હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવા તમારા ડાયટમાં સામેલ કરો આ 6 ફુડ

જો આપ એનિમિયાથી પીડાઈ રહ્યા છો તો એનો મતલબ છે કે આપના શરીરમાં આયર્નની ઉણપ છે. આવું ત્યારે થાય છે જ્યારે લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ સામાન્ય કરતા ઘણું ઓછું થઈ જાય છે. એનિમિયાનું મુખ્ય કારણ આ છે. હિમોગ્લોબીનમાં આયર્નની માત્રા જાળવી રાખવી ખૂબ જરૂરી છે. તેના કારણે જ આખા શરીરમાં ન્યુટ્રીશન અને ઓક્સિજન પહોંચે છે.

image source

એનિમિયા કે આયર્નની ઉણપના લક્ષણો ખૂબ સામાન્ય છે. ડિપ્રેશન, શરીરમાં થાક લાગવો, ચક્કર આવવા, નબળાઈ લાગવી કે યાદશક્તિ નબળી પડવી પણ એના લક્ષણ છે. જો આપને પણ આવું જ કંઈક લાગી રહ્યું હોય તો આપે તરત જ ડોકટરનો સંપર્ક કરીને બ્લડ ટેસ્ટ કરાવી લેવો.

image source

એનિમિયા હોવાનું મુખ્ય કારણ વિટામિન બી 12 કે ફોલિક એસિડ અને આયર્નની ઉણપ છે. આપે ડાયટમાં આ છ સુપરફૂડ સામેલ કરીને આપ લોહીની ઉણપને દૂર કરી શકો છો.

ઈંડા:

image source

ઈંડા એન્ટી ઑક્સિડન્ટ, પ્રોટીન અને આયર્નથી ભરપૂર હોય છે. ઉપરાંત એનિમિયાના કારણે શરીરમાં ઓછા થઈ ગયેલા વિટામીનને ફરીથી વધારવામાં મદદ કરે છે. એક ઈંડામાં લગભગ ૧mg આયર્ન હોય છે.

દાડમ:

image source

દાડમમાં પોટેશિયમ અને ફાઇબરની સાથે સાથે આયર્ન, વિટામિન એ, સી અને ઇ પણ પ્રાપ્ત થાય છે. દાડમ શરીરમાં લોહીનું પ્રમાણ વધારે છે અને માથાનો દુખાવો, ઉદાસી, સુસ્તી અને થકાવટ જેવા એનિમિક લક્ષણોથી પણ લડે છે.

પાલક:

image source

લીલી પાલક આયર્ન અને વિટામીન સીનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. પાલકમાં વિટામિન એ, બી 9 અને ઇ, કેલ્શિયમ, ફાઇબર અને બીટા-કેરોટીન પણ હોય છે. આ બધા શરીરમાંથી એનિમિયાને દૂર કરે છે.

બીટ:

image source

બીટનું જ્યુસ આયર્નથી ભરપૂર હોય છે. રોજ બીટનો તાજો રસ પીવાથી શરીરમાં આયર્નની ઉણપને રોકી શકાય છે. બીટનું જ્યુસ સવારે ઉઠીને પીવાથી વધુ ફાયદાકારક સાબિત થાય છે.

સોયાબીન:

image source

એક મુઠ્ઠી ભરીને સોયાબીનને આખીરાત પલાળી રાખવા અને સવારે ઉઠીને તેને તાજા તાજા ખાવા. સોયાબિનમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન મળી આવે છે અને સોયાબીન પેટ ભરવાનું પણ કામ કરે છે. સોયાબિનમાં વધુ પ્રોટીન અને ઓછું ફેટ હોય છે. તેમજ તે એનિમિયાના લક્ષણો સામે પણ લડે છે.

કોબીજ:

image source

આયર્નની ઉણપ સામે લડી રહેલા લોકો માટે આ એક સુપરફૂડ છે. કોબીજના પાંદડામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે. આપ કોબીનના પાંદડાને સલાડમાં સામેલ કરી શકો છો. તેમજ તેનું જ્યુસ બનાવીને પણ પી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ