હર કુત્તે કા દિન આતા હૈ’આ વાક્ય સિંહ સામે પણ સાચું પડ્યું!

23 ડિસેમ્બરના રોજ એક ઘટના સામે આવી હતી અને બધા ધ્રુજી ઉઠ્યા હતા. જુનાગઢના ધણફુલીયા ગામમાં બે સિંહે 17 વર્ષની છોકરીને ફાડી ખાધી હોવાની ઘટના બની હતી. બંને સિંહને પકડવા માટે વન વિભાગે પાંજરા પણ ગોઠવી દીધા હતા. ત્યાર આ પ્રકારના અનેક વીડિયો પણ સામે આવતા રહે છે. ત્યારે હવે એક વીડિયો સામે આવ્યો એ કંઈક અલગ જ છે અને આ જોઈને તમે નક્કી ચોંકી જશો.

image source

સામાન્ય રીતે રહેણાંક વિસ્તારમાં સિંહ લટાર મારતા હોય કે પછી એક સાથે ઝૂંડમાં મારણ કરતા સિંહના વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા રહેતા હોય છે. પરંતુ આ એવો વીડિયો છે કે જેણે સોશિયલ મીડિયા પર લોકોને સવાલ કરતાં કરી દીધા કે ખરેખર સિંહ સાવ આ રીતે ડરી ગયો હતો.

image source

કારણ કે હાલમાં જે ઘટના જોવા મળી એ જવલ્લે જ જોવા મળતી હોય છે. ગીર સોમનાથ પંથકના જંગલમાં એક સિંહ અને શ્વાન વચ્ચેની લડાઇ હાલમાં આખા ગુજરાતમાં ચર્ચામં છે.

આ વાયરલ વીડિયોમાં શ્વાન હિંમતભેર સિંહ સાથે બાથ ભીડે છે અને એક સમયે સિંહે પીછેહઠ પણ કરવી પડે છે. હા તમે બરાબર જ સાંભળ્યું કે કૂતરાએ સિંહ જેવા સિંહને ખદેડી મૂક્યો હતો. હર કુત્તે કે દિન આતે હૈ ઔર શેર ચૂહા બન જાતા હૈ.

image source

આ ફિલ્મી ડાયલોગ સાસણ જંગલમાં સાચો પડ્યો છે. સાસણના જંગલમાં સિંહ અને શ્વાન વચ્ચેની લડાઈ વીડિયો સામે આવ્યો છે. જેની ગર્જનાથી આખું જંગલ ગુંજી ઊઠે છે અને ભલભલાના હાજા ગગડાવી નાંખે તેવા સિંહને શ્વાને ચેલેન્જ આપી છે, આમ પણ જંગલ સફારી દરમિયાન જ સહેલાણીઓને ભાગ્યે જ જોવા મળતા દૃશ્યો નિહાળવા મળ્યા હતા.

આ વીડિયો જોવા મળતાં જ પ્રવાસીઓએ પોતાના કેમેરામાં બધા સીન કેદ કર્યા હતા અને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા હતા. વીડિયોમાં જોવા મળે છે કે, જંગલમાંથી એક શ્વાન પાછળ સિંહ દોડી રહ્યો છે. પણ શ્વાન પીછેહઠ નથી કરતો અને હિંમતભેર સિંહ સામે લડત કરે છે. લડાઈ થોડીવાર થંભ્યા બાદ સિંહ શ્વાન તરફ આવે છે પરંતુ શ્વાન તેની તરફ દોટ મૂકીને સામો પ્રતિકાર કરતો દેખાય છે. મહત્વની વાત એ છે કે જ્યાં પ્રવાસીઓને સિંહ દર્શન માટે જંગલના રૂટ પર લઈ જવામાં આવે છે ત્યાં પવન ચક્કીવાળા પાણીના પોઇન્ટ નજીક પ્રવાસીઓ જીપ્સીમાં બેસી સિંહ દર્શન કરતા હતા તેવામાં અચાનક જ બે સિંહણો પ્રવાસીઓને નજરે ચડી અને ત્યાં અચાનક જ શ્વાન પણ આવી ચડ્યો અને સિંહને ભસવા લાગ્યો તેવામાં સિંહણ ધીમે ધીમે પીછેહઠ કરવા લાગી હતી.

image source

હવે આ વીડિયો ભારે ચર્ચામાં આવ્યો છે અને લોકો વચ્ચે વાયરલ થયો છે. ત્યારે આ વીડિયો વિશે સાસણના ડીસીએફએ જણાવ્યું હતું કે ભાગ્યે જ આવી ઘટના બનતી હોય છે. શ્વાન ચિતલ, હરણના બચ્ચાનો શિકાર કરવા માટે ત્રણ-ચાર ના જૂથમાં જંગલમાં ચડી આવતા હોય છે પણ તેણે આ ઘટનામાં સિંહની સાથે બાથ ભીડી હોય તેવું સામે આવ્યું છે. સિંહ એ ખાનદાની પ્રાણી છે, જેથી શ્વાનને છોડી દીધું નહીંતર સિંહ ધારે તો એક મિનિટના છઠ્ઠા ભાગમાં સ્વાનને પતાવી પણ દે. સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે અને વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ