પાલક ચકરી બનાવો એક્દમ ન્યુ ને કલરફૂલ છે …

પાલક ચકરી (Palak Chakri)

બાળકોને અત્યારે વેકેશન ચાલે છે તો આખો દિવસ ઘરે હોય તો તેમને ઘડીવડી ભૂખ લાગી જતી ઈ હોય છે… તો તેમના માટે નાસ્તા માં આવું કંઈક હેલ્થી બનાવી તો??

બાળકો અને મોટાઓને લગભગ પાલક ઓછી ભાવતી હોય છે તો નાસ્તા રૂપી આકર્ષક ગ્રીન કલરની ચકરી આપીએ તો નાના અને મોટા હોંશે હોંશે ખાશે….

પાલક ચકરી માટે જોઈતી સામગ્રી:

  • 2 વાટકી પાલક,
  • 1 વાટકી ઘઉંનો લોટ,
  • 1.5 વાટકી ચોખાનો લોટ,
  • 1/2 વાટકી ખાટું દહીં,
  • 1 ચમચી મલાઈ/ઘી,
  • મીઠું,
  • 1 ચમચો લીલા મરચા અને આદુની પેસ્ટ,
  • તલ જરૂર મુજબ,
  • તેલ.

પાલક ચકરી બનાવવાની રીત:

સૌ પ્રથમ પાલકની ગ્રેવી કરવા તેમાં 1 ચમચો દહીં નાખી મિક્સરમાં ફેરવવું.
એક બાઉલમાં બને લોટ લઇ મિક્સ કરી લેવું.
પછી કુકરમાં પાણી લઈ તેમાં કાંઠલો કે કોઈ વાયર સ્ટેન્ડ મૂકી ગરમ કરવા મૂકવું.પછી કોઈ પણ સ્ટીલનો ડબ્બો કે કપડાં માં બને લોટનું મીક્ષણ લઇ લેવુ અને 3-4 સીટી કરી લેવી.
પછી લોટ ઠંડો થાય એટલે કથરોટમાં લઇ તેને દસ્તા વડે ભાંગી ચારણી વડે ચાળી લેવો.
પછી તેમાં બનાવેલ દહીં વાળી પાલકની ગ્રેવી, આદુ મરચાની પેસ્ટ, મીઠું, તલ, મલાઈ ઉમેરી મિક્સ કરવું જરૂર પડે તો દહીં ઉમેરવું, સ્મૂથ લોટ તૈયાર કરવો.હવે સંચાને તેલ વડે ગ્રીસ કરી લેવો તેમાં લોટ ભરવો..પ્લાસ્ટિક કે કાગળ પર ચકરી પાડી લેવી. ઉપરથી ક્યાંક ક્યાંક તલ લગાવી શકાય.

તેલ ગરમ થાય એટલે ચકરી તેલમાં નાખવી ગેસ ફાસ્ટ રાખવો અને ચકરી ઉપર ન આવે ત્યાંસુધી જારાને અડાડવો નહિ, નહીંતર ચકરી તૂટી જશે.  પછી ધીમો- મીડીયમ ગેસ કરી ગોલ્ડન ચકરી તળવી.તો તૈયાર છે પાલક ચકરી.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી