સમગ્ર ભારતમાં એકમાત્ર કાચ જેવી સ્વચ્છ નદી ઉમંગોટ છે, જેમાં નદીનું તળિયું દેખાય છે

બાંગ્લાદેશની સીમા નજીક મેઘાલય રાજ્યમાં ભારતની ઉમંગોટ નામની નદી છે. આ નદીની ખાસ વાત એ છે કે નદીની મધ્યમાં જઈને તેના ચોખ્ખા પાણીમાં નદીનું તળિયું જોઈ શકાય છે.

હરિયાળી, ઝાડ, પર્વતો, નદીઓ, જંગલો અને ધોધ કુદરતી સુંદરતા નિહાળ્યા પછી આપણા હૃદયમાં આનંદનો અનુભવ થાય છે અને મનને શાંતિ મળે છે. આપણા દેશમાં ઉમંગોટ સિવાય એક પણ એવી સ્વચ્છ નદી નથી જેમાં નદીનું તળિયું જોઈ શકાય.

આ નદીનું નામ ઉમંગોટ નદી છે. આ નદી ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક પૂર્વ જૈનતા હિલ્સ જિલ્લાના એક નાની શહેર, ડોકી દ્વારામાંથી વહે છે. આ વિસ્તાર મેઘાલયની રાજધાની શિલોંગથી માત્ર 95 કિમી દૂર આવેલ છે.

તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બિઝનેસ કરવાના માધ્યમ તરીકે કામ કરે છે. આ નદીને મેઘાલયનુ સ્વર્ગ પણ કહેવામાં આવે છે જેના વિશે કોઈને ખબર પણ નથી. આ ઉમંગોટ નદીની ખાસ વાત એ છે કે તેનુ પાણી સંપૂર્ણપણે કાચ જેવું સ્પષ્ટ છે અને આ નદી માછીમારોનો મુખ્ય આધાર પણ છે. ઉમંગોટ નદી તેની પારદર્શિતા માટે લોકપ્રિય છે અને લોકો અહીં બોટિંગનો આનંદ ઉઠાવે છે.

આ નદીમાં કચરાનું કોઈ અસ્તિત્વ નથી. તેથી તે શુદ્ધ છે. બોટિંગના સમયે એવું લાગે છે કે તમે તેની પારદર્શિતાને કારણે કાચ પર હોડી ચલાવી રહ્યા છો. દરિયાકિનારે ઉમંગોટ નદીની ઊંડાઈ લગભગ 3 ફૂટની છે અને નદીની મધ્યમાં ઊંડાઈ 15 ફુટ સુધી જાય છે. સ્વચ્છતા ને લઈને અહીં બહુ કડક નિયમો છે જેને તમામ લોકોએ અનુસરવાના હોય છે.

બ્રિટિશરોએ તેના પર એક પુલ બાંધ્યો હતો, આ નદીમાં મોટી સંખ્યામાં માછલીઓ જોવા મળે છે. શિયાળામાં તે વધુ સુંદર અને સ્વચ્છ બની જાય છે. તેથી અહીં આવેલા બધા પ્રવાસીઓને કહેવામાં આવે છે કે, કોઈ એ અહીં ગંદકી ફેલાવી નહીં તેવી કડક સૂચના આપવામાં આવે છે.

આ ઉપરાંત જો કોઈ ગંદકી કરે તો તેના ઉપર કડક કાર્યવાહી તેમજ ભારે દંડ પણ વસૂલ કરવામાં આવે છે. આ નદીની મુલાકાત લેવા માટે ઉનાળાની સીઝન એકદમ બેસ્ટ છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી