આ છે હિંદુ શાસ્ત્રો સાથે જોડાયેલી અમુક એવી શ્રાપિત ગાથાઓ જેના વિશે ભાગ્યે જ તમે જાણતા હશો

મિત્રો, આપણા હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથોમા અનેકવિધ એવા વરદાનો અને શ્રાપનુ વર્ણન કરવામા આવેલુ છે કે, જેના પાછળની વાસ્વિકતા આપણે ભાગ્યે જ જાણતા હોઈએ છીએ. આજે આ લેખમા આપણે અમુક ઐતિહાસિક શ્રાપ અને તેની પાછળની વાસ્તવિક ગાથાઓ વિશે માહિતી મેળવીશુ.

શ્રાપ – ૧ :

image source

પ્રભુ વિષ્ણુના સાતમા અવતાર શ્રી રામને અપ્સરા દ્વારા શ્રાપ મળ્યો હતો. તે અપ્સરા વાલી વનારની પત્ની હતી. જ્યારે સુગ્રીવ અને વાલી વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ હતુ ત્યારે તેમણે સુગ્રીવની મદદ કરી હતી અને વાલીની હત્યા કપટથી થઈ હતી. આ જાણીને તેમની પત્ની તારાએ શ્રીરામને શ્રાપ આપ્યો હતો કે, તે તેમની પત્ની સીતાને ગુમાવશે અને આવનાર જન્મમા તેમના પતિના હાથે જ તેમનુ મૃત્યુ થશે અને એવુ જ બન્યુ. જ્યારે તેમનો જન્મ શ્રી કૃષ્ણ તરીકે થયો હતો ત્યારે વાલીનો અવતાર શિકારી તરીકે થયો અને તેના હાથે જ તેમનું મૃત્યુ થયું હતું.

શ્રાપ – ૨ :

image soucre

મહાભારત યુદ્ધ બાદ જ્યારે શ્રીકૃષ્ણ ગાંધારીને આશ્વાસન આપવા પહોંચ્યા ત્યારે તેમણે શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો કે, જેમ પાંડવો અને કૌરવો પરસ્પર વિભાજનને કારણે નાશ પામ્યા હતા તેવી જ રીતે તમે અને તમારા બંધુઓ પણ નાશ પામશો.

શ્રાપ – ૩ :

image soucre

વાલ્મિકી રામાયણ મુજબ એકવાર રાવણ મહાદેવને મળવા કૈલાસ ગયા હતા. નંદિજીને ત્યાં જોઇને તે તેમના દેખાવને લીધે તે તેમના પર હસવા લાગ્યા અને તેમને વાનર તરીકે સંબોધ્યા. ત્યારે નંદીજીએ રાવણને શ્રાપ આપ્યો કે, તમારો વિનાશ પણ વાનરોના કારણે જ થશે.

શ્રાપ – ૪ :

image soucre

વાલ્મિકી રામાયણ પ્રમાણે એકવાર રાજા દશરથ જંગલમાં શિકાર કરવા ગયા હતા, ત્યારે તેણે આકસ્મિક રીતે એક પિતૃભક્ત શ્રવણ કુમારની હત્યા કરી નાખી. તેના માતાપિતા અંધ હતા. જ્યારે તેમને તેમના પુત્રના મૃત્યુના સમાચાર મળ્યા, ત્યારે તેણે રાજા દશરથને શ્રાપ આપ્યો કે, જેમ અમે પુત્રના વિયોગમાં અમારા જીવનનો ભોગ આપી રહ્યા છીએ, તેવી જ રીતે તમારું મૃત્યુ પણ પુત્રના વિયોગના કારણે થશે.

શ્રાપ – ૫ :

image soucre

શિવપુરાણ મુજબ દેવઋષિ નારદ પણ શ્રી લક્ષ્મીના સ્વયંવરમા પહોંચ્યા કારણકે, તે તેમનાથી મોહિત થયા હતા. તે જ સ્વયંવરમાં નારાયણ પણ પહોંચ્યા હતા. તેમણે પોતાની માયાથી દેવર્ષિ નારદનો ચહેરો વાનર જેવો કરી દીધો હતો અને આ કારણોસર જ નારદજીને છોડીને શ્રી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુનુ વરણ કરી લીધુ.

image soucre

જ્યારે નારદ મુનિને આ વાત વિશે ખ્યાલ આવ્યો ત્યારે તે ભગવાન વિષ્ણુ પર ખૂબ જ ક્રોધિત થયા અને ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે, જેમ તમે મને સ્ત્રી માટે વ્યથિત કર્યા છે. તે જ રીતે તમે પણ સ્ત્રી વિરહનું દુઃખ અનુભવ કરશો. તેમના શ્રાપને કારણે ભગવાન વિષ્ણુએ રામનો અવતાર કરવો પડ્યો અને તેમણે આ શાપ પૂર્ણ કર્યો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ