જલ્સા કરોને જેંતીલાલ

ધાર્મિક સહિષ્ણુંતાનું એક ઉત્તમ ઉદાહરણ, હીન્દુ અધિકારીએ પોતાના મુસ્લિમ ડ્રાઈવર માટે સંપૂર્ણ રમઝાન મહિનો કર્યા રોજા!

આજે રમઝાન ઇદના પવિત્ર દીવસે જાણો આ ધાર્મિક એખલાસનો દાખલો પુરો પાડતા પ્રસંગ વિષે.

મહારાષ્ટ્રના બુલધઆના વિસ્તારના ફોરેસ્ટ અધિકારી સંજય એન માલીએ પોતાના ડ્રાઈવર ઝફરની બદલે રોઝા રાખ્યા હતા.

તેમણે સંપૂર્ણ રમઝાન મહિનો રોઝા રાખ્યા હતા. અને રોઝાના નિયમનું પાલન કર્યું હતું.
વાત એમ થઈ કે રમઝાન મહિનો શરૂ થતાં પહેલાં સંજયે તેમનો ડ્રાઈવર મુસ્લિમ હોવાથી તે રોજા રાખવાનો છે કે નહીં તે પુછ્યું ત્યારે તેણે દુઃખી થતાં રોજા નહીં રાખી શકે તેવો જવાબ આપ્યો.

ત્યારે કારણ પુછતાં તેણે પોતે બીમાર હોવાથી રોજા નહી રાખી શકે તેમ જણાવ્યું. અને માટે જ સંજયને અંદરથી પ્રેરણા થઈ કે તે પોતાના ડ્રાઈવરની જગ્યાએ પોતે જ રોજાના ઉપવાસ કરે. અને ધાર્મિક એકતાનું એક ઉદાહરણ પુરુ પાડે.

રમઝાન મહિનો જ્યારથી ચાલુ થયો ત્યારથી એટલે કે 6 જૂનથી સંજયે રોઝાના ઉપવાસ શરૂ કરી દીધા હતા.

તેઓ રોજ સવારે ચાર વાગે ઉઠીને સહેરી લઈ લેતા હતા એટલે કે નાશ્તો કરી લેતા હતા. અને પછી છેક સાંજે સાત વાગે પોતાનો ઉપવાસ તોડતા.

સંજય માને છે કે સમાજમાં ધાર્મિક એકતા બનાવી રાખવા માટે દરેક વ્યક્તિએ પોતાના બનતા પ્રયાસો કરવા જોઈએ. તેમણે પણ તેમ જ કર્યું છે.

તેઓ જણાવે છે કે દરેક ધર્મ આપણને કંઈને કંઈ સારપ શીખવતો હોય છે. અને આપણે સૌએ પ્રથમ માનવતાને સ્થાન આપવું જોઈએ. ધર્મ માનવતા પછી આવે છે.

તેઓ રોઝા કરવાના અનુભવ વિષે જણાવે છે કે તેમને રોઝા રાખ્યા બાદ ખુબ જ તાજગી ફીલ થાય છે.

આપણી તો એવી જ ઇચ્છા અને પ્રાર્થના છે કે ભારત હંમેશા વિશ્વને કોમી એકતાનું ઉદાહરણ પુરુ પાડતું રહે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version