હેમા માલિની બની નાની, દીકરીના ઘરે આવી ટ્વીન્સ દીકરીઓ, નામ એટલા મસ્ત છે કે તમને પણ ગમી જશે ખૂબ જ

બોલિવૂડ અભિનેત્રી હેમા માલિની અને ધર્મેન્દ્રનું ઘર ફરી એકવાર ખુશીથી છલકાય ગયું. કારણ કે હેમા માલિનીની પુત્રી અહના દેઓલ માતા બની છે. સૌથી વધુની ખુશીની વાત એ છે કે આહનાએ ટ્વીન્સ દીકરીઓને જન્મ આપ્યો છે. આહનાએ ખુદ સોશિયલ મીડિયા પર આ સારા સમાચાર શેર કર્યા છે. આહનાએ એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે હેમા માલિની અને ધર્મેન્દ્રને નાના-નાની તરીકે ઓળખાવ્યા છે.

આહનાએ ઇન્સ્ટા સ્ટોરી પર એક શુભેચ્છા કાર્ડ શેર કર્યું છે. તેમાં તેણે લખ્યું છે કે કેટલીક વખત ચમત્કારો જોડીમાં થતાહોય છે. અમને એ જણાવવામાં આનંદ થાય છે કે એસ્ટ્રિયા અને એડિયા વ્હોરા નામની બે પુત્રીઓ તેમના ઘરે આવી છે. 26 નવેમ્બર 2020ના આહનાએ પુત્રીઓને જન્મ આપ્યો હતો.

image sourcce

આ સાથે તેણે જણાવ્યું હતુ કે આ બંને બાળકીઓના આવવાથી ઘરના બધા જ લોકો કેવું અનુભવે છે તેના વિશે પણ કહ્યું હતું. તેણે કહ્યું હતું કે માતાપિતા વૈભવ વોહરા અને આહના વોહરા પ્રાઉડ ફીલ કરે છે. ભાઈ ડેરિઅન વોહરા ઉત્સુક છે. સાથે જ ગ્રાંડપેરેન્ટસ ધર્મેન્દ્ર અને હેમા માલિની ઓવરજોઈડ છે.

image source

કોરોનાકાળના મુશ્કેલ સમયમાં દેઓલ પરિવાર માટે આ ખુશખબરી અમૂલ્ય છે. આહના દેઓલએ વૈભવ સાથે વર્ષ 2014ના વર્ષમાં લગ્ન કર્યા હતા. આ લગ્નથી પહેલા સંતાન તરીકે તેમને દીકરો છે જેનું નામ ડેરિન છે.

image source

મીડિયા રિપોર્ટ અનુસાર 26 નવેમ્બરે બાળકીના જન્મ બાદ માતા અને બાળકીઓ હોસ્પિટલમાં જ છે. તેમને હાલ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નથી. આહના દેઓલ શરુઆતી સમયમાં ફિલ્મોમાં જોવા મળી હતી પરંતુ ત્યારબાદ તેમણે ફિલ્મોથી દૂર પોતાનો રસ્તો કરી લીધો.

image source

આ પોસ્ટ ઉપરાંત એશા દેઓલે પણ તેના ઈંસ્ટા પર સ્ટોરી શેર કરી છે જેમાં તેણે પણ આહના દેઓલની ત્યાં દીકરીઓના જન્મની વાત લખી છે. સાથે જ તેણે પ્રાઉડ માસા, માસી તરીકે તેનું અને તેના પતિનું નામ લખ્યું અને પ્રાઉડ દીદી તરીકે રાધ્યા અને મિયારાનું નામ લખ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ