હિન્દુ મંદિરો પાછળ છે ચકિત કરનારું વિજ્ઞાન

1. ઇશ્વર તેમજ મનુષ્ય વચ્ચેની સાંકળ તરીકે ઇશ્વરના ઐશ્વર્યના ગુણગાન કરવા માટે પ્રાર્થના ઘર બનાવવામાં આવે છે. ધાર્મિક ઇમારતો બનાવવી અને તેમાં ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા માટે મનુષ્યએ પુરાણ કાળથી અલૌકિક જગ્યાઓનું નિર્માણ કર્યું છે. મંદિર બનાવવાની કળા એ માત્ર કળા નથી, તેની પાછળ વિજ્ઞાન પણ સમાયેલું છે. તેના દરેક પાસા નું – મૂર્તિના કદથી લઈને તેની દિશા અને તેને રાખવા માટેના પવિત્ર સ્થાન પાછળ પણ વિજ્ઞાન સમાયેલું છે. હા, મંદિર સ્થાપત્ય એ એક ઉચ્ચ વિકસિત વિજ્ઞાન છે.

2. એક મંદિર એક ઇમારત કરતાં ક્યાંય વિશિષ્ટ છેલોકો વિશ્વાસ, વિજ્ઞાન અને રહસ્યોના આધારે પ્રેરણાત્મક ઇમારતોના નિર્માણ પાછળ પુષ્કળ પૈસો તેમજ સમય ફાળવી શકે છે. આજના યુગમાં મંદિરોનું વિજ્ઞાન, હજારો વર્ષના સંશોધનો, અને વિકાસ આ બધું જ અલિપ્ત થઈ ગયું છે, તેમ જ તે માટેની સમજ પણ અલિપ્ત થઈ ગઈ છે. ભારતીય મંદિરો પાછળના વિજ્ઞાનને સમજીને આપણે તે પાછળ વાપરવામાં આવેલા બુદ્ધિ ચાતુર્ય, બળ અને ચમત્કારોને અનુભવી શકીશું અને જાણી શકીશું કે તે ખરેખર શાના માટે બનાવવામાં આવ્યા છે.

3. મંદિરના દૈવિ પાસાઓએક મંદિર પાંચ તત્ત્વો અને એક અધ્યક્ષ દેવતાના સમન્યયનું એક નાનકડું બ્રહ્માન્ડ હોય છે. એક મંદિર તેમાં બિરાજમાન દેવતાની એક શાખા સમાન છે જેની પોતાની સ્વતંત્ર બુદ્ધિ હોય છે અને તેના થકી ઉર્જાનું સતત પ્રસારણ થાય છે. આ ઉપરાંત મંદિરોની રચના એવી રીતે કવરામાં આવે છે કે જ્યાં તમારું મગજ આપમેળે ધ્યાનની અવસ્થામાં જતું રહે છે. આ અનુભવને પામવા માટે મંદિરના દરેક પાસાઓ, તેના સ્થાપત્યથી માંડીને પ્રાર્થના કરવા માટેની ધાર્મિક વિધિ, આ બધું જ સભાનપણે નક્કી કરવામાં આવે છે.

4. ઉર્જા કેન્દ્રોભારતના પૌરાણિક ભૂતકાળ તેમજ તેના મંદિરોમાં ઝાંખી કરીએ તો મંદિરના બાંધકામ પાછળના મૂળભૂત વિજ્ઞાનને છતું કરે છે. પ્રાર્થના તેમજ પુજાની જગ્યાથી વિશેષ મંદિરોનું એક એવી શક્તિશાળી જગ્યા તરીકે નિર્માણ કરવામાં આવ્યું હોય છે કે ત્યાં વ્યક્તિ સ્થાપિત ઉર્જાને આત્મસાત કરી શકે. મોટા ભાગના મંદિરોનું નિર્માણ જીવનના કોઈ એક ખાસ પાસાને સંબોધિત કરે છે અને મનુષ્ય તંત્રમાંના એક કે બે ચોક્કસ ચક્રોને સક્રિય કરવા માટેનું જ્ઞાન આપે છે.

5. મંદિરનું બંધારણમંદિરના મુખ્ય દેવતાની આસપાસ અથવા તે તરફ જતાં માર્ગની બન્ને દિશા પર હંમેશા એક કે તેથી વધારે તેનાથી નાના દેવતાઓની મૂર્તિને સ્થાપિત કરીને પૂર્ણ બનાવવામાં આવે છે. આ સ્થાપત્યોને જોતાં, એવો ખ્યાલ આવશે કે મંદિરોને કોઈ ચોક્કસ નમૂના, ચોક્કસ સમજ અને કારણને અનુસરીને વ્યક્તિ તેમજ સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.

6. મંદિરે દર્શન કરવા જવા પાછળના વૈજ્ઞાનિક કારણો
ભારતમાં જુદાં જુદાં કદ, આકાર, સ્થળના હજારો મંદિર આવેલા છે, પણ તેમાંના બધા જ વૈદિક રીતે બનાવવામાં આવ્યા નથી. એવું કહેવામાં આવે છે કે પૌરાણિક સમયમાં મંદિરનું નિર્માણ એવી જગ્યાએ કરવામાં આવતું જ્યાં પૃથ્વિનું ચુંબકિય તરંગ તિવ્ર રીતે પસાર થતું હોય. જો કે આ ચુંબકિય તરંગને કેવી રીતે શોધવામાં આવતું હતું તેની કોઈ જાણકારી નથી. પણ આપણે જે રીતે આપણા પૌરાણિક સંતો વિષે તેમજ તેમના પરંમ જ્ઞાન વિષે સાંભળ્યું છે તે પરથી કહી શકાય કે તે માટે તેમણે કોઈક રસ્તો ચોક્કસ શોધી લીધો હશે.

7. મુખ્ય દેવતાનું સ્થાન
પૌરાણિક મંદિરો વ્યૂહાત્મક રીતે એવી જગ્યાએ બનાવવામાં આવતા હતા કે જ્યાં હકારાત્મક ઉર્જા ચુંબકિય તેમજ વિજ તરંગ યોગ્ય રીતે વિભાજીત થયેલા હોય અને સતત પ્રાપ્ય રહે. મુખ્ય મૂર્તિને મંદિરના ગર્ભગૃમાં રાખવામાં આવે છે. હકીકતમાં સમગ્ર મંદિરનું નિર્માણ મૂર્તિની સ્થાપના કર્યા બાદ કરવામાં આવતું હતું. માટે મુખ્ય દેવતાની મૂર્તિ જે જગ્યાએ પૃથ્વિનું ચુંબકિય ક્ષેત્ર વધારે સક્રિય હોય ત્યાં જ મુકવામાં આવતી.

8. મૂર્તિ નીચેની ધાતુની પ્લેટ
મોટા ભાગના મંદિરોમાં આપણે જોઈએ છીએ કે ભગવાનની મૂર્તિને એક તાંબાની પ્લેટ પર મુકવામાં આવી હોય છે. તે પાછળનું કારણ શું હોઈ શકે ? એવી પ્રબળ માન્યતા છે કે તાંબુ એ પૃથ્વિના ચુંબકિય તરંગોને શોષે છે અને તેને પોતાની આસપાસ પ્રસરાવે છે. માટે જે વ્યક્તિ મંદિરની નિયમિત મુલાકાત લેતું હોય અને મુર્તિની ઘડિયાળની દિશામાં પ્રદક્ષિણા કરતું હોય તેના પર ચુંબકિય તરંગો પ્રતિબિંબિત થાય છે. આ એક ખુબ જ ધીમી પ્રક્રિયા છે અને આમ કરવાથી એક નિયમિત મુલાકાતી ધીમેધીમે કરતાં હકારાત્મકતા અનુભવવા લાગે છે.

9. ભગવાનની ઓરડીની બનાવટ તમને તાણ મુક્ત રહેવામાં મદદ કરે છેજો તમે જોયું હશેતો મંદિરમાં ભગવાનનનો રૂમ ત્રણે દિશાએથી બંધ હોય છે. તે બધા જ પ્રકારની ઉર્જાની અસરને વધારે છે. તે રૂમમાં આવેલો લેમ્પ ગરમ ઉર્જાને પ્રસરાવે છે અને તેમાં રહેલા પુજારીને પણ પ્રકાશ પુરો પાડે છે. ઘંટ વાગવા અને પ્રાર્થનાઓનો ગણગણાટ આ બધું પ્રાર્થના કરનારને અચેતનાવસ્થામાં લઈ જાય છે જો કે તેનાથી તેનું મગજ અસ્થિર નથી થતું. જ્યારે પ્રાર્થના સમૂહમાં કરવામાં આવે છે ત્યારે લોકો પોતાની અંગત સમસ્યાઓ થોડીવાર માટે ભૂલી જાય છે અને માનસિક તાણથી મુક્ત થાય છે.

10. પવિત્ર સુવાસ
ફુલ તેમજ બળતા કપૂરમાંથી આવતી સુગંધ એક પ્રકારની રાસાયણિક ઉર્જા પેદા કરે છે જેના દ્વારા એક પવિત્ર સુવાસ ફેલાય છે. આ બધા જ પ્રકારની ઉર્જાઓને મૂર્તિ, તેની નીચેની તાંબાની પ્લેટ અને ભગવાનની પુજા કરતી વખતે વાપરવામાં આવતા સાધનોમાંથી ઉત્પન્ન થતી ઉર્જા એક અનોખી ઉર્જાનું નિર્માણ કરે છે. જ્યારે તમે સાંજની આરતી માટે મંદિરમાં જાઓ છો અને મંદિરના કપાટ ખુલે છે ત્યારે તેમાંની સમગ્ર હકારાત્મક ઉર્જા ત્યાં હાજર દરેક પર ફરી વળે છે.

11. પવિત્ર પાણી – ચરણામૃત
દહીં, મધ, દુધ, ખાંડ અને નારિયેળ પાણી કે જેના દ્વારા આપણે તાંબાની મૂર્તિ સાફ કરીએ છીએ તેમાંથી ચરણામૃત બને છે જે આપણા માટે આશિર્વાદરૂપ છે. આ ઉપરાંત, આ પવિત્ર પાણીમાં તુલસીના પાન અને કપૂર હોવાથી તે વિવિધ જાતના રોગો સામે રક્ષણ પણ આપે છે જેમ કે ઉધરસ, શરદી વિગેરે.

12. મંદિરના ઘંટનો જાદૂ
મંદિરના ઘંટ પાછળ એક અલગ જ વૈજ્ઞાનિક કારણ છે. તે કંઈ કોઈ સામાન્ય ધાતુનો બનેલો નથી હોતો. તે વિવિધ જાતની ધાતૂઓના મિશ્રણથી બનેલો હોય છે જેમાં કેડિમિયમ, શીશુ, તાંબુ, ઝિંક, નિકલ, ક્રોમિયમ અને મેન્ગેનિઝનો સમાવેશ થાય છે. તેમાં તે દરેકનું વપરાયેલું પ્રમાણ પણ નક્કી હોય છે અને તેની પાછળ પણ વિજ્ઞાન કારણરૂપ છે. આ દરેક ઘંટને એક ચોક્કસ અવાજ ઉત્પન્ન કરવા માટે બનાવવામાં આવ્યો હોય છે. તેનો ધ્વનિ તમારા ડાબા તેમજ જમણા મગજની એકરસતા નિર્માણ કરે છે.

13. તમે જ્યારે ઘંટ વગાડો છો ત્યારે શું થાય છે?
જે ક્ષણે તમે ઘંટ વગાડો છો તે જ ક્ષણે ઘંટ એક તીક્ષ્ણ તેમજ ખુબ લાંબો ધ્વનિ ઉત્પન્ન કરે છે જે ઓછામાં ઓછો સાત સેકન્ડ સુધી પડઘાય છે. જે તમારા શરીરમાંના સાત હિલિંગ ચક્રોને સ્પર્શે છે. જે ક્ષણે ઘંટનાદ થાય છે તે જ ક્ષણે તમારા મગજમાંથી એકાએક બધા જ વિચારો ખાલી થઈ જાય છે. અચાનક તમે એવી સ્થિતિમાં મુકાઈ જાઓ છો કે તમે શૂન્ય મનસ્ક થઈ જાઓ છો. આ એક સજાગ સૂન્ય મનસ્કતા હોય છે.

14. શું તમે ક્યારેય કોઈ જુના મંદિરમાં જીવાત જોઈ છે?ઘંટ પાછળ બીજા કારણો પણ છે, મોટા ભાગના પૌરાણિક મંદિરોમાં ક્યારેય દરવાજા નથી હોતા અને તે મોટા ભાગે પર્વતાળ પ્રદેશો તેમજ જંગલોથી ઘેરાયેલા હોય છે માટે ત્યાં પ્રાણીઓ, જીવડાં, જીવાંત પક્ષીઓ વિગેરે હોવાની શક્યતા વધી જાય છે. પણ ઘંટનો નાદ તેમને ત્યાં રહેવા દેતા નથી અથવા તો વધારે સમય મંદિરમાં ટકવા દેતા નથી. માટે તમે જ્યારે કોઈ જુના મંદિરમાં જીવાતો ન જુઓ અને કોઈ ચાલુ મંદિરની જેમજ તેને ઉર્જામય જુઓ તો તેમાં નવાઈ પામવાની જરૂર નથી.

15. મૂર્તિ પુજા પાછળનું તર્ક
મૂર્તિઓ તમારા ફોકલ પોઈન્ટ તરીકે કામ કરે છે. આ ખ્યાલ તમારા ગર્ભ તેમજ તેમાં પસાર કરેલા નવ મહિનાની યાદ કરાવવા માટે છે. અહીં તમારા સાચા સામર્થ્યને યાદ કરાવવામાં આવે છે. નિરવતામાં તમારા વિચારો હકીકતમાં ફેરવાવાની સંભાવના વધી જાય છે. તે માટે જ લોકો કહેતા હોય છે કે “મારી પ્રાર્થના ફળી છે.” ખરેખર બધી જ પ્રાર્થનાઓમાં તે સાચી થવાની અપાર સમર્થતા હોય છે ખાસ કરીને તે સજાગ અવસ્થામાં કરી હોય ત્યારે. મંદિરમાંની મૂર્તિ તમારા વગર નિરર્થક છે. તે માત્ર તમારામાંના ફોકલ પોઇન્ટને જાગૃત કરે છે અને તમારા મન પર પ્રહાર કરે છે.

16. મંદિરની માત્ર ઉભા ઉભા મુલાકાત ન કરો પણ ત્યાં બેસો
પરંપરાગત રીતે એવી માન્યતા છે કે જ્યારે તમે મંદિરે દર્શન કરવા જાઓ ત્યારે માત્ર દર્શન કરીને જ બહાર ન નીકળી જાઓ પણ ત્યાં થોડીવાર માટે બેસવું પણ જોઈએ. તેમ નહીં કરો તો તમારા મંદિરે જવાનો કોઈ અર્થ નથી રહેતો. કારણ કે મંદિરો ઉર્જા મેળવવાનું જાહેર સ્થળ છે ત્યાં તમે તમારી જાતે જ ઉર્જા મેળવો છો અને તે કંઈ ઇન્સ્ટન્ટ નથી હોતું. મંદિરમાંથી હકારાત્મક ઉર્જા મેળવવા માટે તમારે ત્યાં થોડીવાર બેસવું પડે છે.

17. મંદિરમાં જૂતા નહીંમંદિરો એવી જગ્યા હોય છે જ્યાં શુદ્ધ ચુંબકિય તરંગો તેમજ હકારાત્મક ઉર્જાવાળા વિજ ક્ષેત્રો છે. પુરાણા દિવસોમાં, મંદિરો એવી રીતે બનાવવામાં આવતા કે મંદિર મધ્યેની જે ફરસ એટલે કે જમીન હોય છે તે હકારાત્મક તરંગોની સારી વાહક હોય છે જે આપણા પગમાંથી આપણા શરીરમાં હકારાત્મક ઉર્જાને પ્રસરાવે છે. માટે એ જરૂરી છે કે તમે ખુલ્લા પગે ચાલીને મંદિરના કેન્દ્ર માં જાઓ.

18. સ્વચ્છતા જ ઇશ્વરિયતા છે
પગરખા બહાર કાઢીને જવા પાછળ બીજું પણ એક કારણ એ છે કે તમે તે પગરખાં પહેરીને ગમે ત્યાં ફર્યા હોવ અને તે દ્વારા તમે મંદિરમાં પણ ગંદકી લઈ જાઓ. તેના કારણે મંદિરનું શુદ્ધ પવિત્ર, હકારાત્મક ઉર્જાવાળુ વાતાવરણ દૂષિત થાય છે અને નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહિત કરે છે.

19. કપૂર પ્રગટાવવું મંદિરનો ગર્ભ ગૃહ કે જ્યાં મૂર્તિ મુકવામાં આવી હોય છે તે મોટાભાગે અંધાર્યો હોય છે. તમે પ્રાર્થના માટે આંખો બંધ કરો છો અને જ્યારે આંખો ખોલો છો ત્યારે તમે આરતી માટે કપૂરને સળગતું જુઓ છો. આ જાંખો પ્રકાશ તમારામાંના પ્રકાશને સક્રિય કરે છે. કપૂર પ્રગટાવવાનું બીજું કારણ એ છે કે મંદિરમાંની મૂર્તિ તેની ગરમીને શોષે અને અમુક ચોક્કસ સમય માટે સમગ્ર ઓરડાને તરંગિત કરે.

20. પરિક્રમાઃ
મંદિરના ગર્ભગૃહમાં આવેલી મૂર્તિ દરેક પ્રકારની ઊર્જા જેમ કે ઘંટનાદ, કપૂરની ગરમીને શોષી લે છે અને તેના દ્વારા ઓરડામાંની હકારાત્મક ઉર્જા તરંગીત થાય છે જે કેટલોક સમય સ્થીર રહે છે. જ્યારે તમે તે ગર્ભ ગૃહની પ્રદક્ષિણા કરો છો ત્યારે તમે પણ તે હકારાત્મક તરંગોને શોષો છો અને તમારામાંની 5 ઇન્દ્રિઓ સક્રિય થાય છે.

21. શંખ ફૂંકવો
હિન્દુ ધર્મમાં, શંખમાંથી આવતા અવાજને પવિત્ર ધ્વનિ “ઓમ” સાથે સાંકળવામાં આવ્યો છે. “ઓમ” શબ્દને અખિલ શ્રૃષ્ટિના નિર્માણનો પ્રથમ નાદ કહેવામાં આવે છે. કોઈપણ શુભ કામની શરૂઆતમાં શંખ ફૂંકવો એ શુકન કહેવાય છે. શંખના નાદને સૌથી શુદ્ધ તેમજ પવિત્ર ધ્વનિ માનવામાં આવે છે. જે તાજગી તેમજ નવી આશા જન્માવનારો છે. જ્યારે મંદિરના હકારાત્મક ઉર્જા વાળા વાતાવરણમાં શંખને ફૂંકવામાં આવે છે ત્યારે તે અતિ શક્તિશાળી બને છે અને તેની શ્રદ્ધાળુઓ પર અદભુત અસર થાય છે. શંખ ફૂંકવાથી આફણા ફેફસાં પણ મજબુત થાય છે.

22. મંદિરો કોઈ પણ ધર્મના નથી હોતામંદિરો નથી હિન્દુના હોતા. મંદિરો કોઈ પણ જાતની માન્યતાઓના પણ નથી હોતા. મંદિર એ માત્ર એક માર્ગદર્શક સ્થળ છે. ચર્ચ તેમજ મસ્જિદો પણ આ જ ઉદ્દેશ પુરો પાડે છે. બધા જ રસ્તાઓ તમને એક જ જગ્યા પર દોરી જાય છે. જ્યારે તમને ધ્યાનનો સૌથી ઉંડો અનુભવ થઈ જાય છે ત્યારે તમે તમારામાં જ મંદિરનું નિર્માણ કરી લો છો.