જલ્સા કરોને જેંતીલાલ

હિમેશ રેશમિયાએ કરી એવી ભૂલ કે આશા ભોંસલેને થપ્પડ મારવાનું મન થઈ ગયું, આટલા ગુસ્સા પાછળનું કારણ હતું કે…

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મહાન ગાયિકા આશા ભોંસલેને કોઈ પરિચયની જરૂર નથી. કિશોર કુમારની જેમ તેઓ પણ નિર્વિવાદપણે બોલિવૂડનાં સૌથી વર્સેટાઇલ સિંગર તરીકે ગણી શકાય. આ સિવાય પોતાનાં ગીતોથી ચાહકોને પાગલ બનાવનાર હિમેશ રેશમિયા હિન્દી ફિલ્મોમાં ઓલરાઉન્ડર તરીકે પ્રખ્યાત છે. હિમેશ રેશમિયા હિન્દી ફિલ્મોના જાણીતા સંગીતકાર છે. હિમેશ હાલમાં ‘ઈન્ડિયન આઇડોલ 12’ માં જજ તરીકે જોવા મળે છે અને અવારનવાર જોઈ શકાય છે કે હિમેશ રેશમિયા દરેક સાથે ખૂબ જ પ્રેમથી વર્તે છે. ઉપરાંત દરેક જણ તેને ખૂબ જ પસંદ પણ કરી રહ્યાં છે પરંતુ એક વખત સિંગર હિમેશ રેશમિયાને શાંત સ્વભાવ માટે પ્રખ્યાત સિંગર આશા ભોંસલેએ તેને થપ્પડ મારવાની ધમકી આપી હતી.

image source

આ વિશે વાત કરીએ તો હિમેશ રેશમિયા પોતાના વિશે વાત કરતાં કહ્યું હતું તે ઘણાં ગીતમાં અવાજની જરૂરિયાત મુજબ નાકમાંથી ગાય છે. જેમ કે તેણે આશિક બનાયા આપને ગાયું ગીત ગાયું હતું. આ વાત કરતાં સમયે તેણે આરડી બર્મન સાહેબનું નામ લીધું હતું. સિંગર હિમેશ રેશમિયાએ આ અંગે આગળ કહ્યું હતું કે હાઈ પિચ ગીત ગાતાં સમયે નાકથી ગાતા હોય તેવો અવાજનો સ્પર્શ લાગે છે અને પ્રખ્યાત સિંગર આરડી બર્મન સાથે પણ આવું બની ચૂક્યું છે.

image source

હિમેશે તેની ગાયકી વિશે કૉમેન્ટ કરતી વખતે આ વાત કરી હતી. હિમેશની આ કૉમેન્ટ આશા ભોંસલે ને ના ગમી અને તેણે હિમેશને થપ્પડની મારવાની ધમકી આપી દીધી હતી. આશાજીની આ નારાજગી પછી હિમેશને તેની ભૂલનો અહેસાસ થયો અને તેણે પોતાનું નિવેદન સ્પષ્ટ કરતી વખતે માફી માંગી. આ પછી આશા ભોંસલેએ તેને માફ કરી દિધો અને તે પછી તે હિમેશ રેશમિયા સાથે મ્યુઝિક શોમાં જજ તરીકે પણ આવી હતી.

image source

આપણે સૌ જાણીએ છીએ કે જો આશા ભોંસલેની મોટી બહેન લતા મંગેશકરને ‘સ્વર કોકિલા’ કહેવામાં આવે છે. આશરે 10 હજારથી વધુ ગીતો ગાઇ ચૂકેલી આશાને બહુમુખી ગાયિકા ગણી શકાય છે. રેકોર્ડિંગ દરમિયાન તે કોઈ ગીતને તેની અલગ અદાથી ઢાળ આપીને સુંદર બનાવી દેતી હતી. આશાજીએ આવા ઘણા ગીતો ગાયાં છે જેને હિન્દી ફિલ્મ્સની દ્રષ્ટિએ એક સીમાચિહ્ન ગણી શકાય. તાજેતરમાં જ આશાજી દ્વારા ગાયેલું ‘ચૂરા લિયા હૈ’ ગીત ખોટી રીતે ગાવા બદલ ઇન્ડિયન આઇડોલના 12 સ્પર્ધક સનમુખ પ્રિયાને ટ્રોલ કરવામાં આવી હતી.

image source

હિમેશ રેશમિયા માત્ર એક ગાયક જ નહીં પરંતુ એક અભિનેતા અને નિર્માતા પણ છે. તેણે 2007માં ફિલ્મ ‘આપકા સુરુર’થી આ સફરની શરૂઆત કરી હતી. હિમેશ હિંદી સિનેમાના પહેલા ગાયક અને સંગીત દિગ્દર્શક છે જેમને તેના પ્રથમ ગીત માટે ફિલ્મફેરનો સર્વોત્તમ ડેબ્યૂ સિંગર એવોર્ડ મળ્યો હતો. આ પછી તેણે કર્ઝ, રેડિયો, ખિલાડી 786, એક્સપોઝ, તેરા સુરૂર સહિતની અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ તેને તેમાં સફળતા મળી ન હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version