જો તમે ઇચ્છો તો કી-ચેઇન પર ડાયમંડ લગાવીને તેને એક ડિફરન્ટ લુક પણ આપી શકો છો.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી