જલ્સા કરોને જેંતીલાલ

હોળાષ્ટક : શું કાર્ય ના કરવા જોઈએ અને ક્યારે થશે પૂર્ણ વાંચો જાણવા જેવી માહિતી…

૧૩ માર્ચથી બેસી રહ્યા છે હોળાષ્ટક, ભૂલથી પણ ન કરો શુભકાર્ય આ વર્ષ હોળાષ્ટક ૧૩ માર્ચ ,બુધવારથી શરૂ થઇ રહ્યા છે,જે ૨૦ માર્ચ હોળી દહન સાથે સમાપ્ત થઈ જશે એ ટલે કે આઠ દિવસ સુધી આ હોળાષ્ટક દોષ રહેશે.જેમા શુભકાર્ય વર્જિત છે.

ભારતીય મુહૂર્ત વિજ્ઞાન અને જ્યોતિષ શાસ્ત્ર પ્રત્યેક કાર્ય માટે શુભ મુહૂર્ત ની શોધ કરી તેને કરવા માટે અનુમતિ આપે છે.કોઈપણ કાર્ય જે શુભ મુહૂર્ત માં કરવામાં આવે છે તો તે ઉત્તમ ફળ પ્રદાન કરવાવાળુ હોય છે.આ ધર્મધુરીથી ભારતીય ભૂમીમાં પ્રત્યેક કાર્યને સુસંસ્કૃત સમયમાં કરવામાં આવે છે,અર્થાત એ વો સમય જે તે કાર્યની પૂર્ણતા માટે ઉપયુક્ત હોય.

આ રીતે દરેક કાર્યની દ્રષ્ટિ થી તેના શુભ સમયને નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેમ કે ગર્ભાધાન, વિવાહ, પુંસવન, નામકરણ, મુંડન, વિદ્યારમ્ભ, ગૃહપ્રવેશ અથવા નિર્માણ,ગૃહશાંતિ,હવન યજ્ઞ કાર્ય,સ્નાન,તેલ મર્દન વગેરે કાર્યો માટે સાચો અને ઉપયુક્ત સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે.

આ શુભ કાર્ય છે વર્જિત.

આ પ્રકારે હોળાષ્ટકને જ્યોતિષની દ્રષ્ટિ એ એ ક દોષ માનવામાં આવે છે,જેમા વિવાહ,ગર્ભાધાન ,ગૃહપ્રવેશ,નિર્માણ જેવા શુભકાર્ય કરવા વર્જિત છે.આ સમય વિશેષ રૂપથી વિવાહ, નવનિર્માણ કે નવુ કામને શરૂ ન કરવું જોઈએ .એ વુ જ્યોતિષ શાસ્ત્રોનું કહેવુ છે. અર્થાત આ દિવસોમાં કરવામાં આવેલ કાર્યોથી કષ્ટ ,અનેક પીડાઅોની આશંકા રહે છે તથા વિવાહ વગેરા સંબંધ તૂટવા અને કલેશનો શિકાર બની જાય છે કે પછી અકાળ મૃત્યુનુ જોખમ કે બિમારી થવાની આશંકા વધી જાય છે.

લેખન સંકલન : જલ્સા કરોને જેંતીલાલ ટીમ,

આપને આ પોસ્ટ કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, તમારા શબ્દો અમારો ઉત્સાહ વધારશે. દરરોજ તમે અમારા પેજ પર વાંચી શકો છો ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ, તમારા મિત્રો અને પરિવારજનોને પણ પેજ લાઈક કરવા જણાવો.

Exit mobile version