કેમિકલ્સ વાળા હેર કલરથી નહિં, આ નેચરલ રીતે વાળમાં કરો Dye…

આજકાલ અનેક લોકો સફેદ વાળની સમસ્યાથી હેરાન-પરેશાન થઇ જતા હોય છે. પહેલાના સમયની જો વાત કરીએ તો આ સમસ્યા બહુ ઓછા લોકોમાં જોવા મળતી હતી, પરંતુ દિવસ જાય એમ સફેદ વાળની સમસ્યા ખૂબ જ વધતી જાય છે. સફેદ હેરને કાળા કરવા માટે આજકાલ અનેક લોકો જાતજાતની બ્યૂટીપ્રોડક્ટસનો ઉપયોગ કરતા હોય છે.
આમ, અનેક લોકો વાળને કાળા કરવા માટે માથામાં કલર તેમજ ડાઇ કરતા હોય છે પરંતુ તમને જણાવી દઇએ કે, જો તમે વાળને કાળા કરવા માટે આ બધી પ્રોડક્ટસનો ઉપયોગ વારંવાર કરો છો તો તમારી સ્કિન તેમજ હેલ્થને ખૂબ જ નુકસાન થાય છે. આ માટે જો તમે નેચરલી રીતે તમારા વાળમાં કલર લાવવા ઇચ્છો છો તો તમારી સ્કિન તેમજ હેલ્થને કોઇ નુકસાન થતુ નથી અને તમારા હેર પણ કાળા થાય છે.

બીટ અને ગાજર
બીટમાં આયરન અને ગાજરમાં એન્ટીઓક્સીડન્ટ સારા એવા પ્રમાણમાં હોય છે. બીટ અને ગાજરમાં નેચરલી રેડ કલર હોય છે જે વાળ માટે ખૂબ જ ઉપયોગી છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ બીટ અને ગાજરનો જ્યૂસ કાઢી લો. ત્યારબાદ આ રસનેબ્રશની મદદથી તમારા વાળ પર લગાવો અને તેને 30 મિનિટ સુધી વાળમાં લગાવી રાખો. પછી નોર્મલશેમ્પૂથી હેર વોશ કરી લો. આમ, જો તમે આ પ્રોસેસ દર અઠવાડિયે એકવાર કરશો તો તમારા હેરમાં નેચરલી બરગન્ડી કલર આવશે અને તમારા હેર એકદમ મસ્ત લાગશે.

ચા અથવા કોફી બિન્સ
એક ચમચી ચા અથવા કોફી બિન્સને 20 મિનિટ સુધી પાણીમાં ઉકાળો. ત્યારબાદ આ મિશ્રણને ઠંડુ થવા દો. આ મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે તેને ગરણીથી ગાળી લો અને પછી વાળમાં એપ્લાય કરો. ધ્યાન રહે કે, જ્યાં સુધી ઉકાળો થોડો ઘટ્ટ ના થાય ત્યાં સુધી તેને ગેસ પર ધીમી આંચ પર થવા દો. વાળમાં નેચરલી ડાર્ક બ્રાઉન કલર લાવવા માટે આ એક બેસ્ટ ઉપાય છે. જો તમે આ પ્રોસેસ અઠવાડિયામાં બે વાર કરશો તો તમારા વાળમાં નેચરલી ડાર્કબ્રાઉન કલર થશે અને તમને તેની કોઇ સાઇડઇફ્કેટ પણ નહિં થાય.

મહેંદી
સફેદ વાળને છુપાવવા માટે આજકાલ અનેક લોકો મહેંદીનો ઉપયોગ કરતા હોય છે. મહેંદીથી વાળનો કલર કાળો પણ થાય છે અને સાથે-સાથે વાળને પોષણ પણ મળે છે. મહેંદીનો કલર સામાન્ય રીતે વાળમાં એક મહિના સુધી ટકી રહે છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ તમારા વાળની જરૂરિયાત મુજબ મહેંદી લો અને તેને એક કલાક માટે પાણીમાં પલાળી રાખો અને પછી વાળમાં લગાવો. આ મહેંદીને વાળમાં બે કલાક સુધી રહેવા દો અને પછી હેર વોશ કરી લો. આમ કરવાથી તમારા વાળને નેચરલી કલર મળશે.

અખરોટ
અખરોટ પણ વાળમાં નેચરલ રીતે કલર લાવવાનુ કામ કરે છે. અખરોટને ક્રશ કરીને અડધી મિનિટ સુધી પાણીમાં ઉકાળો. ત્યારબાદ આ પેસ્ટ ઠંડી થાય એટલે તેને વાળમાં લગાવો અને પછી એક કલાક રહીને હેર વોશ કરી લો. આ પ્રોસેસ કરવાથી તમારા વાળમાં નેચરલી ડાર્કબ્રાઉન કલર થશે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી ટીપ્સવાંચો ફક્ત અમારા પેજ પર, તમે લાઇક કર્યું કે નહિ આપણું પેજ? અત્યારે જ લાઇક કરો…

ટીપ્પણી