જલ્સા કરોને જેંતીલાલ

હિન્દી સિનેમાના ક્રાંતિવીર નાના પાટેકરના દીકરાનું જીવન જોશો તો નવાઈ લાગશે.

હિન્દી સિનેમાના ક્રાંતિવીર નાના પાટેકરના દીકરાનું જીવન જોશો તો નવાઈ લાગશે. લાઈમ લાઈટથી રહે છે સેંકડો દૂર અને કરે છે લોકોની નિસ્વાર્થ સેવા…બોલિવૂડના આ દિગ્ગજ અભિનેતાના પુત્ર જીવે છે સાવ સાદું જીવન અને કરે છે સમાજ સેવા…


આપણાં સમાજમાં પૈસાદાર વ્યક્તિની શક્તિ અને તેની વગ તેની આવડત અને તેમની ક્ષમતાને જોડવામાં આવે છે. વ્યક્તિની જેટલી નામના અને પૈસો હોય તેટલું તેનું મહત્વ વધારે તેવી માન્યતા થઈ ગઈ છે. પરંતુ આપણે તે નથી જોતાં કે એ વ્યક્તિ તેની શક્તિ અને પહોંચને કઈરીતે ઉપયોગ કરે છે. કઈરીતે પોતાનો પૈસો વાપરે છે. એવા પણ લોકો હોય છે જે માત્ર થોડીઘણી નામના મેળવવા પણ સામાજિક કાર્યો કરે છે. તો કોઈ ચૂપચાપ પોતાની ફરજ અને પહોંચ મુજબ પોતાનાથી થાય તેવી સમાજ ઉપયોગી કામગીરી કરી લેતા હોય છે.

જો કોઈ અભિનેતા કે ફિલ્મસ્ટાર હોય તો તેમનો સ્વભાવ પોતે આસમાનના સિતારા હોય તેવો થઈ જતો હોય છે. કોઈપણ સામાન્ય વ્યક્તિને મળવાનો કે કોઈને મદદ કરવા માટેનો પણ સમય નથી હોતો. કોઈને પોતાની પોઝીશન, અમીરાત અને પોપ્યુલારીટીનું અભિમાન પણ આવી જતું જોવા મળે છે. પરંતુ આપણાં બોલીવૂડમાં એક એવો પણ પરિવાર છે જેણે સફળતાની અનેક ઘણી ઉંચાઈ જોઈ હોય છે અને તેમ છતાં નકલી ચમકદમકથી અળગા રહે છે. તે છે આપણાં નાના પાટેકર તેમના પુત્ર અને તેમના પરિવાર વિશે…


નાના પાટેકર એક દિગ્ગજ કક્ષાના બોલિવૂડ અભિનેતા હોવા છતાં લાઈમ લાઈટથી રહે છે અને કરે છે જનકલ્યાણના કાર્યો…

નાના પાટેકરનું નામ બોલિવૂડમાં અજાણ્યું નથી. ફિલ્મ અગ્નીસાક્ષી તેમજ અન્ય અનેક ફિલ્મો માટે તેમને નેશનલ એવોર્ડ અને ફિલ્મફેર તેમજ સ્ક્રીન એવોર્ડ પણ મળેલ છે. નાના પાટેકરના અભિનય હુન્નર વિશે કહેવાય છે કે તેમના જેવું ગંભીર કિરદાર ભાગ્યે જ કોઈ અન્ય અભિનેતા નિભાવી શકે છે. તેમણે હિન્દી ફિલ્મો અને મરાઠી સિનેમા જગતમાં સારું એવું યોગદાન આપ્યું છે. નેવુંના દશક પહેલાંથી નાના પાટેકરની અનેક ફિલ્મોએ નામના મેળવી છે.

નાના પાટેકરની અનેક ફિલ્મો તિરંગા, પરિંદા, ક્રાંતિવીર અને યશવંત જેવી ફિલ્મોમાં તેમણે પડદા ઉપર પણ દેશદાઝની વાતો કરી છે. ગરીબોને અન્યાય અને દેશદ્રોહીઓને થતી સજા જેવા વિષયો ઉપર તેમણે કામ કર્યું જ છે. પરંતુ હાલમાં, ઘણાં સમયથી તેમણે કોઈ ફિલ્મમાં દેખા નથી દીધા પરંતુ કોઈને પણ આજ સુધી એવો ખ્યાલ નથી આવ્યો કે તેઓ હમણાં શું કરે છે?


ગરીબોની સેવા અર્થે નાના પાટેકરે કર્યું એવું કામ કે જે અત્યાર સુધીમાં કોઈએ બોલિવૂડમાંથી નથી કર્યું…

ઘણા સમયથી ફિલ્મી પડદે પણ જેમણે દેખા નથી દીધા એવા સમર્થ અભિનેતા નાના પાટેકરે પોતાનું જીવન ગરીબોને સમર્પિત કરી દીધું છે. તેઓ એક સાધારણ વ્યક્તિની જેમ જ જીવન વિતાવે છે. તેમણે પોતાની સંપત્તિ મહારાષ્ટ્ર સરકારને દાન કરી દીધી છે. જેમણે અભિનય ક્ષેત્રમાં પણ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. એજ રીતે સમાજ સેવી તરીકે પણ તેમણે એક અનોખી પહેલ કરી છે. પોતાના માતા સાથે એક નાનકડા મકાનમાં જ રહે છે. તેમના એક પુત્રનું નાની ઉંમરે અવસાન થયું છે અને થોડા સમય પહેલાં જ તેમના પિતાનું પણ અવસાન થયું હતું. તેઓ પત્ની સાથે રહેતા નથી પરંતુ તેમણે છૂટાછેડા પણ નથી આપ્યા.

નાના પાટેકરનું જીવન પણ એક સમયે ફિલ્મી વળાંક લીધું હતું જ્યારે એમને આ અભિનેત્રી સાથે થયો હતો પ્રેમ પ્રકરણ


ફિલ્મ અગ્ની સાક્ષી નાના પાટેકર માટે ખૂબ જ મહત્વની રહી હતી. ૧૯૯૬માં આવેલી આ ફિલ્મના શૂટિંગ દરમિયાન નેપાળી બ્યુટી મનિષા કોઈરાલા સાથે તેમને પ્રેમ સંબંધ જોડાયો હતો. આ સમયે તેમનું અને મનિષાનું નામ એક સાથે અનેકવાર ચર્ચાયું હતું. જો કે નાના પાટેકર દેખાવે એક સામાન્ય ભારતીય પુરુષ જેવા જ લાગે, કોઈ ચાર્મિંગ હીરો જેવા નથી દેખાતા તેમ છતાં આઈશા ઝૂલકા અને અન્ય અભિનેત્રીઓ સાથે તેમનું નામ જોડાતું રહ્યું હતું. પત્ની સાથે તેમણે ૧૯૭૮માં લગ્ન કર્યા હતાં. જેમનું નામ છે, નિલકાંતી. તેમણે એક ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે શરૂઆતના સમયમાં અમારા વચ્ચે ખૂબ સારું રહ્યું પરંતુ પાછળના સમયમાં સ્થિતિ બગડી ચાલી હતી. જેથી અમે જૂદાં થયાં. મનિષા વિશે પણ તેમણે કહ્યું હતું કે મનિષાનો ચાર્મ એક કસ્તુરી મૃગ જેવો છે. તે ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છે. હું તેને ખૂબ જ મીસ કરું છું. આપણે તેના વિશે વાત નહીં કરીએ. એમણે સંબંધમાં ન જોડાયા અને પોતાનું આખું જીવન બદલી મૂક્યું છે.


તેમણે નીમ ફાઉંડેશન નામની સંસ્થા શરૂ કરી છે જેમાં ગરીબ ખેડૂતો અને મહારાષ્ટ્રના કલાકારોને સહાયરૂપ થવાના કાર્યો થાય છે. તેમને રાજ કપૂર એવોર્ડ મળ્યો હતો ત્યારે પણ ૧૦,૦૦,૦૦૦ જેવી મોટી રકમ તેમણે મહારાષ્ટ્ર સરકારને ખેડૂતોને દાન આપવા માટે સમર્પિત કરી હતી. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે નાના પાટેકર ફિલ્મી દુનિયામાં આવ્યા પહેલાં ભારતીય આર્મીમાંથી રીટાયર થયેલા છે.

તેમનો દીકરો પણ ચાલી રહ્યો છે પોતાના પિતાના રસ્તે કરે છે જનસેવા અને જીવે છે સાદગી ભર્યું જીવન…

ફિલ્મી દુનિયાની ચમકથી દૂર અન્ય સ્ટાર કિડ્સ કરતાં તેમનો પુત્ર કંઈક જૂદી માટીનો છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેમનું કોઈ જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બનાવેલ નથી. લાઈમ લાઈટ અને પેજ થ્રી ઇમેજથી દૂર તેઓ પણ સમાજ સેવાના કાર્યો કરે છે અને સાદું જીવન જીવે છે. તેનું નામ મલ્હાર પાટેકર છે. તે નાના પાટેકરનો નાનો દીકરો છે. તેમના વચ્ચે પિતા – પુત્રના સંબંધ કરતાં મિત્રતા વધારે છે. અને મલ્હાર પણ પિતાની જેમ જ સમાજ ઉપયોગી કાર્યો કરવામાં રસ ધરાવે છે અને ફિલ્મી દુનિયાથી સાવ દૂર રહે છે. આજ કારણ છે કે અન્ય સ્ટાર કિડ્સની સરખામણીએ તેમને લોકો ઓછું ઓળખે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version