સામાની ખીર – ઉપવાસમાં શીતળતા આપનાર આ ખીર બનાવો મન તૃપ્ત કરશે તમારું

સામાની ખીર

શિવરાત્રી, રામનવમી, શ્રાવણ મહિનામાં લગભગ લોકો ફરાળ કરતા હોય છે… તેમના માટે ખાસ સામાની ખીર…

સામગ્રી:

1 વાટકી સામો/ મોરૈયો,
7 વાટકી દૂધ,
1 વાટકી ખાંડ (સ્વાદ મુજબ),
ડ્રાય ફ્રુટ્સની કતરણ,
એલચી જાયફળનો ભુક્કો,

રીત:

– સૌ પ્રથમ સામો ધોઈને લઈ (ચોખા ભાત માટે ધોઈયે તેમ) 5-10 મિનિટ માટે પાણીમાં પલાળવો.

– એક જાડા તળિયાવાળા વાસણમાં સામો લઈ દૂધ ઉમેરી મીડીયમ તાપે ચડવા દેવો.

– દૂધ ઉકળે એટલે તેમાં ખાંડ ઉમેરી હલાવી ચડવા દેવું.

– વચ્ચે વચ્ચે હલાવતા રાહવે નીચે ચોંટી ન જાય એટલે.

– સામાનો દાણો ચડી જાય પછી ગેસ બન્ધ કરી દેવો.

– જેટલી ઘટ્ટ જોતી હોય તેટલી ખીરની કન્સીટન્સી રાખવી, જો વધારે દુધવાળી ભાવતી હોય તો દૂધ વધારે ઉમેરવું… જો ઘટ્ટ ભાવતી હોય પીકચર પ્રમાણે તો દૂધ બાળવું….

 

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી