હિંદુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ રહે છે. હિંદુ પંચાંગ અનુસાર ફાગણ મહિનાની પૂર્ણિમાએ હોળી મનાવાય છે. હોળીનું પર્વ મુખ્ય રીતે રંગનો તહેવાર છે. આ દિવસે લોકો એક થઈને ખુશીઓ મનાવે છે અને સાથે એક મેકના પ્રેમમાં ડૂબી જાય છે. આ સાથે જ તેઓ પોતાની ખુશી જાહેર કરે છે. આ વર્ષે હોળીકા દહન 28 માર્ચે છે અને ધૂળેટીનો એટલે કે રંગની હોળીનો તહેવાર 29 માર્ચે છે. આ દિવસે લોકો એકમેક પર ગુલાલ નાંખે છે. રંગોની હોળી પારંપરિક રીતે 2 દિવસ સુધી ઉજવાય છે. પહેલા દિવસે હોળિકા દહન અને પૂજાનું મહત્વ રહે છે તો બીજા દિવસે ખુશીઓ વહેંચવાની સાથે રંગોનું મહત્વ રહે છે.

હોળીના તહેવારની તારીખ અને શુભ મૂહૂર્ત
- પૂર્ણિમા પ્રારંભ – 28 માર્ચ મોડી રાતે 3.27 મિનિટ
- તિથિ સમાપ્ત – 29 માર્ચ મોડી રાતે 12.17 મિનિટ
- હોળીકા દહન – રવિવાર – 28 માર્ચ
- હોળીકા દહન મૂહૂર્ત- સાંજે 6.37 થી રાતે 8.56 સુધી
- હોળીકા દહનનો સમય- 2. 20 મિનિટનો
- ધૂળેટીનો તહેવાર – સોમવાર -29 માર્ચ
- ભદ્રા પૂંછ- સવારે 10.13થી સવારે 11.16 મિનિટ સુધી
- ભદ્રા મુખ – સવારે 11.16થી 1 વાગ્યા સુધી
હોળીનું મહત્વ

માન્યતા છે કે ઘરમાં સુખ અને શાંતિ તથા સમૃદ્ધિ માટે હોળીની પૂજા કરવામાં આવે છે. હોળિકા દહન માટે કાંટાદાર ઝાડીઓ અને લાકડા ભેગા કરાય છે આ પછી શુભ મૂહૂર્તમાં હોળિકા દહન કરાય છે.
હોળીનુ પૌરાણિક મહત્વ અને કથા

માન્યતા છે કે હોળીકા દહનના દિવસે સ્વયં ભગવાન માની બેઠા કે હિરણ્યકશિપુએ ભગવાનની ભક્તિમાં લીન પોતાના પુત્ર પ્રહલાદને હોળીકાની મદદથી જીવતા સળગાવી દેવાની કોશિશ કરી હતી. ભગવાને ભક્ત પર પોતાની કૃપા કરી અને પ્રહલાદને માટે બનાવેલી ચિતામાં સ્વયં હોળિકા બળીને મરી ગઈ. આ દિવસથી હોળિકા દહનની પરંપરા પણ છે. હોળીકા દહનના બીજા દિવસે આનંદ અને ઉલ્લાસના ભાગ રૂપે રંગથી રમવાની મજા લેવાય છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,