બજારનાં મોંઘા પ્રોડક્ટ્સને છોડીને, હોમમેડ આમલીનાં ફેસવોશથી ચહેરો ચમકાવો…

આપણા ચહેરાને સાફ કરવા માટે આપણે દરરોજ ફેઈસવોશનો ઉપયોગ કરીએ છીએ . જ્યારે ચહેરો ક્લીન કરવાની વાત આવે છે ત્યારે સામાન્યરીતે મહિલાઓ દુકાન પર જઈને અલગ-અલગ પ્રોડક્ટસની ખરીદી કરી લે છે. પરંતુ શું તમે આ વાત જાણો છો કે આમાંથી ઘણા પ્રોડક્ટસમાં એવા કારક મળેલા હોય છે જે તમારી સ્કીન માટે નુકસાનકારક થઈ શકે છે.

એટલે આવી ચીજોની ખરીદી કરતા સમયે તેની અંદર ઉપયોગ કરવામાં આવેલા ઉત્પાદોનાં વિષયમાં પણ જાણી લેવું જોઈએ . દરેક વાર આવી ચીજોની ખરીદી કરવા માટે બજારમાં જવાને બદલે તમે પોતે ઘર પર પણ રસોડમાં રહેલી સામાન્ય વસ્તુઓની મદદથી જ આ તૈયાર કરી શકો છો.

તમે ઘર પર જ મોશ્ચરાઈઝર,ક્લીનર,ટોનર,ફેઈસ સ્ક્રબ,ફેઈસ માસ્ક અને ફેઈશવોશ પણ બનાવી શકો છો. જ્યારે પ્રાકૃતિક ચીજોની વાત કરવામાં આવી રહી છે તો શું તમે ક્યારેય આમલીનો ઉપયોગ તમારા ચહેરા માટે કર્યો છે? તમે આ જાણીને હેરાન થશો કે આમલી સાથે ઘણા બ્યુટી બેનિફિટ્સ જોડાયેલા છે અને આ તમારી ત્વચાને ખૂબ સારી રીતે એક્સફોલિએટ કરી શકે છે.

તમે આમલી અને ઘરમાં સરળતાથી મળી રહેતી અમુક સામગ્રી સાથે ફેઈસવોશ તૈયાર કરી શકો છો. આ આર્ટિકલ દ્વારા જાણીએ ત્વચા અને ચહેરા માટે આમલીનાં ફાયદા અને સાથે જ આની રેસિપી જેથી તમે આ પોતાના રુટીનમાં શામેલ કરી શકો.

ચહેરા માટે શામાટે ફાયદાકારક છે આમલી? આમલીમાં એ એ ચએ ભરપૂર પ્રમાણમાં હોય છે જે ત્વચામાંથી ડેડ સ્કિન હટાવે છે અને તેને રેજુવિનેટ કરે છે. આ અંદર સુધી ત્વચાને પોષણ આપે છે અને મોશ્ચરાઈઝ કરે છે જેનાથી તે મુલાયમ બને છે. આટલું જ નહિ, આમલી સ્કીન ટોન હળવું કરીને તેને વધું સારી બનાવે છે. આ એક પ્રાકૃતિક એ ક્સફોલિએ ટિંગ છે અને આ સેલ્યુલાઈટ પર પણ અસરદાર રીતે કામ કરે છે.

આમલીમાં ખૂબ સારી સ્કીન ટોનીંગની ખૂબી હોય છે આ જ કારણે જ્યારે પણ ઘર પર ટોનર બનાવવાની વાત આવે છે તો આમલી એક બેસ્ટ વિકલ્પ છે. આ એન્ટિ-એજિંગ એજન્ટ તરીકે કામ કરે છે અને એ જિંગની પ્રકિયાને ધીમી કરી દે છે.

આ જીણી રેખાઓ અને કરચલીઓ પર પણ કામ કરે છે. આ ડાર્ક સ્પોર્ટ્સ અને ડાર્ક સર્કલ્સને હટાવે છે. આ ગળાની ચારે તરફ બની જતા કાળા ઘેરાથી પણ રાહત અપાવે છે. ખીલથી લઇને અક્ના સુધીને ઠીક કરવા સિવાય આ બ્લેમિશેસ પર પણ અસર કરે છે. તમે આમલીને પોતાની દરરોજની બ્યુટી પ્રોસેસમાં શામેલ કરવા ઈચ્છો છો તો ઘર પર જ તેનાથી ફેઈસવોશ તૈયાર કરી શકો છો.

કેવી રીતે બનાવવો આમલીથી ફેઈસવોશ?

સામગ્રી

૨ ચમચી આમલીનાં પલ્પ

૧ ચમચી દહીં

૧ ચમચી ગુલાબજળ

૧ વિટામીન ઈ ની કેપ્સુલ/½ ચમચી વિટામીન ઈ પાઉડર

૧ ચમચી મધ

૧ ચમચી જોજોબા તેલ

એક બાઉલમાં આમલીનાં પલ્પ અને દહીં લો અને બન્નેને સારી રીતે બ્લેંડ કરી લો. હવે તેમા ગુલાબજળ ઉમેરો. એક વિટામીન ઈ ની કેપ્સુલ ખોલીને તેની અંદરની સામગ્રી મેળવી દો કે પછી તેની જગ્યા પર તમે વિટામીન ઈ પાઉડર તેમાં મેળવી શકો છો. હવે બાઉલમાં રહેલ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં મધ ઉમેરો. આ વાતનું ધ્યાન રાખો કે બધા સામાન એક એક કરીને મેળવવા દરમિયાન તમે બાઉલમાં રહેલ સામાનને સારી રીતે મિક્સ કરી રહ્યા હોય. હવે છેલ્લે,તેમાં જોજોબા ઓઈલ મેળવીને સારી રીતે મિક્સ કરી લો. હવે કોઈ કંટેનરમાં આ મિશ્રણ નાખી દો. મોં ધોતા સમય,પોતાના હાથમાં આ થોડું મિશ્રણ લઈ અને ચહેરા પર લગાવો. આંગળીની મદદથી પોતાના ચહેરા પર મસાજ કરો. લગભગ બે મિનિટ સુધી મસાજ કર્યા બાદ પોતાનો ચહેરો ધોઈ લો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ