હીરાના અબજોપતિ વેપારી સવજીભાઈએ સોશિયલ મિડિયા પર તેમને બદનામ કરનાર વિરુદ્ધ કરી ફરિયાદ

સુરતના કરોડપતિ હીરાના વેપારી સવજીભાઈએ પોતાને બદનામ કરનાર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

સુરતના આ વેપારી પેતાની દિલેરી માટે સમગ્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. તેઓ દિલ ખોલીને વાર તહેવારે પોતાના કર્મચારીઓને ખોબલે ખોબલે ભેટો આપે છે. તેમનું નામ છે સવજીભાઈ ધોળકિયા. તેઓ સુરતની જાણીતી ડાયમંડ કંપની હરેક્રિષ્ણા એક્સપોર્ટના માલિક છે.

image source

ગત દિવાળીએ તેમણે પોતાના કર્મચારીઓને દિવાળીને ભેટસ્વરૂપે કાર ગિફ્ટ કરી હતી. જે માટે તે સમયે તો તેમની ખુબ જ વાહવાઈ કરવામાં આવી હતી પણ તાજેતરમાં ફેસબુક પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેના કારણે હીરાના આ દાનવીર વેપારી ગુસ્સે ભરાયા છે.

image sourcec

વાસ્તવમાં આ પોસ્ટ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ફેસબૂક પેજ પર મુકવામાં આવી છે. જેમાં સવજીભાઈ ધોળકિયા પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમણે કર્મચારીઓને ગાડીઓ તો આપી દીધી પણ તેના હપ્તા ભરતાં મોઢે ફીણ આવી જાય છે. અને આ પેજ પર સવજીભાઈ વિશે એલફેલ પણ બોલવામાં આવ્યું છે.

image source

જે બાબતે સવજીભાઈએ સાઈબર ક્રાઈમ પોલીસને ફરિયાદ કરતી અરજી કરી છે. જેમાં પાંચ લોકોની અટકાયત કરવામા આવી છે. મળેલ અહેવાલ પ્રમાણે 15મી સપ્ટેમ્બરના રોજ ડાયમંડ વર્કર યુનિયને પોતાના ફેસબુક પરના પેજ પર હીરા વેપારી સવજીભાઈ ધોળકિયાની નીંદા કરતી પોસ્ટ મુકી હતી. જેના કારણે ગુજરાતી સોશિયલ મિડિયા પર ભારે વિવાદ શરૂ થઈ ગયો છે. ડાયમન્ડ યુનિયનના પેજ પર સવજી ભાઈ પર આક્ષેપ મુકવામા આવ્યો છે કે કે તેમણે ગાડી આપી દીધી પણ તેના હપ્તા ભરતાં અમારા હીરા કર્મચારીઓને તકલીફ પડી રહી છે. બોનસમાં આપવામાં આવેલી કાર બાબતે હકીકત શું છે તે હજુ સુધી સ્પષ્ટ રીતે જાણવામાં આવી નથી.

image source

પણ ફેસબુક પેજ પર આ રીતે વિરોધ દર્શાવવા બદલ તેમજ તેમના વિશે એલફેલ લખવા બદલ સવજીભાઈએ સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. અને તેમને બદનામ કરાયા હોવાનું જણાવી જવાબદાર વિરુદ્ધ પગલા લેવા માટે અરજી કરી છે.

image source

તેમની આ અરજીના વિરોધમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રતિનિધિઓએ પણ પોલિસ કમિશ્નર સમક્ષ રજુઆત કરી હતી. સવજી ભાઈની ફરિયાદને ધ્યાનમાં લઈને સાઈબર ક્રાઈમ પોલિસે પાંચ ડાયમંડ વર્કર યુનિયનના પ્રતિનિધિઓની અટકાયત કરી છે.

આજે ફેસબુક લોકો માટે એક મોકળુ મેદાન બની ગયું છે. લોકો સંપૂર્ણ પણે વાણી સ્વતંત્રતાનો લાભ લઈ રહ્યા છે અને પોતાના અભિપ્રાયો રજૂ કરી રહ્યા છે. તે પછી સામેવાળી વ્યક્તિને કઈ રીતે અસર કરી શકે છે તે જોવામાં નથી આવતું.

image source

થોડા સમય પહેલાં કાજલ ઓઝા વૈધે પણ અશ્વિન સાંકડસરિયા નામના એક ફેસબુક પેજ હોલ્ડર વિરુદ્ધ તેમના માટે અભદ્ર શબ્દો વાપરવા અને તેને પોસ્ટ કરવા માટે ફરિયાદ નોંધાવી હતી. વાસ્તવમાં સતત ત્રણ દિવસ સુધી પાસના નેશનલ કોર્ડિનેટર અશ્વિન સાંકડસરિયા જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય વિરુદ્ધ અપશબ્દો અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી પોતાના પેજ પર તેને પોસ્ટ કરી રહ્યા હતા. જો તમને કોઈ વ્યક્તિ પ્રત્યે ફરિયાદ હોય તો તેનો ઉકેલ તમારે કાયદેસર રીતો લાવવો જોઈએ નહીં કે સોશિયલ મિડિયા પર આક્ષેપો કે અપશબ્દો વાપરવા જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ