HIV કરતા પણ છે આ રોગ ખતરનાક, જાણો અને રાખો ખાસ ધ્યાન

હિપેટાઇટિસ બી એચ.આય.વી (HIV) કરતા પણ વધુ જોખમી સ્વરૂપ લઈ શકે છે.

image source

બોલિવૂડ ફિલ્મ ‘ઉરી’ માં ગૃહ પ્રધાન રાજનાથ સિંહની ભૂમિકા નિભાવનાર અભિનેતા નવતેજ હુંદલનું તાજેતરમાં જ અવસાન થયું છે. નવતેજ હુંદલ હેપેટાઇટિસ બીથી પીડાતા હતા અને છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તમને એ ખાસ જણાવી દઈએ કે, હિપેટાઇટિસ બી એચ.આય.વી (HIV) કરતા પણ વધુ જોખમી સ્વરૂપ લઈ શકે છે.

અહેવાલો અનુસાર, વિશ્વનો દર 12 મો માણસ હેપેટાઇટિસ બીથી પીડિત છે. આ રોગ સૌથી ઝડપથી ફેલાતા રોગોમાંનો એક રોગ છે.

image source

હીપેટાઇટિસ એ એક બેક્ટેરિયલ ચેપ છે જે સીધું જ યકૃતને અસર કરે છે. આ રોગ સામાન્ય રીતે પાંચ પ્રકારનો છે, જેને A, B, C, D અને E કહેવામાં આવે છે. હાલમાં, વિશ્વના મોટાભાગના લોકો હેપેટાઇટિસ-બી અને હિપેટાઇટિસ-સીથી પીડિત છે.

એચ.આય.વી (HIV) કરતા પણ હીપેટાઇટિસ બી વધુ જોખમી છે.

image source

એચ.આય.વી કરતા હેપેટાઇટિસ બી 50 થી 100 ગણું વધારે જોખમી હોય છે કારણ કે હેપેટાઇટિસ બી ના બેક્ટેરિયા ઓછામાં ઓછા સાત દિવસ સુધી શરીરની બહાર પણ જીવંત રહીને સ્વસ્થ વ્યક્તિને અસર કરી શકે છે. હા, જો સમયસર તેના લક્ષણોની ઓળખ કરવામાં આવે તો અમૂલ્ય એવું જીવન બચાવી શકાય છે. હાજર તમામ હિપેટાઇટિસ વાયરસમાંથી, સૌથી ખતરનાક વાયરસ ‘બી’ માનવામાં આવે છે.

આ રીતે હેપેટાઇટિસ બી વાયરસ ફેલાય છે.

image source

ચેપગ્રસ્ત સોય અથવા અસુરક્ષિત સંભોગને કારણે આ વાયરસ એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે. આ વાયરસ એવો છે કે તેનો શરીરમાંથી સંપૂર્ણ રીતે નાબૂદ કરી શકાતો નથી પરંતુ દવાઓ દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. હીપેટાઇટિસ બી ખૂબ જ શાંતિથી હુમલો કરે છે અને વ્યક્તિને તેના વિશે પણ ખબર પણ હોતી નથી. આ જ કારણ છે કે અજાણતાં આ વાયરસ એક વ્યક્તિથી બીજામાં પહોંચી જાય છે.

હીપેટાઇટિસ બીના લક્ષણો:-

લક્ષણોની વાત કરીએ તો આ રહ્યા, હિપેટાઇટિસ બીના લક્ષણો:-

image source

1. સાંધાનો દુખાવો, પેટમાં દુખાવો, ઉલટી અને કમજોરીનો અનુભવ થવો.

2. હંમેશાં થાકનો અનુભવ થયા કરવો. ત્વચા પીળી પડી જાય છે અને આંખનો સફેદ ભાગ પણ પીળો થઈ જાય છે.

3. તાવ પણ આવી જાય છે અને પેશાબનો રંગ પણ ઘટ્ટ થઈ જાય છે.

4. ભૂખ લાગવી ઓછી થઈ જાય છે.

image source

જો આમાંના કોઈપણ લક્ષણો દેખાય છે, તો 24 કલાકની અંદર જ ડૉક્ટરનો સંપર્ક કરો. ઝડપી ઉપચાર જ હેપેટાઇટિસ બીને રોકી શકે છે.

હીપેટાઇટિસ બીનું નિવારણ:-

1. સુરક્ષિત યૌન સંબંધ બનાવો. એક કરતા વધારે જીવનસાથી સાથે સંભોગ કરવાનું ટાળો.

2. સોય, રેઝર, ટૂથબ્રશ વગેરે કોઈની સાથે વહેંચશો નહીં, જેમાં ઇન્ફેક્શન વાળું લોહી હોઈ શકે છે.

3. જો તમને ખતરો અનુભવાઈ રહ્યો છે તો હેપેટાઇટિસ બી સિરીઝનું ઇન્જેક્શન લગાવડાવી દો. પરંતુ હેપેટાઇટિસ સી માટે કોઈ રસી નથી.

image source

(કોઈપણ રસી લાગુ કરતી વખતે, ધ્યાનમાં રાખો કે તેમાં નવી સોયનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય.)

4. હેપેટાઇટિસ- બી અને સી દૂષિત ખોરાક, પાણી અથવા ચેપગ્રસ્ત વ્યક્તિ સાથેના આલિંગન દ્વારા, ચુંબન કરવાથી અને સાથે ખાવાથી ફેલાતો નથી.

5. હેપેટાઇટિસ-ડી બેક્ટેરિયા હેપેટાઇટિસ-બી બેક્ટેરિયાની ગેરહાજરીમાં ચેપ ફેલાવી શકતો નથી, તેથી તેને ટાળવા માટે હેપેટાઇટિસ બી માટે સૂચવેલ પદ્ધતિઓનું પાલન અચૂકપણે કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ