હિમેશ રેશમિયા રડ્યો ધ્રુસકે-ધ્રુસકે, જોઇ લો આ વિડીયોમાં તમે પણ અને જાણો શું હતુ કારણ

શા માટે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો હિમેશ રેશમિયા – જાણો તે પાછળનું લાગણીસભર કારણ

ઇન્ડિયન આઇડલ સીઝન 11નું ફિનાલે પૂર્ણ થઈ ગયું છે. છેલ્લી ઘડી સુધી ફેન્સમાં કોણ ઇન્ડિયન આઇડલનો વિનર બનશે તે વિષે જાણવાની ઘણી ઉત્તેજના રહેલી હતી. અને છેવટે ફિનાલે થઈ ગઈ અને કોઈ પણ જાતના આશ્ચર્ય વગર સન્ની હિન્દુસ્તાની વિજયી રહ્યો હતો. પણ આ શોના વિજેતા કરતાં ફિનાલેમાં એક એવો સમય આવી ગયો હતો જ્યાં હિમેશ રેશમિયા ધ્રૂસકે – ધ્રૂસકે રડી પડતો જોવા મળ્યો હતો.

image source

આ પ્રસંગનો પ્રોમો સોનીટીવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર ર્યો હતો. આ પ્રોમોમાં ફિનાલેના ટોપ પાંચ સીંગર્સે પોતાના ગમતા જજીસ માટે ખાસ પર્ફોમન્સ આપ્યું હતું અને સાથે સાથે કન્ટેસ્ટન્ટ પોતાને ગમતા જજના વખાણ કરતાં પણ જોવા મળ્યા હતા. અને તે વખતે હિમેશ રેશમિયા રડી પડ્યો હતો. વાસ્તવમાં શોની કન્ટેસ્ટન્ટે જ્યારે હિમેશ રેશમીયાનું તેરી મેરી કહાની કે જે ગીત ઇન્ટરનેટ સંસેશન રાનૂ મંડલ દ્વારા ગાવામાં આવ્યું હતું તેને ગાઈ રહી હતી.

image source

અંકોના પોતાના ગમતા જજ હિમેશ રેશમિયાના વખાણ કરતા નહોતી થાકતી અને તેણે પોતાને આપવામાં આવેલા માર્ગદર્શન બદલ હિમેશનો આભાર માન્યો હતો. અંકોનાના મોઢે તેરી મેરી કહાની ગીતે સાંભળીને હિમેશ રેશમીયા ભાવુક થઈ ગયો હતો અને રડી પડ્યો હતો. તો બીજીબાજુ નેહા પણ દર વખતની જેમ પોતાની જાતને સંભાળી નહોતી શકી અને તેણી પણ રડી પડી હતી.

તમને જણાવી દઈએ કે હિમેશ રેશમિયાએ સૌ પ્રથમવાર ઇન્ટરનેટ સેંસેશન રાનુ મંડલને ગાવાનો મોકો આપ્યો હતો. પશ્ચિમ બંગાળના રાનાઘાટ રેલ્વે સ્ટેશન પર ગીત ગાતી રાનુ મંડલની વિડિયો વાયરલ થઈ ગઈ હતી અને તેણીના અવાજની સરખામણી લતા મંગેશકર સાથે થવા લાગી હતી અને ત્યાર બાદ તો રાનુ મંડલની કીસ્મત રાતોરાત ચમકી ઉઠી હતી. હિમેશે માત્ર રાનુને એક ગીત નહીં પણ આખું આલ્બમ ગવડાવ્યું છે.

image source

નૂસરત અલીખાનનો આત્મા જેના અવાજમાં વસ્યો છે તેવો સન્ની આ સિઝનમાં સૌથી વધારે પોપ્યુલર રહ્યો હતો અને છેવટે તેના જ નામે ઇન્ડિયન આઇડલ 11નો ખિતાબ થયો. સન્ની હિન્દુસ્તાની પંજાબના ભટિંડાનો રહેવાસી છે. તે રેલ્વે સ્ટેશન પર બૂટપોલિશ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને તેના સુંદર અવાજે આજે તેના લાખો ચાહકો ઉભા કરી દીધા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ