હીટ સ્ટ્રોક થવાના કારણો , લક્ષણો અને સારવાર , ગરમીથી પરેશાન મિત્રો માટે ખાસ…

ગરમી ના દિવસો માં અવાર નવાર ન્યૂઝપેપર માં હીટ સ્ટ્રોક કે સન સ્ટ્રોક ના કારણે મૃત્યુ પામ્યા ના સમાચાર આવતા હોય છે. આ પરિસ્થિતિ નો કોઈ પણ વ્યક્તિ ને સામનો કરવો પડી શકે છે. ખાસ કરી ને બાળકો , વૃધ્ધો , રમતવીર કે તડકા માં કામ કરતા શ્રમિકો માં તેની વધુ અસર જોવા મળે છે.


મન માં સૌ પ્રથમ ઉદભવતો પ્રશ્ન કે હીટ સ્ટ્રોક કે સન સ્ટ્રોક છે શું?? અથવા તો ક્યાં કારણોસર થાય અને તેને કેવી રીતે અટકાવી શકાય. 10-20 વર્ષ અગાઉ આટલી બધી ગરમી નહોતી પડતી. દર વર્ષે પર્યાવરણ ની અસંતુલનતા ને લીધે તાપમાન વધતું જાય છે.પરંતું હવે ઉનાળા માં તાપમાન નો પારો 40 -45℃ પહોંચી જાય છે અને ક્યારેક એનાથી પણ વધુ પહોંચી જાય છે… લોકો ગરમી થી ત્રાહિમામ પોકારી જાય છે.

તમને એવું લાગે કે આપણે હીટ સ્ટ્રોક કે સન સ્ટ્રોક થી ગભરાવાની શુ જરૂર છે ?? અમને થોડું થવાનું છે ??તો તમારું અનુમાન ખોટું છે. દરેક વ્યક્તિએ એના માટે સાવચેતી લેવી જોઈએ. કોઈપણ વ્યક્તિ એનો ભોગ બની શકે છે. હીટ સ્ટ્રોક કે સન સ્ટ્રોક એટલે શું અને કેવી રીતે થાય?

* હીટ સ્ટ્રોક એ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે જેમાં માણસ નું શરીર અતિશય ગરમ થઇ જાય છે .પરસેવો થવાનું બંધ થઈ જાય અને જેમાં શરીર નું તાપમાન ઓછું નથી થતું પરંતુ શરીર નું તાપમાન વધતું જ જાય છે. જો તાત્કાલિક સારવાર ના મળે તો ધીરે ધીરે શરીર ના બીજા અંગો કામ કરવાનું બંધ કરી દે છે.


*સન સ્ટ્રોક એ હીટ સ્ટ્રોક નો જ એક પ્રકાર છે જે આકરા સૂર્યતાપ માં વધુ લાંબો સમય રહેવાથી થાય છે.

* હીટ વેવ ની સામાન્ય અસર પણ થઈ શકે છે જો તમે પ્રવાહી પૂરતા પ્રમાણ માં ના લેતા હોય કે પછી વધુ પડતી શ્રમ વાળી કસરત કરી હોય.

* ગંભીર હીટ સ્ટ્રોક માં જીવ નું જોખમ છે જેમાં શરીર નું તાપમાન કન્ટ્રોલ માં નથી આવતું અને સતત વધતું જ જાય છે.

બીજા પણ ઘણા પરિબળો છે કે તમને હીટ સ્ટ્રોક થવાની શકયતા વધી જાય છે. જેમ કે


* 4 વર્ષ થી નાના બાળકો કે 75 વર્ષ થી મોટા લોકો માં વધુ અસર થઈ શકે છે કેમકે તેમનું શરીર ધીરે ધીરે તાપમાન માં અનુકૂળ આવે છે.

* રમતવીરો અને શ્રમિકો ને પણ સૌથી વધુ જોખમ રહેલું હોય છે જ્યારે તડકા માં કામ કરે છે.

* ડિહાઇડ્રેશન એટલે શરીર માં પાણી નું પ્રમાણ ઓછું થાય.

* હાર્ટ ,કિડની કે લીવર ની ગંભીર બીમારી હોય તો પણ આ થવાની શક્યતાઓ છે.

* ડાયાબિટીસના દર્દીઓ એ પણ ખૂબ ધ્યાન મા લેવું જોઈએ.

* માનસિક બીમારી

* વધુ પડતું આલ્કોહોલનું સેવન

* વધુ પડતું વધારે વજન કે ઓછું વજન

* વધુ પડતી શ્રમ વાળી કસરતો

* વધુ પડતું હાઇ બ્લડ પ્રેશર

* વધુ પડતા ચુસ્ત કપડાં પહેરવા

* ઓછી હવા ની અવરજવર હોય એવી ગરમ જગ્યા એ વધુ સમય રેહવું.

* પાણી અને બીજા પ્રવાહી ગરમી માં ઓછા લેવા.

* સન બર્ન કે તાવ આવવા જેવી પરિસ્થિતિ હોય.

* વધુ લાંબો સમય બહાર ગરમી માં રેહવું.

* ઘર માં હોય એને પણ ગરમી ની અસર થઈ શકે છે એવું જરૂરી નથી કે તાપ માં જવાથી જ થાય છે.

બીજા પણ ઘણા કારણો જવાબદાર છે હીટ સ્ટ્રોક થવા માટે.

હવે એ જોઈએ કે હીટ સ્ટ્રોક થાય તો શું થાય…કેવી રીતે ખબર પડે કે હીટ સ્ટ્રોક ની અસર થઈ છે. ક્યાં લક્ષણો દેખાય જેને એની અસર થઈ હોય તે વ્યક્તિ ને…

* અસહ્ય માથા નો દુખાવો જેમાં પીડિત ને માથામાંથી કોઈ સતત અવાજ સંભળાય છે.

* એકદમ અશક્તિ લાગવી કે બીમાર હોય એવું લાગવું

* ઉલટી ઓ થવી

* મસલ્સ માં ખેંચાણ લાગવું

* ચામડી ગરમ અને લાલ થઈ જવી

* તરસ ના છીપાવી

* હૃદય ના ધબકારા વધી જવા

* યુરિન નો કલર ખૂબ ડાર્ક દેખાવો

* બેભાન થઈ જવું

* કન્ફ્યુઝન થવું કે સમજ ન પડવી શું થાય છે

બીજા પણ ઘણા લક્ષણો દેખાય શકે છે હીટ સ્ટ્રોક ની અસર થાય ત્યારે…

હવે જ્યારે હીટ સ્ટ્રોક ની અસર હોય કે એના લક્ષણો દેખાય તો શું કરવું ???


સૌ પ્રથમ 108 ને કોલ કરી ને બોલાવો . અને તે ના આવે ત્યાં સુધી તમે તે પીડિત ની મદદ કરી શકો છો નીચે દેખાડેલા ઉપાયો કરી ને પીડિત ને સૌ પ્રથમ હવા વાળી ઠંડી જગ્યા , પંખા નીચે કે એર કન્ડિશનર વાળી જગ્યા એ લઈ જવો.

* પગ ઊંચા રાખી ને પીડિત ને સુવડાવી દો

* તેના શરીર પર પાણી ના પોતા મુકવા. શરીર ની ચામડી ભીની કરવી જોઈએ જેથી શરીર નું તાપમાન ઓછું થાય..

* ગળા પર , પીઠ પર , બગલ માં બરફ ના પેક મુકવા.

* શરીર ના જે ભાગ પર ચામડી માંથી લોહી ની નળી ( બ્લડ વેસલ્સ) દેખાતી હોય ત્યાં ઠંડક કરવી જેથી શરીર નું તાપમાન નીચે આવે .

* પાણી , જ્યુસ , કે રિહાઇડ્રેશન પીણાં પીવડાવો જો તે પી શકે તો.

આ બધું જાણ્યા પછી એવો ચોક્કસ થી વિચાર આવે કે હીટ સ્ટ્રોક થી બચવા ના ઉપાયો ક્યાં છે? આના થી બચવા કેવા પગલાં લેવા જોઈએ.

* બપોરે 11 થી 3 વાગ્યા સુધી તડકા માં જવાનું ટાળો. અને જો જવું પડે એવું હોય તો ઢીલા ફિટિંગ વાળા સુતરાઉ કે કોટન ના કપડાં પહેરો.

* માથા પર ટોપી , દુપટ્ટો કે છત્રી નો ઉપયોગ કરો .

*સમયાંતરે પ્રવાહી લો.


*પાણી, છાશ ,લીંબુ પાણી જેવા પીણાં નો ઉપયોગ કરો.

*ઘર માં તાપ આવતો હોય ત્યાં ખસ ના પડદા લગાવો.

* રાતે ઘર ની બારીઓ ખોલી નાખો.

* ઘર માં નાનાં પ્લાન્ટ્સ વાવો.

* 2-3 વાર નાહવું અથવા ઠંડા કપડાં થી શરીર લૂછવું જેથી શરીરનું તાપમાન જળવાય રહે.

*ચા, કોફી , કોલ્ડ ડ્રિંક્સ નો ઉપયોગ ટાળો.

* તડકા માં વધુ પરિશ્રમ વાળું કામ ના કરવું.

* બંધ કાર માં લાંબો ટાઈમ ના બેસી રહેવું.

બાળકો માં હીટ વેવ થી થતી અસર માં તાવ અવવો બહુ જ સામાન્ય છે. ડૉક્ટર પણ કહે છે કે ગરમી નો તાવ કે સન સ્ટ્રોક ના લીધે તાવ આવ્યો છે. હવે તમેં ચોક્કસ થી તમારું અને તમારા ફેમીલી નું ધ્યાન ઉપરની બાબતો માં રાખશો. જેથી હીટ સ્ટ્રોક કે સન સ્ટ્રોક નો સામનો ના કરવો પડે કે થાય ત્યારે તમે સૂઝબૂજ થી સામનો કરી શકો.

સૌજન્ય : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)