જલ્સા કરોને જેંતીલાલ

હોલિવૂડમાં ધૂમ મચાવતી ગુજરાતણ નૌરીન ડીવુલ્ફ…

હોલિવૂડમાં ધૂમ મચાવતી ગુજરાતણ નૌરીન ડીવુલ્ફ

ગુજરાતની ખ્યાતી આજે વિશ્વભરમાં ફેલાઈ ગઈ છે. ગુજરાતીઓ પહેલાં માત્ર નાણા ક્ષેત્રે જ પોતાનો સીક્કો જમાવતા જોવા મળતા હતા પણ આજે જગતમાં કોઈ જ એવું ક્ષેત્ર નથી રહ્યું જેમાં ગુજરાતીઓએ પોતાનો સીક્કો ન જમાવ્યો હોય.

તે પછી કળા હોય, વ્યવસાય હોય, મનોરંજન જગત હોય, વિજ્ઞાન હોય, મિડિયા હોય કે પછી ગમે તે હોય. પહેલા ગુજરાતીઓ માત્ર બોલીવૂડની ફિલ્મોના પ્રોડક્શનમાં જ રસ ધરાવતા હતા પણ આજે અંબાણી સામ્રાજ્યએ હોલિવૂડ ફિલ્મો પ્રોડ્યૂસ કરવામાં પણ જંપ લાવ્યું છે.

આજે આપણી બોલીવૂડની તારીકાઓ દીપીકા પદુકોણે અને પ્રિયંકા ચોપરા હોલિવૂડ તેમજ અમેરિકન ટેલિવિઝન પર પોતાનો જાદૂ પાથરી રહી છે.

પણ આપણામાંના ઘણા ઓછા લોકો જ જાણતા હશે કે હોલિવૂડમાં એક ગુજરાતી મૂળની ગુજરાતણ વર્ષોથી પોતાની અભિનય ક્ષમતાનો જલવો પાથરી રહી છે. તેણીનો જન્મ ન્યૂયોર્કમાં જ એક ગુજરાતી મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેણીનું નામ છે નૌરિન ડીવુલ્ફ.

નૌરિન ભલે જન્મે અમેરિકન હોય પણ તેણી સલમાન ખાન અને શાહરુખ ખાનની જબરજસ્ત ફેન છે.

તેણીનું મૂળ નામ નૌરીન એહમદ છે પણ તેણીનું વ્યવસાયિક નામ નૌરીન ડીવુલ્ફ છે. તેણીનો જન્મ 28 ફેબ્રુઆરી, 1984ના રોજ ન્યુ યોર્ક શહેરમાં થયો હતો. તેણીના માતા પિતા ગુજરાતી ભારતીય છે જે આ પહેલાં પૂણેમાં રહેતા હતા, તેણીનો ઉછેર સ્ટોન માઉન્ટેઇન, જ્યોર્જિયામાં થયો હતો ત્યાર બાદ તેણીએ બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.

તેણી ભલે અમેરિકાનામાં જન્મેલી હોય તેમ છતાં તેણી હિન્દી, ઉર્દુ અને ગુજરાતી ખુબ જ સારી રીતે બોલી જાણે છે.

તેણીની કેરિયરની શરૂઆત ઓસ્કાર એવોર્ડ વિનિંગ શોર્ટ ફિલ્મ વેસ્ટ બેન્ક સ્ટોરીથી થઈ હતી. તેમાં તેણી મુખ્ય અભિનેત્રી તરીકે ચમકી હતી. તેણી તેમાં એક પેલેસ્ટેનિયન કેશિયર બની હતી જે એક ઇઝારાયેલી સૈનિકના પ્રેમમાં પડે છે.

આ ઉપરાંત તેણીએ ઘણી બધી એટલે કે લગભગ 27 જેટલી સીરીયલ્સ તેમજ ટીવી-શોમાં અભિનય કર્યો છે.

તેણીએ ઓશન્સ થર્ટીનમાં જ્યોર્જ ક્લૂની સાથે કામ કર્યું છે તો ધી બેક-અપ પ્લાનમાં તેણીએ જેનિફર લોપેઝ સાથે કામ કર્યું છે. તેણીએ હોલિવૂડના હેન્ડસમ અભિનેતા મેથ્યુ મેકોનિઘની ઓપોઝિટમાં ફિલ્મ ઘોસ્ટ ઓફ ગર્લફ્રેન્ડ્સ પાસ્ટમાં કામ કર્યું છે. આવી 19 હોલિવૂડ ફિલ્મોમાં તેણીએ મહત્વના કેરેક્ટર પ્લે કર્યા છે.

આ રીતે તેણી અમેરિકાની એક લોકપ્રિય સલિબ્રિટિ તરીકે સ્થાપીત થઈ ગઈ છે.

તેણી બોલિવૂડની ફિલ્મોની ફેન છે અને તેણે એક વખત તેમાં કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.

ઇન્ટરનેશનલ મેગેઝિન ‘મેક્ઝિ’ દ્વારા બહારપાડવામાં આવેલી વિશ્વની 100 મોસ્ટ ડિઝાયરેબલ હોટ વિમનની યાદીમાં નૌરિનનો બે વાર એટલે કે વર્ષ 2007 તેમજ વર્ષ 2014માં સમાવેશ કરવામાં આવ્યો હતો ઉપરાંત વર્ષ 2009ની નાયલોન મેગેઝિનની ટોપ 30 અન્ડર 30ની યાદીમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

તેણીના પ્રથમ લગ્ન આર્ટિસ્ટ જેમ ડીવુલ્ફ સાથે થયા હતા. ત્યાર બાદ તેણી પોતાના પ્રોફેશનલ નામ તરીકે જેમ્સની જ સરનેમ વાપરે છે. તેણીના આ લગ્ન દસ વર્ષ ચાલ્યા હતા. ત્યાર બાદ તેણી નેશનલ હોકિ લીગના રિયાન મિલર સાથે પરણી. જેનાથી તેણીને એક સંતાન છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version