જલ્સા કરોને જેંતીલાલ

ઘરમાં બનાવેલા આ ૩ પીણાંઓ તમારું બ્લડ પ્રેશર ઘટવા મદદરૂપ બની શકે છે. જાણો એ શું છે?

કેટલાક એક્સપર્ટ લોકોનું એવું માનવું છે કે વધારે પડતા બ્લડ પ્રેશરની સમસ્યા દવા અને ડાયેટ દ્વારા નિયંત્રણમાં લાવી શકાય છે. આ ઉપરાંત, વધારે પડતા બ્લડ પ્રેશરની સમસ્યા વાળા લોકોએ સોડીયમયુકત ખોરાક ન લેવો જોઈએ કારણ કે આવો ખોરાક ખાવાથી નળીઓ બ્લોક થઈ જવાની સંભાવના તેમજ લોહી પરિભ્રમણની ગતિ ઉપર અસર થાય છે.

આથી આજે અમે પોષકતત્વોથી ભરપુર એવા ૩ પીણાંઓ લાવ્યા છીએ જે તમારા વધારે પડતા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા અસરકારક સાબિત થઈ શકે છે.

૧. મધનું પાણી

આયુર્વેદના પ્રમાણે તૈયાર કરેલા કેટલાક ઉપચારોમાં મધના પાણીનું આગવું મહત્વ છે.

એક કપ ગરમ પાણીમાં એક ચમચી મધ અને એપલ સીડર વિનેગારના ૫ થી ૧૦ ટીપા નાખી દરરોજ સવારે પી લેવું.

૧. શરીર માટે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરે છે. ૨. બ્લડ પ્રેશર ઘટાડે છે.

૨. બનાના શેક

જે પણ વ્યક્તિને વધારે પડતા વિચારો, જલ્દી ગુસ્સે થઈ થવાની તેમજ વધારે બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય તેમણે પોટેશિયમથી ભરપુર ખોરાક ઉમેરવો જોઈએ. પોટેશિયમ એક ઇલેક્ટ્રોલાઈટ તરીકે કામ કરે છે જે કીડની દ્વારા લેવાતા સોડીયમનું પ્રમાણ નિયંત્રિત કરે છે.

કેળા પોટેશિયમથી ભરપુર હોય છે જે કારણે તે હાઈ બ્લડપ્રેશર સામે ફાયદાકારક સાબિત થાય છે. તમે કેળા એકલા પણ ખાઈ શકો છો, પણ જો તમને એકલા ન ભાવે તો તેનો શેક પણ બનાવીને પી શકો છો.

કાકડી પોટેશિયમથી ભરપુર હોવાની સાથે સાથે મૂત્રવર્ધક પણ હોય છે. આથી તે શરીરમાં સોડીયમનું પ્રમાણ ઘટાડી શરીરની અંદર રહેલા પ્રવાહીઓ વચ્ચે સંતુલન પણ જાળવવામાં મદદ કરે છે. આમ, તે શરીરનું બ્લડ પ્રેશર પણ ઓછું રાખે છે.

લેખન.સંકલન : યશ મોદી 

Exit mobile version