જોઇ લો એવી તસવીરો જેનાથી પરથી નહિં હટે તમારી નજર..

આવું યોગાનુંયોગ ખરેખર થઈ શકે ? તસ્વીરો જોઈ તમે મોઢામાં આંગળા નાખી જશો

image source

ઘણા બધા લોકોનુ એવું માનવું હોય છે કે જે કંઈ પણ થતું હોય છે તેની પાછળ કોઈ કારણ રહેલું હોય છે, પણ આજની કેટલીક તસ્વીરો તમે જોશો તો તમને ખરેખર આશ્ચર્ય થશે કે આવું યોગાનું યોગ ખરેખર થઈ શકે ?

બે સાવ જ અજાણી વ્યક્તિ કોઈ જગ્યાએ એક જેવા જ વસ્ત્રો પહેરેલી જોવા મળે જે કોઈ યુનિફોર્મ નથી પણ સામાન્ય વસ્ત્રો જ છે કે પછી ક્યાંક એક જેવા જ રંગની કારો જોવા મળી જાય.

ચાલો તમને બતાવીએ આવી જ કેટલીક તસ્વીરો.

image source

આ તસ્વીરને તમે ચોક્કસ બે-ત્રણ વાર જોશો. પહેલી નજરે તમને આ કોઈ અદ્રશ્ય કાર જ લાગશે પણ ધ્યાનથી જોશો ત્યારે ખ્યાલ આવશે કે વાસ્તવમાં કાર પર એક પ્રતિબિંબ પડી રહ્યું છે અને માટે જ તે કોઈ અદ્રશ્ય કાર જેવી લાગી રહી છે.

image source

એક સાથે આટલા બધા ઇન્દ્રધનૂષ તમે ક્યારેય નહીં જોયા હોય. ખરેખર કૂદરત તમને એવા કારનામા બતાવી દે છે જે તમે કલ્પનામાં પણ ન વિચારી શકો.

image source

આ તો કોઈ કોઇન્સિડન્સ હોઈ જ ન શકે. બને કે આ પોસ્ટર પહેલેથી અહીં લગાવવામાં આવ્યું હોય અને ફૂટપાથ પર કે સબવે પર સેક્સોફોન વગાડતી આ વ્યક્તિએ તેના જેવા જ વસ્ત્રો પહેરી લીધા હશે.

image source

આ તસ્વીરમાં તમે એવું બોલી ઉઠશો કે તમે ટીવીને જોઈ રહ્યા છો કે ટીવી તમને જોઈ રહ્યું છે. ક્યાંક બીગબોસ દ્વારા તમારા પર નજર તો નથી રખાઈ રહી ને !

image source

રસ્તા પર પીળી લાઈન દોરનારો આ વ્યક્તિ ચોક્કસ પીધેલી હાલતમાં હશે. જોકે રસ્તા પરની લાઈન અને ત્યાં બાજુ પર મુકવામા આવેલું સાઇનબોર્ડ ચોક્કસ મેચ થઈ રહ્યા છે.

image source

શાળામાં જેમ વિદ્યાર્થીઓનો યુનિફોર્મ હોય છે તેવી રીતે શું ઉનાળામાં પિતાઓનો પણ ચોક્કસ યુનિફોર્મ હોય છે. આ મોલમાં એક જેવા જ ટી શર્ટ પહેરીને બે પુરુષને જોઈ તમને પણ તેવો જ વિચાર આવશે.

image source

આ બન્ને ટ્વીન બ્રધર છે કે કોણ છે ? કે પછી યોગાનું યોગ જ એક જ જગ્યાએ એક સરખા સ્વેટર, ટોપી અને થેલી લઈને ક્યાંક એમ જ જોવા મળી ગયા છે.

image source

આ મહિલાઓ શું ઘરેથી નક્કી કરીને આવી હતી એક જેવા જ ટી-શર્ટ પહેરવાનું કે પછી આ રેસ્ટોરન્ટમાં એવી મહિલાઓને જ પ્રવેશવા દેવામાં આવે છે જેઓ પીંક ટી-શર્ટ પહેરીને આવે છે.

image source

ઘણીવાર એવું યોગાનું યોગ થતું હોય છે કે તમને અનાયાસે જ એક પર્ફેક્ટ તસ્વીર મળી જતી હોય છે. આ તસ્વીરમાં તમે જોઈ શકો છો બિલાડીનું માથું અને નીચેનો ભાગ માણસનો.

image source

બીલાડીઓ પણ એકબીજાની કોપી કરવામાં કશું જ બાકી નથી રાખતી. આમને હવે કોપી કેટ ન કહેવી તો શું કહેવું.

image source

જોડીયા લોકોની કોઈ પરિશદ તો નથી ચાલી રહી ને ? આ ટ્રેનમાં તમે એક સાથે બે-બે એક સરખી દેખાતી જોડીને જોઈ શકો છો. તેઓ માત્ર દેખાવે જ સરખા નથી પણ તેમના હાવભાવ પણ તદ્દન સરખા છે.

image source

આ તો ખરુ કહેવાય આ વ્યક્તિના કોડ્રોઇના ખાખી પેન્ટ સાથે કોફીનો ખાખી કપ પર્ફેક્ટ મેચ થઈ ગયો છે. તેને મેચિંગ શોધવાની જરૂર જ નથી.

image source

ચોક્કસ તિબેટિયન માર્કેટમાં આ વિન્ટર જેકેટ ભારે ડીસ્કાઉન્ટમાં મળી રહ્યું હશે ત્યારે જ એક સાથે ત્રણ ત્રણ વ્યક્તિએ તદ્દન એક રંગના જ વિન્ટર જેકેટ પહેર્યા છે.

image source

ઓહ, આ તો ભારે કરી, એક તો બ્લૂ વાળ હોવા કોઈ સામાન્ય વાત નથી, તેમ છતાં તમને ક્યાંક તમારા જેવાં જ બ્લૂ વાળવાળી કોઈ વ્યક્તિ ભટકાઈ જાય જે તમારી આગળ કે પાછળ જ ઉભી હોય અને માત્ર તેટલું જ નહીં પણ તેમના વસ્ત્રો પણ લગભગ સરખા હોય તો ચોક્કસ તમને ક્યાંક છૂપાઈ જવાનું મન થાય.

image source

આ બન્ને સ્ત્રીઓ ક્યાંક પોતાના વસ્ત્રોને લઈને રસ્તા પર જ ન ઝઘડી પડે. તેમને થતું હશે કે તેમને આ દિવસે જ આ વસ્ત્રો પહેરવાનું કેમ સુજ્યું. માત્ર તેટલું જ નહીં પણ બન્નેના વાળ પણ લાલ છે અને તે બન્ને બાબાગાડી લઈને એક જ રસ્તા પર ચાલી રહ્યા છે.

image source

શું તમે ક્યારેય લેગો મેનને રિયલમાં જોયો છે ખરો ? જો ના જોયો હોય તો આ તસ્વીર જોઈ લો. લેગો બ્લોક્સનો આ પુરષ અને તેની પાછળનો વાસ્તવિક પુરુષ લગભગ સરખા જ છે.

image source

એડીડાસ સુપરસ્ટારનો મેળો લાગ્યો છે કે શું ? આ તસ્વીર જોઈ તમને પહેલો વિચાર એ જ આવશે કે અહીં તો બધાએ એક જેવા જ એડીડાસના સુપરસ્ટાર શૂઝ પહેર્યા છે.

image source

આ કોઇન્સીડન્સનું તો ખરેખર ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવું જોઈએ. આ તો રેર મેચિંગ કહેવાય. તમારા ટીશર્ટની પ્રિન્ટ અને ડીસ્પોઝેબલ ગ્લાસની પ્રિન્ટ આટલી બધી સરખી કેવી રીતે હોઈ શકે.

image source

આ બેનના વાળ અને કલર કરવાની પીંછીના વાળમાં કોઈ જ ફરક નથી. કાંતો આ બેનના વાળમાંથી પીંછી બનાવવામાં આવી છે અથવા તો તેમણે પીંછીમાંના વાળની વીગ જ પહેરી હોય. આવા કોઇન્સીડન્સ પણ થતાં રહે છે.

image source

આ કોઈ હોલીવૂડના ક્લોનીંગ થીમ પર આધારિત ફિલ્મોના ચરિત્રો તો નથીને ! બિલકુલ સરખા વસ્ત્રો, સરખી બોડી અને તેટલું જ નહીં પણ તેમના પર્સ પણ સરખા જ છે. રસ્તા પર જતાં જોઈને કોઈને પણ જાણે ડબ્બલ દેખાઈ રહ્યું હોવાનો ભ્રમ થઈ શકે.

image source

જ્યારે તમે તમારા મિત્રો સાથે જાઓ છો અને તમે કંઈક સરખું પહેરવાનું નક્કી કરો છો ત્યારે તમારી સાથે પણ આવું થઈ શકે છે. આવા કોઇન્સિડન્સ તમારી યાદો બનાવી દે છે.

image source

ટુરિસ્ટ કોચનો ગાઈડ તેમની બાજુમાં દોડી રહેલી સ્પોર્ટ્સ કાર બતાવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે બસમાં બેઠેલી દરેક વ્યક્તિની નજર આ ગાડી પર જ છે.

image source

આ કેળાનો કટકો જોઈ લો અને આ ક્યૂટ પપીનો ચહેરો જોઈ લો બન્નેમાં ગજબની સામ્યતા છે. જરા તમે પણ ઘરે ટ્રાઈ કરો ક્યાંક તમારા કેળાની સ્લાઇસ તમારા પાળેલા પપીના ચહેરા જેવી ના દેખાતી હોય.

image source

આ વ્યક્તિએ એક સીટ કવર ખરીદ્યું છે જે તેના કેમેરાના સ્ટ્રેપના કાપડની અદ્દલ કોપી છે. લાગે છે આ વ્યક્તિને આ પ્રિન્ટ ખૂબ ગમી ગઈ છે. અને ભગવાન પણ તેની આ પસંદ મેળવવામાં તેની મદદ કરી રહ્યા છે.

image source

ના આ કોઈ મોલની વચ્ચો વચ લટકાવવામાં આવેલું કોઈ તરતું સર્કલ નથી પણ ખરેખર આ એક પ્રકારની મિરર ઇફેક્ટ છે જેમાં સ્કેટીંગ રેમ્પ પર સ્કેટીંગ કરી રહેલી વ્યક્તિનું પ્રતિબિંબ પડી રહ્યું છે.

image source

જોઈ છે ક્યારેય આવી ઇકો ફ્રેન્ડલી કાર ? જેના ટાયર રબરના નહીં પણ ઘાંસના હોય ! જરા ફરી એકવાર નજર નાખીને જોઈ લો.

image source

જ્યારે તમે તમારા પેટ એનીમલની બહુ સંભાળ લેતા હોવ ત્યારે આવું થવું સ્વાભાવિક છે. આ વ્યક્તિના વાળ અને તેના પેટ એનીમલના સ્પાઇકી વાળ એક સરખા જ લાગી રહ્યા છે.

image source

જ્યારે તમારા સોફાના કવર અને તમારા કપડાંની પ્રિન્ટ લગભગ સરખી જ હોય ત્યારે કંઈક આવું થતું હોય છે. આ તસ્વીરમાં સોફા પર બેસેલી વ્યક્તિને અલગ તારવવી મુશ્કેલ છે.

image source

કુંભના મેળામાં ખોવાયેલા કે પછી ન્યુયોર્કના ટાઇમસ્ક્વેર પર ક્રિસ્મસમાં ખોવાયેલા બે ભાઈઓ તો નથીને આ બન્ને ?

image source

જ્યારે તમારા બપોરના ભાણા અને તમારા ડેસ્કમાં જરા પણ ફરક ન રહે ત્યારે આવું બનતું હોય છે. જો એકવાર અહીંથી નજર હટે તો ચોક્કસ તમે તમારા નાશ્તાને શોધતા જ રહી જાઓ.

image source

આ તસ્વીર તો તમે ચોક્કસ બે વાર જોશો ! કહેવાય છે જ્યારે તમે કોઈ વસ્તુને છૂપાવવા માગતા હોવ તો તેને કોઈ ખૂણા વિગેરેમાં ન છૂપાવીને તેના જેવી જ દેખાતી વસ્તુઓમાં તેને છૂપાવી દેવી જોઈએ તેમ કરવાથી તે વસ્તુ શોધવી મુશ્કેલ થઈ જાય છે. આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે સ્ત્રીની પગની મોજડી રસ્તાના પીળા પેઇન્ટમાં બીલકુલ ભળી ગઈ છે.

image source

ક્યાંક આ શહેરમાં રાષ્ટ્રિય યેલો કાર દીવસની ઉજવણી તો નથી ચાલી રહીને ? તમે જ જોઈલો રસ્તાઓ પર માત્રને માત્ર પીળી ગાડીઓ જ જોવા મળી રહી છે.

image source

ઇનવિઝિબલ પિઝા બોક્ષ. તમને પોતાને પણ પહેલી નજરે તો આ ટેબલ પર મુકેલું પિઝાનું બોક્ષ ચોક્કસ નહીં જ દેખાય. છેને ગજબની ડીઝાઈન.

image source

લોકો ટોપી સાથે કે પછી સ્કાર્ફ સાથે પોતાના વસ્ત્રોનું મેચીંગ કરતા હોય છે પણ આ મહિલાએ તો પોતાના સ્વેટરનું અનોખું મેચીંક ફૂટપાથના પથ્થરો સાથે જ કરી લીધું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ