તમારી પત્નીને છે ચાર પતિ, વિશ્વાસ ન આવતો હોય તો વાંચી લો આ માહિતી…

હિન્દુ ધર્મમાં જ્યારે બાળક પેદા થાય છે, ત્યારે તેના 16 સંસ્કાર કરવામાં આવે છે. તેમાં એક સંસ્કાર છે ગૃહસ્થાશ્રમ. જે અંતર્ગત વિવાહ સંસ્કાર પણ આવે છે. વિવાહ સંસ્કાર એ આગામી પેઢીને વધારવા માટે કરવામાં આવતા સંસ્કાર છે. જ્યાં બે આત્માઓનો સમાવેશ થાય છે. વિવાહનો મતલબ છે વિશેષ રૂપથી વહન કરવું.હાલ 21મી સદીમાં લોકો મોર્ડન થતા જઈ રહ્યા છે, તે પોતાનો ધર્મ, રીત-રિવાજ અને માન્યતાઓને છોડતા જઈ રહ્યા છે. ભારતમાં પશ્ચિમી સભ્યતાનું ચલન હાલના દિવસોમાં બહુ જ જોવા મળી રહ્યું છે. જેને પગલે આપણા હિન્દુ ધર્મને લોકો ભૂલી રહ્યા છે. આપણો દેશ ઋષિ-મુનિઓનો દેશ છે, જ્યાં વેદ, પુરાણ, ગ્રંથ તમામ લખાયા છે. પરંતુ આજના નવયુવાનોને હિન્દુ ધર્મમાં કેટલાક વેદ છે, કેટલા પુરામ છે, એટલુ કે, મહાભારત અને રામાયણ વિશે પણ ખાસ ખબર હોતી નથી.આજે અમે તેમને વેદો સાથે જોડાયેલી કેટલીક વાત કહીશું, જેના પર તમને વિશ્વાસ નહિ થાય, પરંતુ આ વાત સાચી છે. શું તમે જાણો છો કે, તમે તમારી પત્નીના ચોથા પતિ છો. ઘબરાઓ નહિ, આ પાછળ એક ધાર્મિક વાત જોડાયેલી છે.હકીકતમાં જ્યારે તમારા લગ્ન થાય છે અને તમે મંડપમાં બેસો છો, અને સાત ફેરા લેવા માટે તૈયાર રહો છો. પરંતુ તમને ખબર નથી હોતી કે તમારી સામે બેસેલા પંડિત શું બોલી રહ્યાં છે. હકીકતમાં વૈદિ કપરંપરાનો નિયમ છે કે, દુલ્હનને તેના પતિ પહેલા તેનું સ્વામિત્વ અન્ય ત્રણ લોકોને સોંપવામાં આવે છે. સાથે જ નારી પોતાની ઈચ્છાનુસાર ચાર પુરુષોને પોતાનો પતિ બનાવી શકે છે. આ મર્યાદાનું પાલન કરવા માટે દુલ્હનનો વિવાહ પતિ પહેલા ત્રણ દેવતાઓ સાથે કરાવવામાં આવે છે. જેથી તે હંમેશા પોતાના પતિ પ્રત્યે સમર્પિત રહે. આ નિયમને પ્રાચીન કાળમાં ઉદ્દાલક ઋષિના પુત્ર શ્વેતકેતુએ લાગુ કર્યો હતો. જેનો આજ સુધી આપણે બધા પાલન કરી રહ્યાં છે.

જાણો કોણ છે ત્રણ પતિપંડિતજી સૌથી પહેલા દુલ્હનનો વિવાહ ચંદ્રમા સાથે કરાવે છે. એટલે કે દુલ્હન પર સૌથી પહેલો અધિકાર ચંદ્રમાનો હોય છે. બીજો અધિકાર વિશ્વાવસુ નામના ગંધર્વને આપવામાં આવે છે. જેના બાદ ત્રીજું સ્વામિત્વ અગ્નિદેવ અને અંતે ચોથું સ્વામિત્વ તેના પતિને આપવામાં આવે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી રસપ્રદ વાતો અને માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી