નેચરલ રીતે તમારી ત્વચાને ચમકતી કરવા આ રીતે ઘરે જ બનાવો ફેસિયલ સ્ક્રબ

ચમકદાર ત્વચા માટે ઘરે જ બનાવો ફેસિયલ સ્ક્રબ

image source

ત્વચા પર સ્ક્રબ કરવું જરૂરી છે પરંતુ આને ઘણી વખત સખત રીતે કરવામાં આવે તો ત્વચાને ઘણું નુકશાન પહોંચી શકે છે અને આને કારણે પીમ્પલ્સ (ખીલ)થવાની શક્યતા વધી જાય છે.

જેમ શરીરનું ધ્યાન રાખવું જરૂરી છે એવિ જ રીતે ત્વચાનું પણ ધ્યાન રાખવું એટલુ જ જરૂરી છે પરંતુ ઘણી વાર ત્વચાની વધુ પડતી કાળજી પણ એને નુકશાન પહોંચાડી શકે છે અને ત્વચા ખરાબ થઈ જાય છે.

image source

આજે અમે તમને બતાવીશુ ઘરે જ સ્ક્રબ બનાવવાની રીત અને આનાથી જ ચમકાવો તમારો ચહેરો.

ઘરે જ બનાવો ફેસિયલ સ્ક્રબ જે કેમિકલ વગરનું હોવાથી ત્વચાને નુકશાન પણ નથી પહોંચાડતું અને ત્વચાને ચમક આપે છે.

1-આ સ્ક્રબ બનાવવા માટે જોઈસે બેસન અને દહી. બેસનમાં એક ચમચી દહી મિક્સ કરો અને આની પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સુકાવા દો.જ્યારે બરાબર સુકાઈ જાય પછી આને તેલ અથવા નવશેકા ગરમ પાણીની મદદથી સાફ કરી લો.

image source

બેસનમાં એંટી-ઇન્ફલમેટ્રીના ગુણો હોય છે જેનાથી ચહેરા પરના પીમ્પલ્સ સુકાવા લાગે છે અને મૃત ત્વચા થી છૂટકારો મળે છે આ લગાવવાથી ચહેરો સાફ થઈ જાય છે અને ત્વચા ચમકવા લાગે છે. આને ધોયા પછી ચહેરાને સારી રીતે મોસ્તુરાઈજ કરો.

image source

2-ચહેરો,હોઠ કે પછી શરીરના કોઈ પણ ભાગ પર સ્ક્રબ તૈયાર કરી શકો છો. આના માટે તમારે જોઈસે બ્રાઉન સુગર અને ઓટમિલ. સૌથી પહેલા નારિયળના તેલમાં મધ મિક્સ કરો પછી આમાં બ્રાઉન સુગર અને ઓટમિલ મિક્સ કરો. જ્યારે આ પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારે આને ત્વચા પર લગાવી સ્ક્રબ કરો હળવા હાથેથી થોડો સમય સ્ક્રબ કરીને પછી ધોઈ લો.

image source

નારિયળ તેલ ત્વચાને મોશ્તરાઇજર કરવાનું કામ કરે છે. જ્યારે ઓટમિલ અને ખાંડ ત્વચાને એક્સ્ફોલિયેટ કરવાની સાથે જ ઇંગ્રોન વાળ,ત્વચાના મૃત કોષો અને બ્લેક હેડ્સને દૂર કરે છે મધમાં એંટી-ઇન્ફ્લામેટ્રીના ગુણો હોય છે જેની મદદથી ખીલ અને બ્લેક હેડ્સ દૂર થાય છે જેથી ત્વચા સાફ અને ચમકદાર બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ