હાઈ બ્લડપ્રેશર કે લો બ્લડપ્રેશરમાં શરુઆતમાં દેખાય છે શરીરમાં આ ૮ બદલાવ..

આજની રન ફોર મીલ લાઇફ એટલે કે સતત દોડતી અને કમાણીનો જ વિચાર કરતી નવી પેઢીમાં, સ્ત્રીઓને ઓછી ઉમરમાં ડાયાબિટીઝ થવું, વજન વધી જવું, થાઇરોઇડ, સંધિવા, જેવી વિવિધ જીવનશૈલી ઉપર ખરાબ રીતે અસર કરતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બધા સિવાય, એક બીજી સમસ્યા છે જેના કારણે  મોટાભાગની મહિલાઓ ખૂબ પરેશાન રહે છે અને તે બ્લડ પ્રેશરની સમસ્યા છે. જેમાં હાઈ અને લો બ્લડ પ્રેશર બંને શામેલ છે.

image source

આ આધુનિક જીવનશૈલીની સૌથી મોટી તકલીફ પણ આજ છે. એકંદરે કેટલીય સ્ત્રીઓ સવારના નાસ્તા સાથે બી.પીની ગોળીઓ ખાય છે. જે તેમને એકવાર લાગુ પડ્યા બાદ આજીવન ખાવાની રહે છે. બલ્ડ પ્રેશર થયા બાદ એવુંય નથી કે આ એક એવો રોગ હોય છે કોઈ સામાન્ય ઇલાજ કરાવ્યા બાદ મટી જાય. તેને નિયંત્રિત રાખવા માટે આજીવન તકેદારી રાખવી પડે છે અને દવાઓ પણ ખાવાની રહે છે.

image source

બલ્ડ પ્રેશર થવાના મુખ્ય કારણોમાં ખાવા – પીવાની ખોટી ટેવ, સતત તનાવયુક્ત વિચારો, કસરતનો અભાવ અને યોગ્ય પ્રમાણમાં ઊંઘ ન લેવી જેવી બાબતો તો છે જ પરંતુ તે હોવા ઉપરાંત, શરીરમાં સોડિયમનો અભાવ અને અન્ય કેટલીક શારીરિક જરૂરિયાતના ખનીજોની ઊણપ પણ આ સમસ્યાનું મુખ્ય કારણ છે. તે સાઈલન્ટ કિલર તરીકે પણ ઓળખાય છે કારણ કે તે જ્યારથી લાગુ પડે છે તેની શરૂઆતમાં, કોઈ લક્ષણો સરળતાથી દેખાતા નથી.

 

image source

જ્યારે તેના વિશે સ્પસ્ટ નિદાન થાય છે, ત્યારે એવું પણ બનતું હોય છે કે ખૂબ મોડું થઈ ગયું છે. અને તાત્કાલિક દવાઓ અને અન્ય ઉપચારો શરૂ કરી દેવા પડે છે. કેટલાક કેસોમાં તો હોસ્પીટલમાં દાખલ પણ કરવાનો વારો આવી જતો હોય છે.

image source

પરંતુ બલ્ડ પ્રેશરના દેખીતા કોઈ લક્ષણો નથી તેમ છતાં તમે તેની અસરોને અનુભવી શકો છો. તેથી, તેના લક્ષણો વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી સમયસર માહિતી લઈને તેને સરળતાથી નિવારી શકાય અને કોઈ ઇમર્જન્સી ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર ન પડે. આજે અમે તમને કેટલાક ફેરફાર વિશે જણાવી રહ્યા છીએ, જેમાંથી તમે સરળતાથી શરીરમાં હાઈ અથવા લો બીપીનો શિકાર થયા છો કે કેમ તે વિશેની માહિતી મેળવી શકો છો. પરંતુ પહેલા આપણે હાઈ અને લો બ્લડ પ્રેશર શું છે, તે કેવી રીતે લાગુ પડે છે તેના વિશે વિગતવાર માહિતી જાણી લઈએ.

હાઈ બ્લડ પ્રેશર

હાઈ બ્લડ પ્રેશર એક ગંભીર સમસ્યા છે. તેને હાયપરટેન્શન પણ કહેવામાં આવે છે. અને તેને નિયંત્રિત કરવાના ઉપાયો વિશે જાણકારી રાખવી ખૂબ જ અગત્યની બાબત છે. કારણ કે તેનાથી શરીરના અન્ય ભાગોને નુકસાન થતું હોય છે એટલું જ નહીં પરંતુ આ રોગ એટલો ભયંકર છે કે કોઈપણ વયના કોઈપણનો જીવ પણ લઈ જઈ શકે છે.

image source

હા, હાયપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર એ તબીબી ભાષામાં એવી એક લાંબી શારીરિક તકલીફની પરિસ્થિતિ છે જેમાં ધમનીઓમાં બ્લડ પ્રેશર વધે છે. વધતા દબાણને કારણે, લોહીની ધમનીઓમાં રક્ત પરિભ્રમણ જાળવવા માટે હૃદયને સામાન્ય કરતા વધારે કામ કરવું પડે છે. ૧૨૦/૮૦ એ ડોક્ટરોના મત અનુસાર સામાન્ય બ્લડ પ્રેશર માનવામાં આવે છે, પરંતુ જો તે આ સ્તરથી આગળ વધવાનું શરૂ કરે છે, તો તેને હાઈ બ્લડ પ્રેશર માનવામાં આવે છે.

લો બ્લડ પ્રેશર

બ્લડ પ્રેશર બતાવે છે કે તમારું હૃદય લોહી તમારા શરીર તરફ કેવી રીતે ખેંચાઈ રહ્યું છે. આપણે હંમેશાં આપણાં બ્લડ પ્રેશર વિશે ચિંતિત હોઈએ છીએ અને મોટાભાગના લોકો હાઈ બ્લડ પ્રેશર અને તેની સાથે સંકળાયેલા જોખમો વિશે ચિંતિત હોય છે. પરંતુ લો બ્લડ પ્રેશર પણ આપણા માટે એટલું જ જોખમી અને જીવલેણ હોઈ શકે છે, જેના વિશે આપણે ઓછી વાત કરતાં હોઈએ છીએ અને તેના વિશે સામાન્ય લોકોને માહિતી પણ વધારે નથી હોતી.

image source

૧૨૦/૮૦ પ્રમાણ આવે તેને સામાન્ય બ્લડ પ્રેશર માનવામાં આવે છે, પરંતુ જો તેનું સ્તર આની નીચે આવવાનું શરૂ કરે છે, તો તે લો બ્લડ પ્રેશર માનવામાં આવે છે. લો બ્લડ પ્રેશરને હાયપોટેન્શન પણ કહેવામાં આવે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં ધમનીઓમાં બ્લડ પ્રેશર અસામાન્ય રીતે ઘટવા લાગે છે.

હાઈ બીપીને લીધે શરીરમાં શું ફેરફાર જણાય છે, તે જાણીએ…

હાઈ બ્લડ પ્રેશરમાં અચાનકથી થોડા થોડા સમય માટે તીવ્ર માથાનો દુખાવો. તમને ઓચિંતું  છાતીમાં ભારેપણું જણાય અથવા તો છાતીના ભાગે દુખાવો અનુભવાય. થોડું સરખું કામ કર્યા પછી પણ થાક લાગવા માંડે અને હંમેશા નાની મોટી વાતમાં પણ ગુસ્સો આવવો, તાણ થવી અને ચિંતા રહ્યા કરવી જેવા લક્ષણો સૌથી વધુ જોવા મળે છે. હાઈ બીપી હશે તો કોઈ વખત અચાનક અકારણ ગભરાટ થવા લાગતી હોય છે અથવા તો કેટલાકને પરસેવો પણ છૂટવા લાગતો હોય છે.

image source

ચહેરા અથવા પગ પર અચાનક નિષ્ક્રિયતા આવતી જણાય છે. જેને આપણે સામાન્ય ભાષામાં ખાલી ચડી ગઈ કહીએ છીએ. કોઈ વ્યક્તિને હાઈ બીપીની અસરમાં આંખોમાં નબળાઇ જણાય છે અને નજરમાં અસ્પષ્ટતા અનુભવવા લાગે છે. તેથી કહી શકાય કે તેની માત્ર હ્રદય ઉપર જ નહીં બલ્કે આંખો ઉપર આડ અસર જોવા મળી શકે છે.  કંઈપણ બોલવામાં અથવા સમજવામાં મુશ્કેલી અનુભવાય છે. જેમાં જીભમાં લોચા વળે કે થોથવાવા લાગે છે. સરળતાથી શ્વાસ લેવામાં તકલીફ પડવી એ હાઈ બીપીનું અતિ સામાન્ય અને સૌથી પહેલું અનુભવી શકાય તેવું લક્ષણ છે.

લો બીપીમાં શરીરમાં કેવા ફેરફાર થતા હોય છે તે જોઈએ…

લો બીપીને કારણે સમયસર ભૂખ ન લાગવી ઓછી લાગવી અથવા તો વારંવાર લાગતી હોય છે. શરીરમાં જ્યારે લો બીપીની અસર જણાતી હોય તેવી સ્થિતિમાં આંખનો રંગ સહેજ લાલ થઈ જતો હોય છે. દર્દીના શ્વાસ ઝડપી થાય છે અને હ્રદયના ધબકાર વધી જતા હોય છે.

image source

લો બીપીની ફરિયાદ હોય તેવા લોકોને સતત અને હંમેશા હતાશા, થાક અને કંટાળો રહ્યા કરતો હોય છે. અચાનક ક્યારેક ઉબકા આવવા અને પાણીની સતત તરસ લાગ્યા કરતી હોય છે. ત્વચા ધીમે ધીમે પીળી કે ફીક્કી થવા લાગે છે. આંખોની દ્રષ્ટિમાં અસ્પષ્ટતા જણાવવા લાગે છે.

image source

જ્યારે કોઈ વ્યક્તિને લો અથવા હાઈ બીપીની સમસ્યા રહેતી હોય છે. જો શરીર આ તમામ ચિહ્નો એક યા બીજી રીતે દેખાવવાનું શરૂ કરે છે, જો તમારા શરીરને આમાંથી કોઈપણ લક્ષણો સમયાંતરે અને વારંવાર અનુભવવા લાગો છો તો તમારે તાત્કાલિકપણે નિષ્ણાંત ડોક્ટર પાસે જઈને તપાસ કરાવવી જોઈએ અને તેની સારવાર લેવાનું શરૂ કરી દેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ