ઉનાળામાં શરીરની ગંદી દુર્ગંધને દૂર કરવા ઘરે બનાવો આ 3 Natural Deo…

ગરમીમાં પરસેવો થવાને કારણે શરીરમાંથી કંઇક અલગ જ પ્રકારની વાસ આવવા લાગે છે. આ ગરમીમાં દરેક લોકોથી શક્ય નથી હોતુ કે, તેઓ 24 કલાક એસીમાં જ રહે અથવા ઘરમાં બેસી રહે. ઘણા લોકોના બિઝનેસ તેમજ જોબ એ પ્રકારની હોય છે જેને કારણે સતત તેઓને સવારથી લઇને સાંજ સુધીમાં એટલે કે ખરા તડકામાં પણ કામના અર્થે બહાર ફરવાનું થાય છે.
આમ, આ ગરમીમાં પરસેવાની ગંદી દુર્ગંધને દૂર કરવા માટે અનેક લોકો મોંઘા ડિઓ, પાવડર, પરફ્યૂમ કે પછી કોઇ સ્ટિકનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે, તમે જો આ પ્રકારની કેમિકલવાળી પ્રોડક્ટસનો રોજ ઉપયોગ કરો છો તો તેનાથી તમારી બોડીને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. બહારના ડિઓમાં વધુ પડતા કેમિકલ્સનો ઉપયોગ થવાને કારણે ઘણા લોકોના અંડરઆર્મ્સ કાળા પડી જતા હોય છે અને સાથે-સાથે અનેક સ્કિન પ્રોબલેમ્સ થવાના ચાન્સિસ પણ ખૂબ જ વધી જાય છે. માટે જો તમે આ બધી જ સમસ્યાઓમાંથી રાહત મેળવવા ઇચ્છતા હોવ અને સાથે તમારી સ્કિનને પણ ડેમેજ કરવા ના ઇચ્છતા હોવ તો આ નેચરલ ડિઓ તમારા માટે એકદમ બેસ્ટ છે. તો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ઘરે નેચરલ ડિઓ બનાવાય. તમને જાણીને નવાઇ લાગશે કે આ નેચરલ ડિઓ તમારા શરીરમાંથી આવતી વાસને તો દૂર કરશે જ અને સાથે તમારી સ્કિનને પણ કોઇ પ્રકારની તકલીફ નહિં થવા દો. તો જાણી લો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો ડિઓ…

1. નારિયેળ તેલમાંથી આ રીતે ઘરે બનાવો ડિઓ

આ ડિઓ બનાવવા માટે સૌ પ્રથમ 3 મોટી ચમચી નારિયેળ તેલ લો. ત્યારબાદ 2 ચમચી શિયા બટર લઇને તેને પિગાળી લો. હવે તેને નારિયેળ તેલમાં મિક્સ કરી લો. પછી તેમાં 3 ચમચી બેકિંગ સોડા, 2 ચમચી આરા લોટ નાખીને સારી રીતે મિક્સ કરી લો. આમ, આ પ્રોસેસ થઇ ગયા પછી તેમાં કોઇ પણકુદરતી તેલ મિક્સ કરો. ત્યારબાદ આ બધી જ સામગ્રી બરાબર મિક્સ થઇ જાય ત્યારે તેને એક કાચની સ્પ્રે બોટલમાં ભરી લો. આમ, જો તમે આ ડિઓ દિવસમાં ત્રણવાર લગાવશો તો તમને તેની કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નહિં થાય અને પરસેવાની ગંદી વાસ પણ નહિ આવે. તમને જણાવી દઇએ કે, નારિયેળ તેલથી તૈયાર કરેલુ આ ડિઓ સ્કિનને હાઇડ્રેટ રાખે છે જે કારણોસર લાંબા સમય સુધી પરસેવાની વાસથી તમે બચી શકો છો.

2. ટી ટ્રી ઓઇલમાંથી આ રીતે તૈયાર કરો ડિઓઆ ડિઓને બનાવવા માટે એથિલ આલ્કોહોલ અને ટી ટ્રી ઓઇલ લો. ત્યારબાદ જરૂર મુજબ એથિલ આલ્કોહોલને સ્પ્રે બોટલમાં નાખીને તેમાં 10 ટીપા ટી ટ્રી ઓઇલના નાખો અને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે તમારું ડિઓ. જો તમને આલ્કોહોલની સ્મેલ વધુ પ્રમાણમાં લાગે છે તો તમે તેને ઓછી કરવા માટે ફુદીનો અને લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. આ ડિઓમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો હોવાને કારણે તે શરીરના જમ્સ અને બેક્ટેરિયાનો નાશ કરે છે.

3. Beeswax અને નારિયેળ તેલમાંથી આ રીતે તૈયાર કરો ડિઓઆ ડિઓ બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં 3 ચમચી નારિયેળનુ તેલ અને 1 ચમચી બી વેક્સ લઇને તેને ગેસ પર ધીમી આંચ પર મુકો. ત્યારબાદ 5 મિનિટ રહીને તેમાં ¼ કપ કોર્ન સ્ટાર્ચ,¼ કપ બેકિંગ સોડા, 5 ટીપા ટી ટ્રી ઓઇલ મેળવીને મિક્સ કરી લો. ધ્યાન રહે કે, જ્યાં સુધી મિશ્રણ એકદમ ઘટ્ટ ના થાય ત્યાં સુધી ગેસ બંધ કરવાનો નથી. હવે તેને ડિઓ સ્ટિકમાં નાખીને બરાબર જામ થવા દો અને પછી તેનો ઉપયોગ કરો. વેક્સ અને ઓઇલમાંથી તૈયાર કરેલુ આ ડિઓથી શરીરમાં આખો દિવસ તાજગી રહે છે અને પરેસવાની દુર્ગંધ પણ નથી આવતી.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી