હિના ખાન એટલે કે અક્ષરા થઇ 32 વર્ષની, જુઓ તેની પાર્ટીના અંદરના ફોટો…

એચ.બી.ડી. હિના ખાનઃ કાશ્મીરમાં જન્મેલ બ્યૂટિફૂલ એક્ટરેસે યેલ્લો જંપ સૂટમાં ફોટો શૂટ કરાવીને ઉજવ્યો ૩૨મો જન્મ દિવસ…

image source

બર્થ ડે સ્પેશિયલ ડે હોય છે કોઈપણ વ્યક્તિ માટે. તે દિવસને દરેક લોકો પોતાની અલગ અલગ સ્ટાઈલથી ઉજવવાની કોશિશ કરતાં હોય છે. કોઈ મંદિર જાય ભગવાનના દર્શન કરવા તો કોઈ ઘરે જ પૂજા પાઠ કરીને પ્રાર્થના કરી લેતું હોય. મિત્રો અને પરિવાર સાથે પાર્ટી પણ કરતાં હોય છે લોકો. સેલિબ્રેશન કરવાનું એક બહાનું હોય છે જન્મદિવસ, ત્યારે આ ખૂબસૂરત અભિનેત્રીએ કરાવ્યું અનોખા અંદાજમાં ફોટો શૂટ. ફેન્સે કર્યું સોશિયલ મીડિયા ઉપર બર્થ ડે વીશ…

image source

હિના ખાને બર્થ ડે ઉપર કરાવ્યું સ્ટાઈલિશ ફોટો શૂટ…

image source

ટેલિવિઝનની દુનિયાની જાણીતી અને લોકોની ફેવરિટ અભિનેત્રી હિના ખાને તેનો ૩૨મો જન્મદિવસ એવી રીતે ઉજવ્યો કે લોકોએ તેના ફોટોઝને ખૂબ પસંદ કરીને શેર કર્યા. હિના ખાને તેની લાઈફના આ ઇમ્પોર્ટન્ટ દિવસ ઉપર ગ્લેમરસ છતાં સિમ્પલ લૂકમાં ફોટો શૂટ કરાવ્યું હતું. જેમાં તેણે ખુલ્લા વાળ સાથે નેચરલ ન્યૂડ લૂક મેકઅપ અને લિપ્સિટકનો ઉપયોગ કરીને સ્ટાઈલિશ ગેટઅપ કર્યો હતો.

image source

આ ફોટો શૂટમાં તેને ડિઝાઈનર યેલ્લો કલરનો જંપ સૂટ પહેર્યો છે. જેને કોમ્પ્લીમેન્ટ કરતો બ્લેક કલરનો પટ્ટો પણ તેની સાથે પહેરેલ છે. જેની ઉપર એફ.કે.એન.એસ મુંબઈ લખેલ છે. આખા લૂકને વધુ સ્ટાઈલિશ બનાવવા હાઈ હિલના શૂઝ પણ તેણે પહેરેલ છે. હિના ખાન આ લૂકમાં અત્યાર સુધીના તેના દરેક ફોટોઝ કરતાં તદ્દન ડિફરન્ટ લાગી રહી છે. તેના ફેન્સ તેને અનેક કોમેન્ટ્સ સાથે જુદી જુદી કોમ્પ્લીમેન્ટ્સ આપી રહ્યા છે.

image source

૨જી ઓક્ટોબરે હતો જન્મદિવસ…

image source

ટીવીની સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય પુત્રવધૂ હિના ખાને તેનો જન્મદિવસ ૨ ઓક્ટોબરના રોજ ઉજવ્યો હતો. આ ખાસ પ્રસંગે અભિનેત્રીએ જોરદાર આનંદ માણ્યો હતો અને ખાસ મિત્રો સાથે મસ્તી કરી હતી. હિના ખાનની બર્થડે પાર્ટીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. તેના યેલ્લો જંપ સૂટ સાથેના ફોટોઝની સાથે અમે તેના બર્થ ડે સેલિબ્રેશનના પણ ફોટોઝ જોઈએ…

image source

૨૫ કેક કાપી હિના ખાને તેના જન્મદિવસે… ફોટોઝ થયા વાઈરલ…

image source

હિના ખાનના જન્મદિવસના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હિના ખાનના જન્મદિવશે ફોટા અને વીડિયોમાં તેના મિત્રો અને પરિવાર સાથે પાર્ટીના મૂડમાં જોવા મળી રહી છે. સાથે આપને જણાવીએ કે આ વખતે હિના ખાને તેના જન્મદિવસ પર ૨૫ કેક કાપી છે. હિના દ્વારા તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ૨૫ કેકની તસવીરો પણ શેર કરવામાં આવી હતી.

image source

હિના ખાનના જન્મદિવસે પાર્ટીમાં આવી ખૂબસૂરત સેલિબ્રિટીઝ…

image source

સોશિયલ મીડિયા પર વાયરલ થતા એક વીડિયોમાં હિના તેના ભૂતપૂર્વ કો-સ્ટાર્સ કાંચી સિંઘ, એરિયા અગ્રવાલ, પાર્થ સમથન અને અન્ય સાથે મસ્તી કરતી જોવા મળી શકે છે. હિનાએ જે મજા જ કરી તેના જન્મદિવશે તેના સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કર્યા છે. જેમાં હિનાએ પણ તેના મિત્રો સાથે જોરદાર ડાન્સ કર્યો છે. એ ફોટોઝના ઘણા સ્ક્રીનશોટ લઈને પણ સ્ટોરીમાં શેર કરવામાં આવ્યા છે જેમાં તેમના ચાહકોએ તેમને શુભેચ્છા પાઠવી છે.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan) on

પાર્ટી માટે પસંદ કર્યો કાળો ડ્રેસ…

જન્મદિવસના વિશેષ પ્રસંગે હિનાએ ફોટો શૂટમાં અનોખા અંદાજમાં યેલ્લો જંપ સૂટ પહેર્યો હતો ત્યારે બીજી તરફ મિત્રો સાથેની પાર્ટીમાં પહેરવા માટે બ્લેક કલર પસંદ કર્યો હતો. ફોટામાં હિના ખાનના ચહેરા પર કેક લાગેલી પણ જોઇ શકાય છે. કેક કાપતી વખતે તે ખૂબ જ ખુશ દેખાય છે અને તેની માતા તેની પાછળની બાજુ ઊભેલાં જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan) on

પોતાના જન્મ દિવસે રજા ન રાખી હિના ખાને…

image source

કહેવાય છે કે ખાસ દિવસે જે કામ કરીએ એ આખું વર્ષ કરી શકીએ છીએ. હિના ખાને તેના જન્મદિવસે ફોટો શૂટ કરાવ્યું. જે સ્પસ્ટ જણાવે છે કે તે વેકેશન કરવા કે નવરી બેસવા નથી ઇચ્છતી. ટીવી પડદે કે ફેશનના મંચ ઉપર આ ગ્લેમરસ અભિનેત્રી સતત કાર્યરત રહેવા ઇચ્છે છે…

image source

હિના ખાનનું દરેક લૂક રહે છે ચર્ચામાં જાણો તેનું રાઝ…

image source

હિના ખાન હંમેશા તેની ગ્લેમરસ તસવીરોને કારણે સતત હેડલાઇન્સમાં રહે છે. થોડા દિવસો પહેલા, તેણે કેન્સ રેડ કાર્પેટ પર પણ તેની શૈલીથી લોકોનું દિલ જીતી લીધું હતું. ચાહકોએ તેની આ અનોખી શૈલીને સ્વીકારી લીધી હતી. આપને જણાવીએ કે તે કાશ્મીરના શ્રીનગરમાં જન્મી છે. તેથી બર્ફિલા પહાડોની ખૂબસૂરતી તેનામાં ચોક્કસથી ઝલકે છે એવું કહી શકાય. હિના તેના દેખાવની સાથે સાથે તેની ત્વચા અને ફિટનેસની પણ પૂરી સંભાળ રાખે છે. ચાલો જાણીએ હિના ખાનની ત્વચાનું રહસ્ય શું છે.

image source

પાણી પીવાને આપે છે મહત્વ…

image source

હિના ખાનની સ્વચ્છ અને શ્વેત ત્વચાનું રહસ્ય છતું કરતાં તે જણાવે છે કે તે પાણી પીવા ઉપર ખૂબ ધ્યાન આપે છે. મળેલ માહિતી અનુસાર હિના ખાન તેના આહારની વિશેષ કાળજી લે છે. હિના રોજ એક નાળિયેર પાણી પીવે છે. તેઓ માને છે કે નાળિયેર પાણી પેટને સાફ રાખવામાં મદદ કરે છે અને ચહેરા પર ગ્લો લાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે પાણી પીવું શરીર માટે કેટલું મહત્વનું છે. તેથી, હિના દિવસભર ઓછામાં ઓછા ૧૨ ગ્લાસ પાણી પીવા ઉપરાંત આખા દિવસમાં ચોક્કસપણે એક બાઉલ દહીં જરૂર ખાય છે.

મેકઅપનો કરે છે નહિવત ઉપયોગ…

image source

તે પોતાની ગ્લોઈંગ સ્કિનની કાળજી લેવા માટે તેના ચહેરા પર વધારે મેકઅપનો ઉપયોગ કરતી નથી. એક ઇન્ટરવ્યૂમાં તેણીએ પોતાનું બ્યુટી સિક્રેટ શેર કરતી વખતે જણાવ્યું હતું કે તે ઓછામાં ઓછું મેકઅપ કરવાનું પસંદ કરે છે. તે શૂટિંગ કરતી વખતે જ મેકઅપ કરી રાખે છે. અને ત્યાર બાદ તરત જ ચહેરો સાફ કરી લે છે. તે ચહેરાની સફાઇ માટે ગુલાબજળનો ઉપયોગ કરે છે. સાથે, તેણે જણાવ્યું કે મેકઅપ દૂર કરવા માટે નાળિયેર તેલનો પણ ઉપયોગ કરે છે. એટલું જ નહીં, તે કેટલાક ઘરેલું ઉપાય પણ અપનાવે છે.

image source

ચહેરા ઉપર લગાવે છે આ ઘરેલુ ફેસપેક્સ

હિના નેચરલ ફેસપેક લગાવવાનું પસંદ કરે છે. તેથી તે ઘરે ફેસપેક અને સ્ક્રબ્સ બનાવે છે. આ સાથે ચહેરા પર ક્યારેક ટામેટાં અને મલાઈ પણ લગાવે છે. તે કહે છે કે રાત્રે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવું ખૂબ જ જરૂરી હોય છે. હિના રાત્રે બદામનું તેલ તેની ત્વચા પર લગાવવાનું ક્યારેય ભૂલતી નથી. હિના ચહેરા પર દૂધમાં નારંગીની છાલનો પાઉડર મીક્સ કરીને લગાવે છે.

image source

કેટલીકવાર તે તેમાં સ્ટ્રોબેરીને પણ મેશ કરે છે અને તેમાં મધ અને દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવે છે. આની સાથે, તેણી અઠવાડિયામાં એકવાર તેના ચહેરાની મસાજ કરે છે. નિયમિત મસાજ કરવાથી રક્ત પરિભ્રમણને સુધારે છે. આમ કરવાથી ત્વચામાં કુદરતી ચમક આવે છે અને ચહેરા ઉપરનો થાક પણ દેખાતો નથી.

ટેલિવૂડ સિવાય હવે દેખાશે વેબ સિરિઝમાં…

image source

જન્મદિવસ સિવાય હિના ખાન વિશે વાત કરીએ તો તેના ફેન્સ માટે છે સારા સમાચાર તે બહુ જલ્દીથી ડિજિટલ એટરટેઈન્મેન્ટ મીડિયામાં પણ પ્રવેશ કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, તે હંગામા પ્લેની આગામી વેબ સિરીઝ ડેમેજડ ૨માં મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે. મળતી માહિતી મુજબ અધ્યન સુમન તેની સાથે વેબ સિરીઝમાં જોવા મળશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ