બિન સાંપ્રદાયિકતાનો સંદેશો આપે છે આ મસ્જિદ, હિન્દુઓ કરે છે તેની દેખરેખ

આમ તો સમય સમય પર થતા કોમી રમખાણોએ સમાજના ભાગલા પાડવાનું કામ કર્યું છે. તેમ છતાં આપણા દેશમાં એવા ઘણા ઉદાહરણો છે જે આવા તોફાનો થવા છતાં ક્યારે પોતાનો ધર્મ નથી ભૂલતા. આવી જ એક મસ્જિદ કલકત્તામાં આવી છે જેનું નામ અમાનતી મસ્જિદ છે, અત્યારના સમયમાં બંગાળને લઈને મીડિયામાં સૌથી વધારે ચર્ચા થાય છે અને બંગાળમાં એક વિષેશ વર્ગને ખતરો છે તેવું કહેવામાં આવી રહ્યું છે, ત્યારે આવા વાતાવરણમાં પણ તમને જાણીને આંચકો લાગશે કે અમાનતી મસ્જિદનું સંચાલન મુસ્લિમ લોકો નહીં પણ હિન્દુ લોકોના હાથમાં છે.

પશ્ચિમ બંગાળના બરાસતમાં નાબાપલ્લીના પાર્થ સારથી બોસને ઈદના તહેવાર વખતે આખી રાત ઉંઘવા નહતું મળ્યું. આ બોસ પરિવાર ઘરની પાસે બનેલી તેમની મસ્જિદની સફાઈ અને સજાવટમાં વ્યસ્ત હતા. હૃદયપુર અને બરાસાતની વચ્ચે અમાનતી મસ્જિદ છે, આ વિસ્તારને બિન સાંપ્રદાયિકતાનું પ્રતિક માનવામાં આવે છે, જેની દેખરેખ હિન્દુઓ કરે છે.

બિન સાંપ્રદાયિકતાનું પ્રતિક છે આ મસ્જિદ. રિપોર્ટના અનુસાર, આ મસ્જિદ હૃદયપુર અને બારાસાતની વચ્ચે આવેલી આ મસ્જિદ બિન સાંપ્રદાયિકતાનો સંદેશો આપે છે. મસ્જિદના પ્રવેશ દ્વાર પર બંગાળીમાં લખ્યું છે કે, પ્રભુને પ્રણામ કરો, આ વાક્ય જ ઘણું બધી સમજાવી જાય છે. પ્રભુ શબ્દ સમાન્ય રીતે ચર્ચામાં અને પ્રણામ શબ્દનો ઉપયોગ મંદિરોમાં થાય છે.

રસપ્રદ બાબત એ છે કે આ મસ્જિદની દેખરેખ નોપાબલીમાં રેહતા પાર્થ સારથી બોસ અને તેમનો પરિવાર કરે છે. અને અહીં એક કે બે વર્ષથી નહીં પરંતુ આ મસ્જિદનું સંચાલન 1960થી તેમના પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. બોસએ જણાવ્યું કે, પહેલા તેમની બધી સંપત્તિ બાંગ્લાદેશમાં હતી પરંતુ પછીથી તેમને નાબાપલ્લીમાં તે સંપત્તિના બદલામાં જમીન લઈ લીધી. આ દરમિયાન તે જમીન પર મસ્જિદ મળી.

બોસના અનુસાર, આ જમીનને તેમના પૂર્વજોએ કબજે લઈ લીધી તેના બાદ આ ભૂમિ પર બનેલી મસ્જિદની દેખરેખની જવાબદારી લીધી હતી. તેમજ તેમના દાદાએ મસ્જિદને ન તોડવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે તેને બધા ધર્મો માટે એક ધર્મસ્થળના રૂપમાં વિકાસ કરવો જોઈએ. તેના પછી આ અમાનતી મસ્જિદને તમામ ધર્મો માટે ધર્મસ્થળ તરીકે વિકસિત કરી દીધી.

આ મસ્જિદના ઈમામ અખ્તર અલીએ જણાવ્યું કે રોજ સાંજે સ્થાનિક લોકો મસ્જિદમાં આવે છે, જેમાં સૌથી વધારે સંખ્યા હિન્દુઓની હોય છે. મસ્જિદ જે જગ્યા પર છે, ત્યાં એક નાનો મુસ્લિમ મહોલ્લો છે. પરંતુ આ મસ્જિદ સુધી કાજીપારા, ચંદનપુર અને કોરા વગેરે વિસ્તારથી શ્રદ્ધાળુઓ પણ આવે છે. તેમજ દૂર દૂરથી લોકોની ભીડ અહીં ઉમટે છે. તેમજ આ મસ્જિદ તમામ ધર્મના લોકોને આકર્ષિત કરે છે.

બબ્બૂ ઈકબાલ, જે શનિવારની સવારે જલ્દી ઈદની નમાજ અદા કરવા માટે મસ્જિદ પહોંચે છે. તેમને કહ્યું કે, રમજાન મહીના દરમિયાન અમે ચંદનપુરથી અહીં નમાજ અદા કરવા માટે આવતા હતા. તેમને કહ્યું કે, અમારા વિસ્તારમાં પણ એક મસ્જિદ છે. પરંતુ આ અમારા પરિવાર માટે ખાસ જગ્યા છે. તેમજ તેઓ દર વર્ષે પોતાના બાળકોની સાથે અહીં આવે છે. તેમજ આ મસ્જિદ તેમના ઘરેથી એકદમ નજીક છે. તે સિવાય મોમિન અલીએ જણાવ્યું કે, આ મસ્જિદ ભલે નાની છે પરંતુ દૂર દૂરથી લોકો અહીં નમાજ અદા કરવા માટે આવે છે. તેમજ રમજાન મહીનામાં તો અહીં બહુ જ ભીડ હોય છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી