ઘી માંથી બટર ખુબજ ઝડપથી અને બજારમાંથી મળે તેવું જ બનાવી શકાય છે, તો ચાલો આજે બનાવીએ ‘અમુલ જેવું બટર’

અમુલ જેવું બટર

પાંચ મિનીટમાં જટપટ બનતું એવું બટર અને સ્વાદમાં પણ એકદમ અમૂલ જેવું જ છે. અત્યારે કોઈ પણ વસ્તુ બનાવીએ બટર તો એડ કરીએ જ છીએ. આપડે નોરમલી અમુલ બટર વાપરતા હોઈએ છીએ પરંતુ ધરે બનાવેલી વસ્તુ ની વાત જ અલગ હોય છે ને ક્યારેક નવી વાનગી બનાવતા હોઈએ અને બટર ના હોય કે પૂરું થઈ ગયું હોય તો !!! તો મુંજાવવાની જરાય જરૂર નથી તમે ઘરે પણ બોવ જ ઓછી વસ્તુઓ માં બટર બનાવી શકો છો બટર.

સામગ્રી:

૨ ચમચી ઘી,
૨ નંગ બરફ,
૧ચપટી નમક,
૧ચપટી હલડળ.

રીત:

સૌપ્રથમ બધી વસ્તુઓ ને અલગ અલગ બાઉલ માં કાઢી લો જેમાં ઘી, નમક, હળદલ, અને બરફ ના નંગ છે
હવે ઘીને એક બાઉલમાં કાઢી લો. આપડે જેટલું પણ બટર બનાવવું હોય એટલું માત્રા માં ઘી લાઇ શકીએ..
હવે, ઘીમાં જરૂર મુજબ બરફ ઉમેરી દો જેટલા પણ પ્રમાણમાં ઘી હોય એટલો બરફના ટુકડા ઉમેરવા.
હવે બાઉલમાં ઘી અને બરફને મીક્સ કરી ચમચી વડે ફીણી લો.
ફીણીને એકદમ મિક્સ  કર્યા બાદ તેમાં થઈ બરફના ટુકડા કાઢી લો અને તેમાંથી નીકળેલું પાણી પણ કાઢી લો.
હવે તે મિશ્રણમાં ચપટી હળદલ અને નમક ઉમેરો અને તમે સ્વાદ મુજબ પણ ઉમેરી શકો છો
હવે તેને પ્રોપર મિક્સ કરી દો એટલે તેને એક પ્રોપર યેલો કલર અને નમકથી એક ખરાસ જેવો સ્વાદ પણ મળી જશે
હવે તેને ફ્રીઝરમાં મુકવા માટે એક ડીસમાં કાઢી લો. તમારે જેવો શેપ આપવો હોય એમાં બટર ને કાઢી શકો. છો
હવે ફ્રીઝમાં ૧ થી ૨ કલાક સુધી સેટ થવા માટે મૂકી દો
ત્યારબાદ તેને હળવેથી કાઢી લો. તો તૈયાર છે એકદમ અમુલ જેવું જ બટર
નોંધ: આપડે કોઈ પણ ઘી લઇ શકીએ છીએ રેગ્યુલર ઓર ગાયનું પણ ઘી વાપરી શકાય.અને હળદર કલર માટે જ વાપરવામાં આવે છે એટલે ઘી નો કલર જોઈ આ પ્રમાણ માં હળદર ઉમેરી શકાય.

રસોઈની રાણી : મેધના સચદેવ (જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી