હે ભગવાન સુરતમાં થયું એ વિશ્વમાં ક્યાંય ન થાય, 14 દિવસની બાળકીનું મોત, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો

હાલમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે વાત કરતાં પણ દુખ લાગે છે. મિનિટે તો ક્યાંય કલાકે લોકોના મોત નિપજી રહ્યા છે. સારવાર માટે ક્યાંય જગ્યા નથી અને સ્મશાનમાં પણ ક્યાંય જગ્યા નથી. ત્યારે સુરતનો હાલનો એક કિસ્સો સામે આવ્યો છે તે સાંભળીને કોઈને પણ રડવું આવી જાય. છેલ્લા 30 દિવસમાં 10 વર્ષ સુધીનાં 286 બાળકોને કોરોના થયો છે, જેમાં 14 દિવસની બાળકી સહિત ત્રણ શિશુનાં મોત થઈ ચૂક્યાં છે. ખાનગી હોસ્પિટલોમાં બાળકો વેન્ટિલેટર અને ઓકિસજન પર સારવાર લઈ રહ્યાં છે. તેની સ્થિતિ પણ ચિંતાજનક છે. કારણ કે હાલમાં કોરોનાએ બાળકો પણ વધારે હુમલો કર્યો છે.

image source

ત્યારે આવો વાત કરીએ આ કિસ્સાની. વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી 14 દિવસની દીકરી કોરોના સામે અને આ જીવન સામે અંતે હારી જતા તેનું મોત થયું છે. આ માહિતી ખબર પડતાં જ લોકોમાં હાહાકાર મચી ગયો છે. દીકરીને હાથમાં લેવા તરસી રહેલા પિતાની આંખો વરસી પડી હતી. પિતાએ દીકરીના મોત પર જે શબ્દો કહ્યા એ દિલની આરપાર જાય એવા છે. પિતાએ કહ્યું કે “દીકરીનું નામ યશ્વિનીબા પાડવાની ઇચ્છા હતી, પણ નામ નહોતું પાડ્યું ને તે જતી રહી ! હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સની આંખો પણ ભાવુક થઈ ગઈ હતી. કોરોનાની બીજી લહેર બાળકો માટે પણ ઘાતક સાબિત થઈ છે. પિતાએ કહ્યું કે બાળકી જન્મી ત્યારે તેને હાથમાં ઊંચકી ન શક્યા. તે ગુજરી ગઈ ત્યારે તેને હાથમાં લઈ પિતા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા.

image source

ત્યારબાદ પિતાએ જે વાત કરી એ ખરેખર ખુબ જ આઘાત પમાડે એવી છે. પિતાએ દુખભર્યા અવાજે કહ્યું કે જે દીકરીનું કન્યાદાન કરવાનાં સપનાં જોયાં હતાં તેનું હવે તર્પણ કરવું પડશે. આ વિચાર આવતા જ આખો પરિવાર ધ્રુજી ઉઠ્યો હતો અને આખું ગામ રડ્યું હતું. આ સિવાય એજ બીજો કિસ્સો એવો છે કે ટ્વિન્સને જન્મના 21મા દિવસે દાખલ કરાઈ. તેની માતા નેગેટિવ હતી, પણ દાદી પોઝિટિવ હતાં. બંનેના હાર્ટ ફેલ થઈ ગયાં. એકનું મૃત્યુ થઈ ગયું, જ્યારે બીજીને વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. એ જ રીતે બીજા એક કિસ્સામાં જન્મના પાંચમા દિવસે દાખલ કરવામાં આવ્યું હતું. તેની માતાને કોરોના થયો હતો. તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તેના ફેફ્સાંમાંથી હવા લીક થાય છે.

image socure

બીજા એક કિસ્સાની વાત કરીએ તો જન્મના બારમા દિવસે દાખલ કરી હતી. માતાનો રિપોર્ટ પોઝિટિવ હતો. બાળકીને પણ તાવ અને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી દાખલ કરાઈ; રેમડેસિવિર ઈન્જેક્શન અપાયું હતું. બાળકીની સ્થિતિ સુધારા પર છે. સુરતના જ એક બીજા કિસ્સાની વાત કરીએ તો સુરતમાં કોરોનામાં સપડાતાં બાળકોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલાં 13 વર્ષના મોટાવરાછાના બાળકનું કોરોનાથી મોત થયું હતું. ત્યાર બાદ આજે સુરત સિવિલ હોસ્પિટલમાં 14 દિવસના નવજાત માસૂમનું કોરોનાથી મોત થતાં તંત્ર અલર્ટ થઈ ગયું છે.

image source

એક આંકડો એવો પણ છે કે કિડની અને ખેંચની બીમારી સાથે કોરોના સાથે ગુજરાતમાં 14 દિવસના બાળકનું કોરોનાની 11 દિવસની સારવાર બાદ મોતનો કદાચ પહેલો કેસ માનવામાં આવી રહ્યો છે. આમ પણ બીજા વેવમાં નવજાતથી 10 વર્ષની ઉંમર સુધીનાં 286 બાળકોને કોરોના થયો છે. ખાનગી નિર્મલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત બાળકોના કેસ વધી જતાં છેલ્લા સાત દિવસથી સ્પેશિયલ આઈસીયુ શરૂ કરાયું હોવાનું હોસ્પિટલના ડાયરેક્ટર ડો. મોહિત સહાનીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સાત દિવસમાં હોસ્પિટલમાં આઠ બાળકો ગંભીર સ્થિતિમાં આવ્યાં હતાં, જેમાંથી બે બાળકોનાં મૃત્યુ થઈ ગયાં છે, જ્યારે બે બાળકો સાજા થઈ ગયાં છે. ચાર બાળક હજુ પણ સારવાર હેઠળ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!