વાંચી લો હાઇ હિલ્સ પહેરતી વખતે શું રાખવુ જોઇએ ખાસ ધ્યાન, જેથી કરીને ના થાય પાછળથી કોઇ પ્રોબ્લેમ્સ

ફેશનના જમાનામાં દરેક વ્યક્તિ પોતાને અપડેટ રાખવા ઈચ્છે છે.

image source

ખાસ કરીને છોકરીઓમાં અપડેટ રહેવા માટે નવા નવા ટ્રેન્ડસ મુજબ કપડાં, એક્સેસરીઝ, જૂતા, ચપ્પલ વગેરે વસ્તુઓ ખાસ ખરીદતી હોય છે. તેમાંની એક એક્સેસરીઝ છે હાઈ હીલ સેન્ડલ.

આજકાલ હાઈ હીલ્સ સેન્ડલ ખૂબ ટ્રેંડમાં ચાલી રહી છે. જ્યાં કેટલીક છોકરીઓ પોતાની હાઈટ ઓછી હોવાના કારણે પહેરવાનું પસંદ કરે છે ત્યાં જ કેટલીક છોકરીઓ હાઈ હીલ્સ સેન્ડલને શોખ માટે પહેરવાનું પસંદ કરે છે.

image source

એ વાતમાં કોઈ શક નથી કે હાઈ હીલ્સ સેન્ડલ આપની પર્સનાલિટીને વધારે ઉભારવામાં મદદ કરે છે, તેમજ ત્યાં જો હાઈ હીલ્સ સેન્ડલને ધ્યાન રાખીને પહેરવામાં ના આવે તો વ્યક્તિને ઘણી હેલ્થ પ્રોબ્લમ્સનો સામનો કરવો પડે છે. તો ચાલો આજે જાણીશું કે હાઈ હીલ્સ સેન્ડલ પહેરતી વખતે ધ્યાનમાં રાખવાની ખાસ બાબતો….

-પહેરીને જોવું:

image source

જ્યારે પણ આપ હાઈ હીલ્સ સેન્ડલ ખરીદવા જાવ ત્યારે તેને એકવાર પહેરીને જરૂરથી જોઈ લેવી. હીલ્સ હમેશા એડી બાજુથી તકલીફ આપવાની શરૂઆત કરે છે. જેના કારણે ચાલતી વખતે પગમાં દુખાવો કે એડીઓ પણ છોલાઈ જાય છે.

જે આગળ જતાં ઘાટા ડાઘ જેવા નિશાન બની જાય છે. એવામાં હંમેશા જ્યારે પણ હાઈ હીલ્સ સેન્ડલ ખરીદો ત્યારે પહેલા ૫ થી ૧૦ મિનિટ હીલ્સને પહેરીને ચાલી જોવું.

-પહોળા પગ:

image source

મોટાભાગની મહિલાઓ પગની સાઈઝનું તો ધ્યાન રાખી લેતી હોય છે પણ પોતાના પગના પંજાનું ધ્યાન રાખી શકતી નથી.

કેટલીક સ્ત્રીઓના અને છોકરીઓના પગના પંજા આગળથી પહોળાઈ વધુ હોય છે,આવા સમયે હાઈ હીલ્સ સેન્ડલ ખરીદતી વખતે પણ આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પહોળા પંજાવાળી મહિલાઓએ V શેપની હાઈ હીલ્સ સેન્ડલ ખરીડવાથી બચવું જોઈએ. સ્ટફ જેટલું સોફ્ટ હોય તેટલું જ સારું રહે છે.

-કોમન કલર:

image source

હીલ્સ ખરીદતી વખતે એ વાતનું હમેશા ધ્યાન રાખવું કે આપની હિલ્સનો કલર આપના ૪-૫ ડ્રેસીસ સાથે મેચ થતો હોવો જોઈએ. આમ કરવાથી આપે જે હીલ્સ લીધી છે તે આઉટ ઓફ ફેશન થતા પહેલા આપ આપની આ હીલ્સની ઘણીવાર સુધી પહેરી ચુક્યા હશો.

હીલ્સ કેપ:

image source

હાઈ હીલ્સ ક્યારેય પણ હીલ્સ કેપ વગર ખરીદવી જોઈએ નહીં. હાઈ હીલ્સની સાથે કેપ પહેરવાથી આપને ઘણી રાહત મળી શકે છે. હાઈ હીલ્સ કેપ સાથે પહેરવાથી ઘણો આરામ મળે છે. ઉપરાંત કેપના કારણે એડીઓમાં સોજો અને દુખાવા જેવી ફરિયાદો ખૂબ ઓછી થઈ જશે.

-તો આ હતી હાઈ હીલ્સ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની ખાસ બાબતો. હવે વેટ કરીશું હીલ્સ પહેર્યા પછી ધ્યાનમાં રાખવાની જરૂરી યોગ્ય બાબતો…..

image source

-હાઈ હીલ્સ પહેરીને ચાલતી વખતે આપે હમેશા પીઠ સીધી રાખીને ચાલવું જોઈએ.

-હાઈ હીલ્સ પહેરીને ચાલતી વખતે પંજા પણ જોર આપવાને બદલે એડી તરફ વધારે દબાણ રહે તેનું ધ્યાન રાખવું જોઈએ.

-હીલ્સ કેપ્સ પીળી પડી ગયા પછી તેને બદલવાનું ભૂલવું જોઈએ નહીં.

image source

-એકદમ જ હાઈ હીલ્સ પહેરવાને બદલે,૧-૨ ઇંચની હિલથી શરૂઆત કરવી જોઈએ.

-માર્કેટમાં શોપિંગ કરવા જાવ ત્યારે ક્યારેય પણ હાઈ હીલ્સ પહેરવી જોઈએ નહીં. માર્કેટમાં શોપિંગ સમયે આપને કમ્ફર્ટેબલ એવા શૂઝ કે જૂતા કે ચપ્પલ પહેરી શકો છો.

-જો આપ આખો દિવસ હાઈ હીલ્સ પહેરીને વિતાવતા હોવ તો રાતે સુતા પહેલા હુંફાળા પાણીમાં પગ રાખીને શેક કરી લેવો જોઈએ.

image source

– આખો દિવસ હાઈ હીલ્સ પહેરવાથી અને ત્યારબાદ પગને શેક આપી દીધા પછી સુતા પહેલા નારિયેળ તેલથી માલિશ અચૂક કરી લેવી જોઈએ.

કઈ સ્ત્રીઓએ હાઈ હીલ્સ ક્યારેય પહેરવી જોઈએ નહીં.

-જો આપને પીઠ, ઘૂંટણો કે પગમાં દુખાવો રહેતો હોય તો આપે હાઈ પહેરવાથી બચવું જોઈએ, આનાથી આપની સમસ્યા વધારે વધી શકે છે.

image source

-૪૦થી વધુ ઉંમર ધરાવતી સ્ત્રીઓએ હાઈ હીલ્સ પહેરવાથી દૂર રહેવું જોઈએ.

-માસિકધર્મ દરમીયાન હાઈ હીલ્સ પહેરવાથી દૂર રહેવું જોઈએ. જો આપ આમ નહિ કરો તો આપને પીઠ અને પેટ દર્દની સમસ્યા વધી શકે છે.

image source

– વધારે અવાજ કરતી હાઈ હીલ્સ આપની પર્સનાલિટી અને સ્વાસ્થ્ય એમ બન્નેને નુકસાન પહોંચાડી શકે છે, એવામાં કોઈપણ ફૂટવેર ખરીદતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ