હિના ખાન તેના BF સાથે દેખાઇ રોમેન્ટિક અંદાજમાં, તસવીરોમાં જોઇ લો તમે પણ

હીના ખાને બોયફ્રેન્ડ સાથે શેર કરી રોમેંટિક તસ્વીરો….

હીના ખાન છેલ્લે કસોટી ઝિંદગી કીમાં કૌમોલીકાનું પાત્ર ભજવતી જોવા મળી હતી. પણ આજે પણ તેણીના ફેન્સ તેને અક્ષરાના નામે જ ઓળખે છે. પણ યે રિશ્તા ક્યા કેહલાતા હૈ સિરિયલ છોડ્યા બાદ તેણીએ પોતાની ઇમેજને બદલવા માટે બીગ બોસ, ખતરો કે ખિલાડી અને ત્યાર બાદ કસોટી ઝિંદગીકીમાં કામ કર્યું હતું. અને હાલ તેણી પોતાની પ્રથમ બોલીવૂડ ફિલ્મ ‘હેક્ડ’ માટે મન લગાવીને કામ કરી રહી છે.

image source

જો કે ફિલ્મનું શુટિંગ તો પુર્ણ થઈ ગયું છે અને હાલ તેણી પોતાના બોયફ્રેન્ડ સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. જેની તસ્વીરો તેણીએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. આમ તો હીના ખાન સોશિયલ મિડિયા પર પોતાના વ્યાયામ વિડિયોઝ તેમજ તસ્વીરો શેર કરતી જોવા મળે છે પણ ઘણી વાર તેણી પોતાના વેકેશનની તસ્વીરો પણ ફેન્સ સાથે શેર કરતી હોય છે.

image source

હીના ઘણા લાંબા સમયથી બોયફ્રેન્ડ રોકી જયસ્વાલને ડેટ કરી રહી છે અને તે વિષે તેણીએ ક્યારેય પોતાની લાગણીને અંગત નથી રાખી. તેણી અવારનવાર પોતાના બોયફ્રેન્ડ સાથે જાહેરમાં જોવા મળે છે અને તેણી સોશિયલ મિડિયા પર બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક તસ્વીરો પણ અવારનવાર શેર કરે છે. જો કે તે બન્ને એકબીજા સાથે ખુબ જ સારા લાગે છે અને તેઓ એકબીજાનો સાથ પણ એન્જોય કરે છે.

image source

તેણી જાહેરમાં પોતાના પ્રેમને એક્સપ્રેસ કરતાં પણ ખચકાતી નથી અને માટે જ પ્રથમ ફિલ્મનું શુટિંગ પુર્ણ થતાં જ તેણી પોતાના બોય ફ્રેન્ડ સાથે રાજસ્થાનનો પ્રવાસ કરી રહી છે. અને તેની જ રોમેન્ટીક તસ્વીરો તેણીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કરી છે.

image source

આ તસ્વીરોમાં બન્ને ખુબ જ રોમેંટીક લાગી રહ્યા છે. હીનાએ અહીં સાવ જ નજીવો મેકઅપ કર્યો છે અને ગ્રીન રંગનું જેકેટ પહેર્યું છે. અને બન્ને એકબીજાનો સાથ એન્જોય કરી રહ્યા છે. હીના ખાને ક્યારેય પોતાના પ્રેમ સંબંધને છુપાવી નથી રાખ્યો તે ખુલીને પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે.

image source

તેણી અવારનવાર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. ક્યારેક પાર્ટીમાં તો ક્યારેક ક્યાંક ફરવા ગઈ હોય તો ત્યાં. તે પોતાના બોયફ્રેન્ડ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાનો એક પણ અવસર ચૂકતી નથી. ગણપતિમાં પણ તેણીએ પોતાના બોયફ્રેન્ડ સાથે લાલ બાગ ચા રાજાના દર્શન કર્યા હતા. જેની તસ્વીર તેના બોય ફ્રેન્ડે પોતાના ઇન્સ્ટા ગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી.

image source

આ પહેલા પણ તેણી જ્યારે બોય ફ્રેન્ડ સાથે ન્યુ યોર્કના પ્રવાસે ગઈ હતી તે સમયે પણ તેણીએ બોય ફ્રેન્ડ સાથે રોમેન્ટિક તસ્વીર શેર કરી હતી અને પોતાના બોયફ્રેન્ડના વખાણ કરતાં કેટલાક સુંદર શબ્દો પણ કેપ્શનમાં લખ્યા હતા. તો તે જ વખતે તેના બોય ફ્રેન્ડે પણ ઇન્સ્ટાગ્રામ પર રોમેન્ટિક વિડિયો પણ શેર કરી હતી અને તેણે પણ હીના ખાનને કેપ્શનમાં ખુબ જ વખાણી હતી. આમ જોવા જઈએ તો આ બન્ને લવ બર્ડના સોશિયલ મિડિયા અકાઉન્ટ તેમના એકબીજા પ્રત્યેના પ્રેમને દર્શાવતી ખુલ્લી કીતાબ સમાન છે.

image source

તમને જણાવી દઈએ કે હીના ખાનની પ્રથમ બોલીવૂડ ફિલ્મ ‘હેક્ડ’ 31 જાન્યુઆરીએ રીલીઝ થવા જઈ રહી છે. તેણી છેલ્લે કસોટી ઝિન્દગી કી 2માં કૌમોલિકાનું પાત્ર નિભાવતી જોવા મળી હતી અને તેમાં પણ તેણીને ખુબ પસંદ કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મોમાં તેણીને કેવો પ્રતિસાદ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ