શું જુન ૨૦૨૨ સુધી હોલમાર્કિંગ વિના પણ ચાલશે સોનાની લેવડ-દેવડ…? આવો હતો કઈક સરકારનો જવાબ…

કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ અંગે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવતા રહે છે.તાજેતરમાં એક સંદેશ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે સોનાના ઝવેરાત પર ફરજિયાત હોલમાર્કિંગ સિસ્ટમ પાછી ખેંચવાનો આદેશ જારી કર્યો છે.ચાલો આપણે જાણીએ કે આ સમાચારમાં કેટલી સત્યતા છે.

IMAGE SOURCE

આ સંદેશ હાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો, ત્યારબાદ તેની સત્યતા શોધવા માટે પીઆઈબી દ્વારા તેની ફેક્ટ-ચેક કરવામાં આવ્યો હતો.સરકારે સોનાના આભૂષણોની હોલમાર્કિંગ પાછો ખેંચવા જેવા અહેવાલોને નકારી દીધા છે.

શું છે વાસ્તવિક ન્યુઝ ?

પત્રમાં બનાવટી હેડલાઇન ઉમેરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, હેશટેગ કોવિડને કારણે જૂન ૨૦૨૨ સુધી હોલમાર્કિંગ બંધ છે.પીઆઈબીફેક્ટચેકે આ દાવાને બનાવટી ગણાવ્યો છે.એમ પણ કહ્યું હતું કે, ૧૬ જૂન, ૨૦૨૧ ના રોજ ભારત સરકાર દ્વારા હોલમાર્કિંગ ફરજિયાત કરી દેવામાં આવી છે.

IMAGE SOUCRE

સરકારે કહ્યું કે સોનાના ઝવેરાત પર ફરજિયાત હોલમાર્કિંગ ૧૬જૂનથી તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવી રહી છે અને જે પરિપત્ર પાછું ખેંચી લેવાનું કહેવામાં આવી રહ્યું છે તે બનાવટી છે.પ્રથમ તબક્કામાં ૨૫૬ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.સોનાના આભૂષણો પર હોલમાર્કિંગ એ કિંમતી ધાતુની શુદ્ધતાનું પ્રમાણપત્ર છે.તે આજ સુધી સ્વૈચ્છિક હતો.

૨૫૬ જિલ્લાઓમાં થઇ ચુકી છે આજે હોલમાર્કિંગ ની સીસ્ટમ :

IMAGE SOUCRE

સરકારે સોનાના હોલમાર્કિંગના પ્રથમ તબક્કાના અમલીકરણ માટે ૨૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૨૫૬ જિલ્લાઓની ઓળખ કરી છે.રાજ્યોની સૂચિમાં, તમિલનાડુના મહત્તમ ૨૪ જિલ્લાઓને સોનાની ફરજિયાત હોલમાર્કિંગના અમલીકરણ માટે ઓળખવામાં આવ્યા છે.તે પછી ગુજરાતના ૨૩ જિલ્લાઓ અને મહારાષ્ટ્રના ૨૨ જિલ્લાઓ આવે છે.પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશના લગભગ ૧૯ જિલ્લાઓને સોનાની ફરજિયાત હોલમાર્કિંગ માટે ઓળખવામાં આવ્યા છે.

IMAGE SOURCE

હાલ, સરકાર દ્વારા શક્ય બને તેટલા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે, લોકોમાં સોના પ્રત્યેની જાગરૂકતા વધે અને એકદમ શુદ્ધ સોનું લોકો સુધી પહોંચે. હાલ, હોલમાર્કિંગ ને લઈને અનેકવિધ ફેક ન્યુઝ ગામમા ફરતી થઇ રહી છે ત્યારે આપણે એ અંગે અવશ્ય સાવચેતી રાખવી કે કોઈપણ વાઈરલ ન્યુઝની યોગ્ય ચકાસણી કર્યા વગર તેના પર વિશ્વાસ કરવો નહિ. હવેના સરકારના પ્રયત્નો બાદ હોલમાર્કિંગ યુક્ત સોનુ લોકો સુધી પહોંચશે અને લોકો છેતરપીંડીનો શિકાર બનતા અટકશે એવું લાગી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong