હોલીવૂડ સ્ટાર્સને લાગ્યો ઇન્ડિયન ટેટૂ કરાવવાનો ચસ્કો, જુઓ અને જાણો…

હોલીવૂડ સ્ટાર્સને લાગ્યો ઇન્ડિયન ટેટૂ કરાવવાનો ચસ્કો

મનુષ્ય જાતિ એ વિવિધ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરતી હોય છે. પછી તે હસીને હોય કે રડીને હોય કે પછી બોલીને હોય કે પછી સંગીત દ્વારા હોય કે પછી નૃત્ય દ્વારા હોય. તે અવ નવી રીતે પોતાની લાગણીની રજૂઆત પોતાની નજીકની વ્યક્તિ સમક્ષ કરતી હોય છે. પણ ઘણીવાર તેમની વચ્ચેનો પ્રેમ એટલા ઉંચા સ્તર પર પહોંચી જાય છે કે તેઓ તેના માટે કંઈક કરવા માગે છે. અથવા તો પોતાની માન્યતાને જગત સમક્ષ લાવવા માટે તેઓ કોઈ સંકેત આપવા માગે છે.

આજે ઘણા લોકો પોતાની લાગણીને લાઉડ્લી કે પછી નક્કર રીતે રજૂ કરવા માટે ટેટૂનો સહારો લે છે. જેમ પ્રિયંકાએ પોતાના પિતા પ્રત્યેની લાગણી દર્શાવવા માટે તેના હાથ પર ડેડીઝ ગર્લનું ટેટુ કરાવ્યું છે. તો પછી પ્રિયંકાએ રનબીર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા પોતાની ડોક પર આર.કેનું ટેટુ કરાવ્યું હતું. તેવી જ રીતે ઘણા બધા લોકો પોતાની લાગણીઓને પ્રદર્શીત કરવા માટે આવા વિવિધ જાતના ટેટુ કરાવતા હોય છે.

ટેટુ એ સદીયો જુની પરંપરા છે. આપણા બા કે પછી નાની કે પર દાદી કે પર નાનીના ચહેરા પણ આપણે લીલા રંગના છુંદણા જોતા હોઈએ છીએ અને ક્યારેક ક્યારેક તો તેમના કાંડા પર નામ પણ કોતરેલા જોઈ શકીએ છીએ. પણ આજે આ ટેટુએ આધુનિક રંગ પકડી લીધો છે. અને માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના ખુણે ખુણે ટાટુનું ચલણ સદીયોથી ચાલતું આવ્યું છે. અને લોકો ખુબ જ શોખથી પોતાના શરીર પર ટેટુ કરાવે છે.

ઘણીવાર તમે જોયું હશે કે કોઈ યુવાન કે પછી કોઈ યુવતીના હાથ પર ઓમનું છુદણું છુંદાવેલું હશે. તો કોઈ શિવજીનું છુંદણું પોતાની ડોક પર કરાવે છે. ભારતમાં આવા છુંદણા એ સામાન્ય બાબત કહેવાય પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે વિદેશી સ્ટાર્સ એટલે કે બોલીવૂડ સ્ટાર્સ પણ આવા ભારતિય છુંદણા પોતાના શરીરે કોતરાવે છે. તો ચાલો જાણીએ તેવા જ કેટલાક ઇન્ટરનેશનલ સ્ટાર્સને જેમણે પોતાના શરીર પર ભારતીય સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવતા છુંદણા કરાવ્યા છે.

એન્જેલીના જોલી – પાલી લીપીમાં પોતાના દીકરા માટે શ્લોક કોતરાવ્યા

 

View this post on Instagram

 

A post shared by Angelina Jolie (@angelinajoliemania) on


એન્જેલીના જોલી એક સુંદર અભિનેત્રીની સાથે સાથે એક હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ પણ છે અને તેની સાથે સાથે એક અદ્ભુત માતા પણ છે. જ્યારે તેના જીવનમાં તેના પુત્ર મેડોક્સનું આગમન થયું ત્યારે તેના માટે તેણીએ પાલી લીપીમાં આ ટેટુ પોતાની પીઠ પર કરાવ્યું હતું.

આ શ્લોકનો અર્થ થાય છે-

“દુશ્મનો તારાથી જોજનો દૂર રહે, તારી સુંદરતા અપ્સરાને શરમાવે જ્યાં જ્યાં તુ જાય ત્યાં ત્યાં તારું સ્વાગત થાય, તારું રક્ષણ થાય જો તું સંપત્તિ પામે તો તે હંમેશા તારી સાથે જ રહે.”

રિહાના – ભાગવત ગીતાના 10માં અધ્યાયનો ચોથો અને પાંચમો શ્લોક કોતરાવ્યો

 

View this post on Instagram

 

A post shared by badgalriri (@badgalriri) on

રિહાના આજે સંગતિ જગતની ખ્યાતનામ હસ્તી છે. લોકો તેણીની કોન્સર્ટમાં જવા માટે પડાપડી કરે છે. તે રિહાનાએ પોતાની કમરની જમણી બાજુના નીચેના ભાગ પર ભાગવત ગીતાના દસમાં અધ્યાયનો ચોથો અને પાંચમો શ્લોક કોતરાવ્યો છે. જો કે કેટલાક હીંદુ વિદ્વાનોએ તેમાં કેટલીક સ્પેલિંગ મિસ્ટેક શોધી કાઢી છે. અને આ સ્પેલિંગ મિસ્ટેકને કારણે એવું માનવામાં આવે છેકે આખા શ્લોકનો અર્થ જ બદલાઈ ગયો છે. એટલે કે માફી, પ્રામાણિકતા, અંકુશ અને દમનની જગ્યાએ લાંબા ગાળાની પીડા, સાતત્ય, આત્મ સંયમ, ભય અને અભયપણું વિગેરે અર્થ થયા છે.

જેસીકા આલ્બા – પદ્મ શબ્દ કોતરાવ્યો છે

 

View this post on Instagram

 

A post shared by Jessica Alba (@jessicaalba) on

હોલીવૂડની ખ્યાતનામ અભિનેત્રી જેસીકા આલ્બાએ પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. અને તે બધામાંથી તેણી બહાર આવી છે અને હોલીવૂડમાં એક સફળ કારકીર્દી ધરાવે છે. તેણીએ પોતાના કાંડા પર પદ્મ શબ્દને સંસ્કૃતમાં ચિતરાવ્યો છે. પદ્મનો અર્થ થાય કમળ એટલે કે લોટસ જેને ઉંડાપાણીનું પુષ્પ માનવામાં આવે છે. જેસીકા પોતાના આ ટેટુ વિષે જણાવે છે કે આ શબ્દ તેને સતત પ્રેરણા આપે છે.

અલિસા મિલાનો – ઓમ ટેટુ કોતરાવ્યું છે

 

View this post on Instagram

 

A post shared by Alyssa Milano (@milano_alyssa) on

વ્હુઝ ધ બોસ જે લોકો લેટ નાઈન્ટીઝમાં સોની પર આવતી ડબ્ડ સીરીઝ રેગ્યુલર જોતા હશે તેમને આ સીરીઝ વિષે ખ્યાલ હશે. વ્હૂસ ધ બોસની અભિનેત્રી એલિસા મિલાનોએ પોતાની ડોક પર ઓમનું ટેટુ કોતરાવ્યું છે. તેણી અત્યંત આધ્યાત્મિક વ્યક્તિ છે અને તેણે કહ્યું છે કે ઓમ શબ્દએ તેને ખુબ જ અંદર સુધી અસર પહોંચાડી છે.

વેનેસા હડગેન્સ – ઓમનું ટેટુ કોતરાવ્યું

 

View this post on Instagram

 

A post shared by Vanessa Hudgens (@vanessahudgens) on

ભારતીય સંસ્કૃતિમાં આપણે સામે વાળી વ્યક્તિનું અભિવાદન બે હાથ જોડીને નમસ્તેની મુદ્રામાં કરીએ છીએ અને સંસ્કૃત અને હીન્દી એ ભારતીય મૂળની ભાષાઓ છે. હાઇ સ્કૂલ મ્યુઝિકલ્સની લોક પ્રિય ટીનએજ અભિનેત્રી વેનેસાએ પોતાની હથેળી પર એવી રીતે ઓમનું ટેટુ કોતરાવ્યું છે કે જ્યારે જ્યારે તે નમસ્તેની મુદ્રામાં બે હાથ જોડે ત્યારે તેમાં ઓમ શબ્દનું ટેટુ દેખાય.

ડેવીડ બેકહેમ – હીન્દીમાં પોતાની પત્નીનું નામ કોતરાવ્યું

ડેવીડ બેકહેમ વિશ્વ પ્રસિદ્ધ ફુડબોલર અને વિશ્વના સૌથી આકર્ષક પુરુષોમાંનો એક છે. ડેવીડે વિક્ટોરિયા બેકહેમ સાથે લગ્ન કર્યા છે અને તે પત્ની પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં ક્યારેય પાછો નથી પડ્યો. અને પોતાની આ લાગણીને વ્યક્ત કરવા માટે તેણે પોતાની પત્નીનું નામ હિન્દીમાં પોતાના ડાબા બાવડા પર કોતરાવ્યું છે. જો કે તેના નામના સ્પેલિંગમાં પણ ભૂલ કરવામાં આવી છે . જો કે ડેવીડ તેને તેમ જ રાખવા માગે છે.

કીમ્બરલી વ્યાત – લોકાહ સમસ્ઠ સુખીનો ભવંતુ..

પુષી કેટ ડોલ્સ બેન્ડની ગાયિકા કીમ્બરલીએ સંસ્કૃત શબ્દ સમુહને પોતાની પીઠ પર ચિતરાવ્યું છે. જો કે તેની લીપી તેણે ઇંગલીશ રાખી છે. જેનો અર્થ થાય “પૃથ્વી પરના એક એક જીવ સુખી અને સ્વતંત્ર રહે અને આ સુખમાં અને આ સ્વાતંત્ર્યમાં મારા વિચારો, મારા શબ્દો મારા કૃત્યનો ફાળો હોય.”

ટોમી લી – ઓમનું ટેટુ કોતરાવ્યું

 

View this post on Instagram

 

A post shared by Aleks🔆 Tattoooo💯⚜️ (@theinkofaleks) on

ઓમ એ વિદેશીઓમાં અતિ પ્રિય શબ્દ લાગે છે. માટે જ અત્યંત ફેમસ તેવા 56 વર્ષિય ટોમી લીએ પણ પોતાની કમર પર મોટા અક્ષરમાં ઓમનું ટેટુ છુંદાવ્યું છે.

માઈલી સાયરસ – ઓમનું ટેટુ કોતરાવ્યું

 

View this post on Instagram

 

A post shared by Miley Cyrus (@mileycyrus) on

ડીઝની ચેનલ પર આવતી હેના મોન્ટેના આપણે બધાએ જોઈ જ હશે. માટે આપણા માટે માઇલી સાયરસનું નામ અજાણ્યું તો ન જ હોઈ શકે. માઇલી સાઇરસ એક ખ્યાતનામ પોપ સ્ટાર છે. તેણીએ પોતાના કાન્ડા પર ઓમનું ટેટુ કરાવ્યું છે. આમ જોવા જઈએ તો સમગ્ર બ્રમ્હાંડના એકનાદને ઓમ કહેવામાં આવે છે. માટે જ તેને બ્રહ્મ નાદ કહેવાય છે. તમે ભારતીય સંસ્કૃતિને ગમે તેટલા ઇગ્નોર કરો પણ આ ઓમ નાદને ક્યારેય ઇગ્નોર ન કરી શકો.
ગિલિયન એન્ડરસન – અજાણ્યા હીન્દી શબ્દનું ટેટુ

આ એક હાસ્યાસ્પદ બાબત છે. ગિલિયન એન્ડરસને પોતાના કાંડા પર એક શબ્દ કોતરાવ્યો છે. જો કે તે સંસ્કૃત શબ્દ ઇચ્છતી હતી પણ તેને હિન્દીમાં કોતરવામાં આવ્યો. અને સૌથી વધારે રમૂજી વાત એ છે કે તેણીને જરા પણ ખ્યાલ નથી કે તેના કાંડા પર કોતરવામાં આવેલા આ શબ્દનો ખરેખર અર્થ શું છે.

થિયો વોલકોટ – ઓમ નમહ શિવાય

ઇંગ્લેન્ડનો લોકપ્રિય ફૂટબોલર થિયોએ પોતાની કરોડ રજૂ પર ઓમ નમ: શિવાયનું ટેટુ કોતરાવ્યું છે. આ ઉપરાંત તેણે પોતાના જમણા હાથના કાંડા પર પણ ચાર સંસ્કૃત શબ્દોનું ટેટુ છુંદાવ્યું છે. જેનો અર્થ થાય છે સુદંર, ધન્ય, મજબૂત, બુદ્ધિશાળી – આ શબ્દો તેણે અનુક્રમે પોતાની બહેન, પોતે, પોતાના પિતા અને પોતાના ભાઈ માટે કોતરાવ્યા છે. થિયો ઇંગ્લેન્ડની આર્સેનલ ક્લબ માટે રમે છે.

કેટી પેરી – અનુગચ્છતુ પ્રવાહા

હોલીવૂડ કોમેડિયન રશેલ બ્રાન્ડ સાથેના સંબંધો દરમિયાન વિશ્વ વિખ્યાત પોપ સ્ટાર કેટી પેરીએ પોતાના પ્રેમી રશેલ સાથે પોતાના બાવડા પર અનુગચ્છતુ પ્રવાહા શ્લોક કોતરાવ્યો હતો. આ શ્લોકનો અર્થ થાય પ્રવાહ સાથે વહેવું. જો કે તેઓ પોતાનો સંબંધ વધારે લાંબો ટકાવી શક્યા નહીં અને એક બીજાથી છુટ્ટા પડી ગયા. જો કે આજે પણ તેમના બાવડા પર આ ટાટુ જોવા મળે જ છે.

એડમ લેવીને – તપસ

 

View this post on Instagram

 

A post shared by Adam Levine (@adamlevine) on

એડમ લેવીને હોલીવૂડનો એક ખ્યાતનામ પોપ સીંગર છે. તેનું શરીર વિવિધ જાતના ટેટુઓથી ઢંકાયેલું છે. તેણે પોતાની છાતીની જમણી બાજુ પર તપસ શબ્દનું ટેટુ છુંદાવ્યું છે. તે જણાવે છે કે તપસનો અર્થ થાય આંતર અગ્નિ અથવા તીવ્ર લાગણી જેવી કે યોગા.

બ્રીટની સ્નો – અભય શબ્દનો ટેટુ કરાવ્યો છે.

મ્યુઝીકલ કોમેડી પીચ પર્ફેક્ટ ફિલ્મની સ્ટાર એક્ટ્રેસ બ્રીટનીએ પોતાની પગની એંકલ પર અભય શબ્દને હીન્દીમાં કોતરાવ્યો છે. જેનો અર્થ થાય છે જેને કશાનો ભય નથી તે. આ ટેટુ તેના અભય વ્યક્તિત્વને દર્શાવે છે.

રશેલ બ્રાન્ડ – અનુગછ્છતુ પ્રવાહા

કેટીપેરીનો ભૂતપૂર્વ બોય ફ્રેન્ડ રસેલ બ્રેન્ડે પોતાના બાવડા પર સંસ્કૃતમાં અનુગચ્છતુ પ્રવાહાનું ટેટુ કોતરાવ્યું છે. આ સંસ્કૃત શબ્દોનો અર્થ થાય પ્રવાહ સાથે વહો એટલે કે ગો વીથ ધી ફ્લો. રશેલ બ્રાન્ડ એક જાણીતો કોમેડિયન છે.

પોસ્ટ વાંચીને તમને ખ્યાલ આવ્યો હશે કે ભારતમાં ભલે સંસ્કૃતનું મહત્ત્વ ઘટી રહ્યું હોય. પણ વિદેશમાં આજે પણ લોકો આ સદીયો જૂની પૌરાણીક ભાષાને અત્યંત મહત્વ આપે છે અને તેને ખુશી ખુશી આજીવન પોતાનો હિસ્સો બનાવીને રાખે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ