હિના ખાને સાઇબર બુલીઇંગથી તેની ફ્રેન્ડને બચાવી લીધી આ જોરદાર રીતે, નહિં તો થઇ જાત..

સાઇબર બુલીઈંગથી હીનાખાને આ રીતે પોતાની મિત્રને બચાવી

સામાન્ય રીતે સેલેબ્રીટીઝને લોકો સોશિયલ મિડિયા પર વધારે ફોલો પણ કરતા હોય છે અને તેમને સ્ટોક પણ કરતા હોય છે અને જો તેમના ફોલોઅર્સને તેમની કોઈ તસ્વીર, વિચાર કે પછી વિડિયો પસંદ ન આવે તો તેઓ તેમના પર ટૂટી પણ પડતા હોય છે અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરતા હોય છે. આ સેલેબ્રીટી પછી કોઈ પણ હોઈ શકે તે કોઈ બોલીવૂડ, હોલીવૂડ, ટેલીવૂડ સ્ટાર પણ હોઈ શકે કોઈ લેખક હોઈ શકે કોઈ જાહેર વક્તા હોઈ શકે કોઈ પણ હોઈ શકે છે.

image source

સાઇબર જગત એટલે કે ઇન્ટરનેટ પર ગમે તેવું લખનારાઓને આંખની કે ઓળખની શરમ હોતી નથી. મોટે ભાગે ઓનલાઈન લોકોને સ્ટોક કે પછી અબ્યુઝ કરનારા લોકો પોતાની સાચી ઓળખતો ક્યારેય છતી કરતા જ નથી. પણ તેમના આવા વર્તનથી સાઇબર બુલીઇંગનો ભોગ બનનાર વ્યક્તિના જીવન પર ચોક્કસ અસર થાય છે ખાસ કરીને સામાન્ય લોકો પર.

image source

ટેલીવિઝનની જાણીતી અભિનેત્રી અને હવે ફિલ્મોમાં પણ ડેબ્યુ કરનારી અભિનેત્રી હીના ખાન આ જ ઇશ્યુ પર એક ફિલ્મ લઈને આવી રહી છે જેનું નામ છે ‘હેક્ડ’. તેની સાથે નાની મોટી અણગમતી વાતો તો સોશિયલ મિડિયા પર થતી જ આવી છે પણ તેણીએ પોતાની મિત્રને એક વ્યક્તિ કેવી રીતે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વિગેરે પર તેને સ્ટોક કરી રહ્યો હતો તેનો એક અનુભવ જણાવ્યો હતો.

image source

એક સ્રોત પ્રમાણે જ્યારે તેણીએ વિક્રમ ભટ્ટને ફિલ્મ હેક્ડ માટે હા પાડી, ત્યારે તેણીએ પોતાની એક મિત્ર વિષે જણાવ્યું હતું કે તેણીને એક પુરુષ દરેક સોશિયલ મિડિયા માધ્યમ પર તેનો પીછો કરતો હતો. તે જે કંઈ પણ પસંદ કરતી, કંઈ પણ ટેગ કરતી, જે કોઈ પણ લોકેશનમાં તે ચેક્ડ ઇન કરતી તે બધા પર તે એકધારી નજર રાખતો. પણ હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે તેણી પોતાના મિત્રો સાથે એક લોન્જ પર મળી રહી હતી ત્યાં તે પહોંચી ગયો. તેણે તેણીને મળવા માટે ત્યાં રીતસરનો હલ્લો મચાવી દીધો. છેવટે તેને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો ત્યારે તે વ્યક્તિએ તેણીને સોશિયલ મિડિયા પર મનફાવે તેમ બોલવાનું શરૂ કરી દીધું. તેણીને ભદ્દી કમેન્ટો કરવામાં આવતી. જ્યારે તેણીએ પોતાની આ તકલીફ મિત્ર હીના ખાનને જણાવી ત્યારે તેણીએ તેને સાઇબરક્રાઈમ ડીપાર્ટમેન્ટમાં ફરિયાદ નોંધાવા જણાવ્યું.

image source

આ વાતને હીના ખાને તાજેતરના એક ઇન્ટર્વ્યુમાં કન્ફર્મ કરી હતી, ‘આ એક પ્રસંગ હતો જેણે મારી સાઇબર ક્રાઇમ બાબતે આંખો ઉઘાડી હતી. આપણે હંમેશા ઓનલાઈન થતી હેરાનગતી પર વધારે ધ્યાન નથી આપતા હોતા. તે વ્યક્તિ વિરુદ્ધ પગલાં લેવાયા બાદ પણ મારી મિત્ર પોતાની સાથે જે થયું હતું તેનાથી ઘણી નિરાશ થઈ ગઈ હતી સતત ચિંતિત રહેતી હતી. અને તે વખતે મને આ વિષયની ગંભીરતા સમજાઈ. આ ફિલ્મની વાર્તા સાથે મારું ઉંડું ભાવનાત્મક જોડાણ છે કારણ કે જે વ્યક્તિને હું નજીકથી જાણું છું તેણે આ ત્રાસ અનુભવ્યો હતો અને તે બધું મેં ઘણું નજીકથી જોયું હતું. હું આ ફિલ્મ દ્વારા યોગ્ય સંદેશ પહોંચાડવા માગું છું અને તે તેની યોગ્ય ઓડિયન્સ સુધી પહોંચે તેની ખાતરી કરવા માગું છું.”

image source

તમને જણાવી દઈએ કે હીના ખાનની આવનારી ફિલ્મ હેક્ડ વિક્રમ ભટ્ટ દ્વારા દિગ્દર્શીત કરવામાં આવી છે અને તેને ઝી સ્ટુડીયો દ્વારા રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ એક સાઇબર ક્રાઇમ આધારીત થ્રીલર છે. જે 7મી ફેબ્રુઆરીના રોજ રિલિઝ થઈ છે. આ ફિલ્મના ટ્રેલરને લોકોએ ખૂબ પસંદ કર્યું છે અને તેના ગીતો પણ દર્શકોને પસંદ આવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ