કલરવાળા ગાલ પર હિના ખાનના બોયફ્રેન્ડે કરી લીધી કિસ, પુરાવા તરીકે જોઇ લો આ તસવીરો

હીના ખાન રંગાઈ હોળીના રંગે – તસ્વીરો થઈ વાયરલ

image source

હીના ખાન અવારનવાર પોતાની તસ્વીરો તેમજ વિડિયો અને પોતાના વિવાદો દ્વારા સોશિયલ મિડિયા પર ચર્ચા જગાવી મુકે છે. આ વખતે ફરી એક વાર હેક્ડ ફિલ્મની એક્ટ્રેસ હીના ખાન ટોક ઓફ ધી ટાઉન બની છે.

કારણ કે તેણીએ પોતાના બૉયફ્રેન્ડ રોકી જૈસ્વાલ સાથેની કેટલીક તસ્વીરો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી છે. તસ્વીરોમાં આ કપલ એકબીજાની સાથે સુતેલા જણાય છે જેમાં તેમણે એકબીજાના માથાને એકબીજા સાથે ટેકવ્યા છે જાણે નીરાતની પળો માણી રહ્યા હોય !

image source

આ ઉપરાંત હીના ખાને પોતાના મિત્રો અને બૉય ફ્રેન્ડ રોકી સાથે હોળીનું સેલીબ્રેશન કર્યું હતું જેની પણ કેટલીક તસ્વીરો તેણે સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. મોટા ભાગની તસ્વીરોમાં હીના ખાન હોળીના વિવિ રંગોમાં રંગાયેલી જોઈ શકાય છે અને તેણી હોળીની ઉજવણીને ખૂબ માણી રહી હોય તેવું પણ આ તસ્વીરોમાંથી પ્રતિત થાય છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

હિના ખાને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં આ તસ્વીરો શેર કરતા લખ્યું છે, ‘હોળી બાદના કેટલાક કલાકોની વાત’

આ તસ્વીરોમાંની એકમાં તેણી આકાશમાં ક્યાંક જોઈ રહી હોય તેવું લાગે છે અને તેનો બૉયફ્રેન્ડ તેને પ્રેમથી જોઈ રહ્યો છે. હીના અને રોકી અવારનવાર એકબીજા સાથેની સુંદર તસ્વીરો શેર કરતા રહે છે.

image source

થોડા સમય પહેલા રોકીના બર્થડે પર હીનાએ એક પ્રેમભરી નોંધ તેના માટે લખી હતી જેમાં તેણીએ લખ્યું હતું, ‘શું લખું… તું મને હીલ (રુઝવે) કરે છે @rockyj1 હેપ્પી બર્થડે લવ અને હેપ્પી વેલેન્ટાઇન્સ ડે.’

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

હીના અને રોકીને ટેલીવીઝનના સૌથી ક્ટુટ કપલ્સમાંથી એક ગણવામાં આવે છે. હીના ખાન દેશના બધા જ તહેવાર પછી તે ઇદ હોય કે હોળી હોય પૂર્ણ ઉત્સાહતી ઉજવે છે. અને આ વખતે પણ તેણીએ હોળીની ધામધૂમથી ઉજવણી કરી છે અને આ બધી જ તસ્વીરો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અને હોળીના અવસર પણ રોકી હીનાની જોડીની રોમેન્ટિક તસ્વીર પણ ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

image source

કેટલીક તસ્વીરોમાં તો હીના અને રોકીના ચહેરા પર એટલી હદે રંગો લાગી ગયા છે કે તેમને ઓળખવા પણ અઘરા પડે.

હીના ખાનનો હોલી લૂક

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

હીના ખાને હોળીની ઉજવણી મીટે વ્હાઇટ કૂર્તો અને પ્લાઝા પસંદ કર્યા છે પણ તેમાં સૌથી વધારે સુંદર તેનો ભાતીંગળ રંગનો દુપટ્ટો રહ્યો છે. અને આ રંગીન દુપટ્ટાએ જ તેણીના સાદા વ્હાઇટ કુર્તામાં ચારચાંદ લગાવી દીધા છે. હીના ખાન દ્વારા શેર કરવામાં આવેલી એક એક તસ્વીર સુંદર છે પછી તે તેના મિત્રો સાથેની હોય કે બૉયફ્રેન્ડ રોકી સાથેની હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ