જોઇ લો તમે પણ સસ્પેન્સની સાથે રોમાન્સથી ભરપૂર એવુ હિના ખાનનું ‘હેક્ડ’ મુવીનું ટ્રેલર

હિના ખાનએ ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’થી લાઈટ, કેમેરા અને એક્શનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

image source

ત્યારપછી તે સલમાન ખાનના મશહૂર રિયાલિટી શો ‘બિગ બોસ’માં પણ જોવા મળી છે. હવે તે ‘હેકડ’ ફિલ્મથી બોલીવુડમાં કરી રહી છે.

image source

ટીવીની દુનિયામાં નામ કમાયા પછી હવે અભિનેત્રી હિના ખાન પોતાની ફિલ્મી સફર શરૂ કરી રહી છે. હિના ખાનની ડેબ્યુ ફિલ્મ ‘હેકડ’ નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે.

‘હેકડ’ ફિલ્મની સ્ટોરી ખૂબ દિલચસ્પ છે. ‘હેકડ’ ફિલ્મના ટ્રેલરમાં ડ્રામા, રોમાન્સ અને સસ્પેન્સનો જબરદસ્ત મસાલા લગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આ ફિલ્મનું નિર્દેશન વિક્રમ ભટ્ટએ કર્યું છે. ફિલ્મની વાર્તા એક સનકી હેકરની આજુબાજુ ફરતી જોવા મળી રહી છે.

image source

ટ્રેલરમાં રોહન શાહ, જે આ ફિલ્મમાં ૧૯ વર્ષના એક હેકરનો કિરદાર નિભાવી રહ્યો છે, તે હિના ખાનનો આશિક છે. પરંતુ જ્યારે હિના તેને ઉંમરના કારણે તેનાથી દૂર જતી રહે છે તો તે બદલો લેવા પર આવી જાય છે.

image source

રોહન હેકિંગ જાણે છે અને આ હુન્નરને તે હિના પર દબાણ બનાવવા માટે કરે છે. રોહનનો કિરદાર કોઈ સાઇકો હેકર પ્રકારનો છે. જે હિનાને મેળવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

image source

ટ્રેલરમાં હિના ખાન ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. જો કે હિના ખાનની એક્ટિંગ કેટલાક સીનમાં નબળી દેખાઈ રહી છે. રોહન શાહને કેટલાક યૂટ્યૂબ વેબ સિરિઝમાં જોઈ શકાય છે.

image source

આ સિવાય તે કેટલોક સિરિયલ અને વિજ્ઞાપનોમાં પણ નજર આવી ચૂક્યો છે. ટ્રેલરના અંતમાં હિના ખાનનો એક નાનકડો સંદેશ પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ