હીરા જડિત એરપ્લેનની હકીકત જાણીને તમારી આંખો થઇ જશે ચાર, નવાઈ લાગશે આ હીરાઓ પાછળની કહાની જાણીને..

જાણો શું છે હકીકત, ડાયમંડ – સ્યૂટેડ એરપ્લેનની, ફોટો થયો છે એટલી હદે વાઈરલ કે દરેકને તેમાં બેસવા જવાની થાય છે ઉતાવળ… હીરા જડિત એરપ્લેન જોઈ રહ્યું છે તમારી જ રાહ… જાણો ક્યાં છે આવું સુંદર પ્લેન…

image source

યુ.એ.ઈ સંયુક્ત અરબ અમીરાતની પ્રખ્યાત એમિરેટ્સ એરલાઈન્સના એક એરપ્લેને અચાનક જ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયામાં તેના વાઈરલ થઈ રહેલા ફોટોઝ ચર્ચાનો અને આકર્ષણનો વિષય બની ગયું છે. આપને જણાવીએ કે મંગળવારે એમિરેટ્સ એરલાઈન્સે તેમના મુસાફરોને આકર્ષવા માટેની એક નવી રીત અપનાવી છે. આમાં આખેઆખા એરપ્લેનની કાયાપલટ કરીને તેને અંદરથી અને બહારથી હીરા જડિત જગારા મારતું બનાવી દીધું છે તેવી તસ્વીર તેમના જ ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ ઉપરથી પ્રસારીત થઈ છે. લોકો આ નવી ડિઝાઈનના એરપ્લેનને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને કુતૂહલતાવશ પૂછે છે, કે તે ક્યાંથી ક્યાં સુધી ઊડશે!

ફ્લાઈટ નંબર A380 છે, હીરાઓથી ચમકી રહી છે..

એમિરેટ્સની આ ફ્લાઈટ A380નો શેર થયેલો ફોટો જોઈશું તો એવું જણાશે કે આખેઆખી ફ્લાઈટ હીરાઓથી એકદમ સુંદરરીતે સજાવેલી છે. અરે એટલું જ નહીં, આ ફ્લાઈટ માત્ર બહારથી જ નહીં બલ્કે તેની અંદર બેસવાની સીટો, ટેબલ્સ અને શેલ્ફની ફરતે પણ હીરા જડવામાં આવ્યા છે. આખું પ્લેન એક ખાસ ઉત્સવ મનાવી રહ્યું હોય એ રીતે ચકચક્તિત થઈને ઝગારા મારતું દેખાય છે. અંદર રહેલા ફોટોમાં સાથે તેમના ગણવેશમાં એરહોસ્ટ્રેસ્ટ પણ સ્મીત કરીને ઊભી રહેલી દેખાય છે. આ તેમનો યુનિફોર્મ લાલ અને સફેદા કોમ્બીનેશનમાં એટલી હદે પ્રખ્યાત છે, કે જો તે ફોટો સાથે ન લખ્યું હોત ને કે આ એમિરેટ્સ એરલાઈન્સની ફ્લાઈટ્સ છે, તો પણ લોકો સમજી જાત.

અગાઉ, બોઈંગ 777 વિમાન પણ આ રીતે થઈ હતી સજાવટ…

સૂત્રો દ્વારા મળેલ સમાચાર મુજબ, ગતવર્ષ પણ એમિરેટ્સ એરલાઈન્સ કંપની તેમના ખાસ પ્રકારના વિમાન બોઈંગ 777ની પણ આવી જ રીતે હીરા જડિત સજાવટ કરી હતી અને તેનો ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

image source

હકીકત એ છે, કે આ અસલ હીરા નથી, આર્ટવર્ક છે…

આ ખાસ પ્રકારના હીરા જડેલ એરપ્લેન વિશેનું રહસ્ય જાવીએ તો તમને તે જાણીને ખૂબ નવાઈ લાગશે. તે હીરા – મોતી નથી પરંતુ એક ખાસ પ્રકારનું ડિઝાઈનર આર્ટ છે.

આ એક પ્રકારનું ક્રિસ્ટલ આર્ટવર્ક છે. જે પ્રખ્યાત ડિઝાઈનર સારા શકીલની કલા સૂઝથી બનાવવામાં આવ્યું છે. તેમણે ડિઝાઈનિંગ ક્ષેત્રે ઘણા પુરસ્કારો પણ મેળવ્યા છે. આ આખું પ્લેન અંદરથી તેમજ બહારથી એવીરીતે ચમકી રહ્યું છે કે જાણે એવું જ લાગે તે સાચા હીરાથી જડાયેલું છે. પ્લેનની અંદરનો વૈભવ પણ ખૂબ જ વિચારીને બનાવાયેલ છે. જેથી મુસાફરોને તેમાં બેસીને માણવાનું મન આપોઆપ થઈ જાય.

image source

લોકો એ એમાં બેસવાની ઉત્સુક્તા બતાવી…

થોડા સમયથી એરલાઈન્સ ઘણી કંપનીઓ નુક્સાનમાં જાય છે, અને વૈશ્વિક મંદિ વ્યાપી રહી છે. વગેરે જેવી ચર્ચાઓની સામે આ નવી ડિઝાઈનનું એરપ્લેન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ફોટોઝ જેવો શેર થયો છે, ત્યારે તેમાં કોમેન્ટ્સ સાથે એવું પૂછાઈ રહ્યું છે કે આ ફ્લાઈટ કયા શહેરથી ટેઈક ઓફ થશે અને કયા શહેરમાં લેન્ડ કરશે…

સોશિયલ મીડિયામાં પહેલાં તો તેના સાચા હોવાની હતી શંકા… 

image source

ખરેખર તો એટલું સુંદર અને ચમકીલું પ્લેન જોઈને દરેકની આંખોમાં પણ ચમક આવી જતી હતી. ત્યારે અમુક લોકોએ તેમના ટ્વીટર ઉપર તેની ખરાઈ કરવાના પણ પ્રશ્નો પૂછ્યા. પરંતુ આ તસ્વીરોની સાથે તેની ઉપર લખેલા કેપ્શને જ બધી શકાઓ દૂર કરી દીધી હતી. તેની ઉપર લખ્યું હતું, “પ્રેઝન્ટિંગ ધ એમિરાટ્સ બ્લિંગ ૭૭૭, જે સારા શકિલ દ્વારા ડિઝાઈન કરાવેલ છે.” તેમ છતાં લોકોએ અનેક પ્રશ્નો કોમેન્ટમાં કરીને આ પ્લેન માટે પોતાનો ઉત્સાહ અને આકર્ષણ દર્શાવ્યો હતો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ