જલ્સા કરોને જેંતીલાલ

હિમાલી.. – આજ ની નારી સબ પર ભારી એક નાની પણ સમજવા જેવી વાર્તા…

હિમાલી આજે ખૂબ જ ખુશ હતી..આજે તેનું સ્વપ્નું પૂરું થયું.. તેને આજે એક મોટી અને નામચી યુનિવર્સિટી માં મેડિકલ ફિલ્ડ માં એક અધ્યાપક તરીકે ની નોકરી મળી ગઈ… હિમાલી પેહલે થી જ એમ ભણવામાં હોશિયાર, હતી પણ સ્વભાવ ખૂબ જ ભોળો, કોઇ પણ તેનો ચેહરો જોઈ ને સમજી જતું…. દેખાવે પણ એટલી જ સુંદર.. ક્યારેક કોઇ ની સામે ઉંચા અવાજ સામે બોલી સુદ્ધા પણ ન હતી…. એટલી પ્રેમાળ….

image source

અંકિત, હિમાલી નો પતિ દેવ, જે પણ હિમાલી પર પોતાની જાન ન્યોછાવર કરતો… આજે હિમાલી નો નોકરી નો પ્રથમ દિવસ હતો.. અંકિત એ બેસ્ટ ઓફ લક કહી ને હિમાલી ને કેમ્પસ માં ડ્રોપ કરી અને નીકળ્યો… પોતાનું ભણવાનું પૂર્ણ કર્યા બાદ હિમાલી આજે એકલી પ્રથમ વાર પોતાની જાતે એમ બહાર નીકળી હતી , મન માં થોડા ડર સાથે પોતાની ફાઇલ્સ, ડોક્યુમેન્ટ લઇ ને મૈંન ઓફિસ માં પોહચી…

મેં આય કમ ઈન સર, અર્જુન પટેલ (હેડ ઓફ ઓલ કેમ્પસ ):- યસ, પ્લીસ કમ મિસ.

image source

હિમાલી :-હેલ્લો સર, મિસિસ હિમાલી અંકિત જાની..મેડિકલ કેમ્પસ ઇન્ટરવ્યૂ માં હું પાસ થઈ છું, આજે મારા જોબ નો પેહલો દિવસ છે.. આ ડોક્યુમેન્ટ પર તમારી સહી લઇ ને પછી જ મને કલાસ લેવા કેમ્પસ માં જવાનુ જણવ્યું છે.. અર્જુન :- યસ કહી ને સહી કરી.. અને હિમાલી સાથે હાથ મિલાવવા હાથ લંબાવ્યો.. હિમાલી એ પણ હાથ આપ્યો, હિમાલી ને અર્જુન સર ની હાથ મિલાવવા ની રીત થોડી યોગ્ય ન લાગી સતત બે મિનિટ સુધી તેમને હિમાલી નો હાથ પકડી રાખ્યો .. ….

હિમાલી :-ચાલો સર, સ્ટુડન્ટ મારી રાહ જોતા હશે, હું નીકળું, થૅન્ક્સ કહી ને હિમાલી ઓફિસ ની બહાર નીકળી… હિમાલી ને અર્જુન ની નજર અને હરકત થોડી અજુગતી લાગી. પણ હિમાલી એ તે વાત ને બહુ મગજ પર લીધી નહિ..અને ખૂબ સારી રીતે દિવસ પસાર કર્યો.. અને ઘરે પોહચી…

image source

અર્જુન સર ના ખરાબ નજર થી હિમાલી સહેજ પણ વાકેફ ના હતી… બે જ દિવસ જોબ ને થયા હતા… ત્યાં તો રોજ હિમાલી ના ફોન પર અર્જુન સર ના મેસેજ પર મેસેજ આવતા, કોઇ ના કોઇ બહાને હિમાલી ને ઓફિસ માં બોલાવતા, અને હાથ મિલાવવાના બહાને તેને અડકી લેતા… હિમાલી ને પણ હવે બરોબર સમજી ગઈ હતી.. પણ પોતાના થોડા બીકણ સ્વભાવ ના કારણે તે કઈ બોલતી નહિ, હવે તો અર્જુન સર ના હિમાલી ના ફોન પર કોલ આવવાના પણ ચાલુ થઈ ગયા હતા… હિમાલી સાથે આવું પેહલા કયારેય બન્યું ન હતું… આજે તો અર્જુન સરે હદ વટાવી નાખી,હિમાલી ને ઓફિસ માં કામ અર્થે બોલાવી ને કમરે થી પકડી લીધી… હિમાલી હવે સખત ડરી ગઈ હતી.. ફટાફટ દોડી ને ઓફિસ માંથી બહાર નીકળી… અને રડવા લાગી…

હિમાલી ની આ હાલત થી વાકેફ અન્ય સ્ટાફ પણ કઈ જ બોલ્યા વગર પોત પોતાનું કામ કર્તા… હિમાલી એ આ વાત પોતાની મિત્ર જાનવી ને કહી.. પણ જાનવી એ પણ તેને કોઇ જ સાથ ના આપ્યો.. અને કહ્યું હિમાલી અર્જુન સર ની પહોંચ બહુ મોટી છે.. આપડે તેમની અગેન્સ કોઇ જ પ્રુફ ઉભું નહીં કરી શકીએ… કહી ને જાનવી એ પણ સાથ છોડ્યો….

image source

અંકિત મારા પર શક તો નહીં કરે ને??? કેવી રીતે કહું અંકિત ને આ વાત.. ખૂબ હિમ્મત ભેગી કરી ને હિમાલી એ આ તમામ વાત અંકિત અને જણાવી… વાત સાંભળી ને અંકિત ગુસ્સા માં લાલ, પીળો થઈ ચુક્યો હતો … ગુસ્સો તેને અર્જુન પર નહીં પણ હિમાલી પર આવતો હતો કે કોઇ એટલું કેવી રીતે સહન કરે, હિમાલી આજના જમાના ની હતી છતાંય આવી ડરપોક, ખોટું સહન કરવા વાળી??? અંકિત એ પણ હિમાલી ની આ વાત માં સાથ આપવાની તદ્દન ચોખી ના પાડી દીધી… પોતાનો પ્રોબ્લેમ તેને ખુદ પોતે જ સોલ્વ કરવા જણાવ્યું …. આ સાંભળીને ને હિમાલી પેહલા તો સાવ તૂટી ગઈ… મારો પતિ અંકિત પણ?????

બસ !!હવે બઉ થયું…. આ વાત મારા આત્મ સન્માન ની છે, જેને જીન્દગી ભર તૂટતું નહીં જોઈ શકું… બીજા ના પર ભરોસો રાખ્યા વગર હવે મારે જ કંઈક કરવું પડશે … ના અવાજ સાથે હિમાલી એ ખૂબ જ હિમ્મત ભેગી કરી ને અર્જુન ને જોરદાર જવાબ આપવાનો નક્કી કર્યું….

image source

અંકિત દૂર થી બધું નિહાળી રહ્યો હતો, આંખ માં ગુસ્સા ની સાથે ભરપૂર આંસુ હતા….. તે જાણતો હતો જો તે હિમાલી નો સાથ આપશે તો હિમાલી કાયમ ને માટે આવી ડરપોક, ભોળી જ રહેશે.. સૌ કોઇ તેનો લાભ ઉઠાવી જશે… જિંદગી ભર હું એની સાથે, બધી જગ્યા એ નથી રહેવાનો.. અને એક સક્ષમ નારી બનવું જ પડશે !!! પોતાની સાથે થતા આ કૃત્ય નો જવાબ હિમાલી એ જ આપવો પડશે….

બીજે દિવસ સવારે હિમાલી રૂટિન મુજબ રેડી થઈ ને કેમ્પસ જવા નીકળી…. હિમાલી એ આજે મનોમન નક્કી કર્યું હતું કે તેના આ આત્મસન્માન ની ઠેસ, માનસિક હેરાન ગતિ, શારીરિક અડપલાં નો જવાબ ખૂબ હિમ્મત ભર્યો આપશે ….. દરોજ્જ ની જેમ આજે પણ અર્જુન એ તેને ઓફીસ માં બોલાવી .. અને બેસાડી ને ખુબ ખરાબ વાતો કરવા લાગ્યો, અને હિમાલી ને બાહો માં લેવાની કોશિશ કરી…. ત્યારે જ હિમાલી એ અર્જુન ને જોરદાર ગાલ પર તમાચો મારી ને જમીન પર પટકી દીધો… ખબર દાર જો મને અડવાની કોશિશ પણ કરી છે…. તારી આ વહ્યાત, ખરાબ વાતો મારા મોબાઈલ.માં રેકોર્ડ થઈ ચુકી છે… તારી હિમ્મત, જો તું મને અડે કે હેરાન કરે !!! આખી દુનિયા સમક્ષ તારી આ હકીકત લાવી દઈશ !!!

image source

અર્જુન હિમાલી નું આ વર્તન જોઈ ને અવાચક થઈ ગયો… પોતાની અસલી ઓળખ નું પ્રુફ હવે હિમાલી પાસે આવી ગયું હતું.. જેને હિમાલી એ અંકિત ને પણ સેન્ડ કરી દીધું હતું…. અર્જુન હવે ડરી ગયો હતો., કેમ્પસ નું નામ, ઈજ્જત બધુંય હવે ખોવાઈ બેસવાનો ડર હતો… આથી તેને હિમાલી ની ખૂબ જ માફી માંગી, અને પગ પકડ્યા…. આજ પછી કોઇ પણ સ્ત્રી ને એવી રીતે હેરાન ન કરવાનું વચન આપ્યું !!

હિમાલી એ પણ ખૂબ સાહસ થી અર્જુન ને જવાબ આપ્યો.. આખી દુનિયા ખરાબ નથી, પણ તમારા જેવા રાક્ષશ હજુ પણ આ દુનિયા માં છે , જેથી સ્ત્રી ને હજુ પણ ઘર ની બહાર કામ કરવા માટે ની પરવાનગી નથી મળતી.. પોતાના ઘરે પોતે જ એક ગુનેગાર તરીકે સાબિત થાય છે, પણ બસ હવે નઈ… આજ ની નારી સબ પર ભારી, તમારી જ કોઇ માઁ, બહેન કે પત્ની સાથે આવું કૃત્ય બન્યું હોત તો તમે શુ કરત??? સહન કરવાની શક્તિ છે??? અર્જુન હવે પોતાની ભૂલ સમજાય ગઈ હતી… તેને હિમાલી ની હૃદય પૂર્વક માફી માંગી અને હવે કયારેય એવી ભૂલ ન કરવા વચન લીધું…. હિમાલી એ પણ વધારે કઈ ના બોલી ને ઓફિસ માંથી બહાર નીકળી…

image source

હિમાલી ને આજે મન માં એક સક્ષમ નારી બન્યા નો સંતોષ હતો…. અંકિત પણ તેની બહાર જ પ્રતીક્ષા કરતો હતો … હિમાલી એ અંકિત ના ના સાથ આપવાનું કારણ પણ સમજી ગઈ ! ખૂબ વહાલ પૂર્વક દોડી ને અંકિત ને ભેટી ગઈ…. અંકિત એ પણ હિમાલી ને ખૂબ જ સાબાશી આપી…. અને પોતે લીધેલા નિર્યણ ને અંકિત ને ગર્વ થયો કે કદાચ આજે હું હિમાલી ને સાથ આપી તો દીધો હોત.. તો કયારેય હિમાલી આમ સક્ષમ બની જ ના હોત !! દરેક વાત માં અને મારા સહારા ની જરૂર પડત… જે આ જમાના માં બિલકુલ ના ચાલે !સાહસિક, નીડર, તો બનવું જ પડે છે..

અસ્તુ !

લેખક : જીનલ ટેલર “વિહા”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version