જલ્સા કરોને જેંતીલાલ

વિસ્મય શાહથી પર્વ શાહ સુધી લોકોએ કર્યા હિટ એન્ડ રન કેસ, કોઈ જામીન પર મુક્ત તો કોઈ જેલમાં, જાણો ગુજરાતની સ્થિતિ

ટ્રાફિક પોલીસ અને અનેક નિયમો બાદ પણ પણ કાયમ એક્સિડન્ટનાં ઘણાં કેસો સામે આવી રહ્યાં છે. ઘણાં પરિવારો આ એક્સિડન્ટમાં તબાહ થઈ ચૂક્યા છે. નિયમોને નેવે રાખીને લોકો પોતાનાં પરિવાર અને અન્ય પરિવારોની કોઈ પરવાહ કર્યાં વગર સ્પીડથી વાહન ચલાવી રહ્યાં હોય છે. આવા જ અમુક લોકો જેમની ભૂલની સજા કોઈ નિર્દોષ પરિવાર જેલી રહ્યો છે તેમના વીશે અહીં વાત કરવામાં આવી છે. અમદાવાદમાં શહેરના શિવરંજની પાસે પર્વ શાહ નામનો એક યુવાન એક શ્રમજીવી પરિવારને પોતાની સ્પીડની આડમાં શિકાર બનાવ્યા હતા.

image source

આ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું. તે મહિલાને ત્રણ સંતાનો હતાં. તે ઘટના એટલી હદે કરુણ હતી કે જ્યારે જ્યારે કોઈ હિટ એન્ડ રનની ઘટના બને ત્યારે સૌથી પહેલા સલમાન અને વિસ્મય શાહના હિટ એન્ડ રન કેસનો ઉલ્લેખ થયા વિના રહે નહીં. ઠેર ઠેર ટ્રાફિક પોલીસ અને કેમેરા બાદ પણ નવાઈની વાત એ છે કે હિટ એન્ડ રન મામલે ગુજરાત દેશભરમાં 10મા નંબર પર છે. મળતી માહિતી મુજબ મોટા ભાગના હિટ એન્ડ રન કેસમાં કારચાલક માલેતુજાર અથવા તો રાજકીય વર્ગ જ ધરાવતો હોય છે. આ કારણે તેઓ હંમેશા પોલીસ પકડથી બચી જતાં હોય છે. આ યાદીમાં અમદાવાદના વિસ્મય શાહથી લઈને સુરતના અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા સહિતનાં ઘણાં નામો સામેલ છે જે વિશે અહી વાત કરવામાં આવી છે.

image source

વાત કરીએ અમદાવાદનો વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસ વિશે તો તે ઘટનાં 24 ફેબ્રુઆરી 2013ના રોજ બની હતી જ્યાં વિસ્મય શાહ પોતાની BMW લઈને જઈ રહ્યો હતો અને તેણે જજીસ બંગલો રોડ પર બે બાઇકસવારને અડફેટે લીધા હતા. તે બે બાઈક સવારના નામ શિવમ અને રાહુલ હતાં અને બંનેના આ એક્સિડન્ટમાં મોત થયાં હતાં. એક્સિડન્ટ કર્યાં બાદ વિસ્મય શાહ ફરાર તરત જ ઘટનાં સ્થળેથી ફરાર થઇ ગયો હતો. જો કે ત્યારે વિસ્મય વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ફરિયાદ થઇ હતી જે પગલે 27 ફેબ્રુઆરી 2013ના રોજ વિસ્મય શાહ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.

image source

કેસની ગંભીરતાને જોતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિસ્મયને 5 વર્ષની સજા ફટકારી હતી. આ સાથે બંને બાઈક ચાલક રાહુલ-શિવમનાં માતા-પિતાને 5-5 લાખ વળતર આપવા આદેશ કર્યો હતો. આ પછી વિસ્મયે હાઈકોર્ટમાં પણ આ માટે અરજી કરી હતી. પરંતુ હાઈકોર્ટે તેની સજા યથાવત્ રાખી હતી. આ બાદ પણ વિસ્મય શાહે હાઈકોર્ટના નિર્ણયને પડકારતા સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી. આ પછી સુપ્રીમ કોર્ટે આખા કેસને જોતાં વિસ્મયની અરજી ફગાવી દીધી હતી અને ઉલટાનું તેને તાત્કાલિક આત્મસમર્પણ કરવા આદેશ કરવામાં આવ્યો હતો.

આ સાથે વાત કરવામાં આવે તેની સજા યથાવત રાખવાના કારણો વિશે તો તે માટેના પાંચ કારણ સામે આવ્યાં છે જે નીચે મુજબ છે.

આવા જ એક અન્ય કિસ્સા વિશે વાત કરીએ તો તે છે સુરતનો. અહી અતુલ બેકરીના માલિકે અડફેટે લેતાં યુવતીનું મોત થયું હતું. આ વિશે વિગતે વાત કરીએ તો આ ઘટનાં સુરત શહેરમાં માર્ચ, 2021માં યુનિવર્સિટી રોડ પર એસ.ડી.જૈન સ્કૂલ પાસે બની હતી. અહી રાત્રે સાડા આઠ વાગ્યે લકઝુરિયસ કારના ચાલકે બે ટૂ-વ્હીલર ચાલકને ઉડાવી દીધા હતા. જાણવા મળ્યું છે કે અતુલ બેકરીનો માલિક અતુલ વેકરિયા દારૂના નશામાં કાર ચલાવતો હતો. આ દરમિયાન ઘટનાં સ્થળે જે લોકો હતાં તેમણે અતુલ બેકરીના માલિકને પકડી પોલીસને સોંપ્યો હતો અને એક્સિડન્ટનો શિકાર બનેલી યુવતી ઉર્વશી મનુ ચૌધરીને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ પછી ત્યાં તેનું મોત થયું હતું. જાણવા મળ્યું છે કે આ મૃતક યુવતી વેસુ અભિષેક પાર્કમાં રહેતી હતી. તે યુનિવર્સિટીમાં નોકરી કરતી હતી.

image source

ઘટના સ્થળે રહેલાં લોકોએ કહ્યું હતું કે અતુલ વેકરિયાને પીસીવાનમાં બેસાડવા આવી રહ્યો હતો તે સમયે પણ અતુલ વેકરિયા ચાલવાની સ્થિતિમા પણ ન હતો. એ વાત પણ સામે આવી છે કે તે અતુલ બેકરીનો માલિક અને ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતો હોવાના કારણે તેને રાહત મળી હતી. આ કેસમા પોલીસે પણ તેને અકસ્માતની હળવી કલમો લગાડી મામલો દબાવી દેવાના પ્રયાસ કર્યા છે. આ પછી જ્યારે સીસીટીવી ફોટાઓ સામે આવ્યા ત્યારે અતુલ વેકરિયા દારૂના નશામા જોવા મળ્યો હતો. આ સાથે તેનો નશાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને ત્યાર્બાદ તેના પર વધુ સકંજો કસવામાં આવ્યો છે.

image source

આ પછી પણ તેને માત્ર 24 કલાકમાં જામીન મળી ગયા હતા અને તે છૂટી ગયો હતો. આ અંગે જાણવા મળ્યુ હતુ કે પહેલાં સામાન્ય કલમો લગાવામા આવી હતી જે બાદ બે દિવસે સાપરાધ મનુષ્યવધની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને જ્યારે દારૂ પીધો હોવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે મોટર વ્હીકલ એક્ટ 185ની કલમ ઉમેરવામાં આવી હતી. નજર કરીએ ગુજરાતમા બનતા આવા કિસ્સાઓના સરેરાશ આંકડાઓ પર તો જ્યારે ફેબ્રુઆરી 2021માં વિધાનસભાના સત્ર દરમિયાન ગૃહમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે ગુજરાતમાં આત્મઘાતી સાબિત થઈ રહેલી ટ્રાફિક નિયમન વ્યવસ્થા સંદર્ભે સવાલ પુછ્યો હતો ત્યારે આ ચોકાવનાર આંક્ડાઓ સામે આવ્યા હતા. આ દરમિયાન જવાબમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લેખિતમાં સ્વીકાર્યુ હતું કે વર્ષ 2015થી 2019 દરમિયાન ગુજરાતમાં કુલ 11 હજાર 411 હિટ એન્ડ રનના બનાવો બન્યા છે.

image source

આ સાથે પાંચ વર્ષમાં અકસ્માત કરીને ભાગી છૂટવાના બનાવોમાં 6727 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે તો બીજી તરફ 6429 નાગરિકો ઘાયલ થયા હતા. નવાઇની વાત એ છે કે ગુજરાતમાં સૌથી વધુ ફ્લાઇ-ઓવર બ્રિજ અને ટ્રાફિક નિયમન માટે શ્રેષ્ઠતમ CCTV નેટવર્કની સુવિધા છે. આ છતા સુરત શહેર અને અન્ય જિલ્લામાં પાંચ વર્ષમાં હિટ એન્ડ રનમાં સૌથી વધુ કે છે જે આંક્ડોમ પૈકી 1254 નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને પોલીસ પણ આ અકસ્માતો કરીને છૂમંતર થયેલા 1642 આરોપીઓને પકડી પણ શકી નથી. સુરત બાદ હિટ એન્ડ રનમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે જે આંક્ડામા 945 નાગરિકોનાં મોત થયાં છે.

image source

નજર કરીએ વર્ષ 2017ના આંક્ડાઓ પર 18 હજાર 81 માર્ગ અકસ્માત થયા હતા. આ પૈકી 7289 વ્યક્તિનાં મોત થયાં હતાં. વાત કરવામા આવે ભારતની તો તેમા પણ ગુજરાત 10મા ક્રમે આવે છે. આવા કિસ્સઓ પરથી સાબિત થાય છે કે ગુજરાત પોલીસ રાજ્યમાં વાહન અકસ્માતોને રોકવામાં નિષ્ફળ રહી છે. આ પ્રકારના અકસ્માતોમાં દરરોજ સરેરાશ ત્રણથી વધુ નાગરિકોનાં મોત થઈ રહ્યાં છે. આ સાથે હિટ એન્ડ રન અર્થાત અકસ્માત કરીને ભાગી છૂટવાની ઘટનાઓ વધી છે. પાંચ વર્ષમાં ગુજરાતમાં 11 હજાર 411 હિટ એન્ડ રનના પોલીસ કેસ નોંધાયા છે જેના અડધો અડધ કેસમાં 5570 આરોપી વાહનચાલકો, માલિકોને હજુ પણ ખુલ્લે આમ ફરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version