આજની જ કરી દો ચીઝ ખાવાનુ શરૂ, કારણકે તેનાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદાઓ

ચીઝ બહુ ભાવે છે ? પણ તેની ચરબીથી ડરો છો ? તો હવે ડરવાની કોઈ જરૂર નથી ચીઝ ખાવાના ફાયદા જાણી લો

ચીઝ બહુ ભાવે છે પણ તેની ફેટના કારણે જીવ બાળીને રહી જાઓ છો ! તો હવેથી તેવું નહીં કરવું પડે

ચીઝની વાત આવે એટલે ખાસ કરીને આપણને ભારતીયોને પિઝા પર નાખવામાં આવેલું ઢગલાબંધ ચીઝ યાદ આવે અને પછી મોઢામાં પાણી આવ્યા વગર ન રહે. અને બાળકોની વાત કરીએ તો બાળકો તો ફ્રીઝમાં ચીઝના ક્યુબ્સ જોયા નથી કે તરત જ ચોકલેટની જેમ એક લઈ લે અને લુખ્ખુ જ ખાઈ લે.

image source

આમ ચીઝ નાના-મોટા સહુને પ્રિય છે. ચિઝ એક ગ્લોબલ પ્રોડક્ટ છે તે ભારતના ખૂણામાં રહેતા બાળકથી લઈને અમેરિકાના ખૂણામાં રહેતાં વૃદ્ધા સુધી બધાને બહુ જ ભાવે છે.

આપણે અહીંયા ખાસ કરીને બે-ત્રણ જાતના જ ચિઝ મળે છે પણ વિશ્વમાં ચિઝની અગણિત વેરાયટી ઉપલબ્ધ છે.

image source

જેને વિવિધ પ્રાણીઓના દૂધમાંથી બનાવવામાં આવે છે આપણે ત્યાં મળતું ચીઝ મુખ્યત્વે ગાય અને ભેંસના દૂધમાંથી બનાવવામાં આવે છે જ્યારે અન્ય દેશોમાં બકરીના દૂધ, ઉંટડીના દૂધ વિગેરેમાંથી પણ ચિઝ બનાવવામાં આવે છે. વિશ્વમાં તેની ગુણવત્તાને લઈને સ્પર્ધા પણ યોજવામાં આવે છે.

પણ આપણે વાત કરવા જઈ રહ્યા છે ચીઝના સ્વાસ્થ્યને લાભપ્રદ ફાયદાઓ વિષે. જો તમે ચીઝને ખાતા માત્ર એટલા માટે ડરતા હોવ કે તેમાં રહેલી ફેટ તમને મેદસ્વી બનાવી મુકશે તો આ ફાયદાઓ તો તમારે ચોક્કસ જાણી લેવા જોઈએ.

image source

રોગપ્રતિકારક શક્તિને વધારે છે

ચિઝનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરનું જે રોગપ્રતિકારક તંત્ર છે તે મજબુત થાય છે. સંશોધનો જણાવે છે કે ચીઝમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા સમાયેલા હોય છે જે રોગપ્રતિકારક તંત્રને મજબુત બનવામાં મદદ કરે છે. ખાસ કરીને ગૌડા પ્રકારનું ચીઝ તમારા આંતરડા માટે વધારે લાભપ્રદ છે.

image source

દાંતને સ્વસ્થ રાખે છે

તબીબી જગતમાં માનવ શરીરને લાભ પહોંચાડવા માટે વિવિધ સંશોધનો સમગ્ર જગતમાં દિવસરાત ચાલુ રહેતા હોય છે.

image source

થોડા સમય પહેલાં પણ આ જ પ્રકારનું એક સંશોધન કરવામાં આવ્યું હતું જેમાં લોકોના ચાર જૂથ પાડવામાં આવ્યા તેમાંથી એકને ચીઝનું સેવન કરવા જણાવ્યું, એક ને દૂધનું સેવન કરવા જણાવ્યું, એકને ખાડં વગરના દહીં કે યોગર્ટનું સેવન કરવાનું કહેવામાં આવ્યું અને એક ગૃપને પેરાફિનએટલે કોલસામાંથી ઉત્પન્ન થતા તેલનુંસેવન કરવાનું કહેવામાં આવ્યું.

તેમના મોઢાનું આ પ્રયોગ પહેલાં અને પછી પરિક્ષણ કરવામા આવ્યું તો જાણવા મળ્યું કે જે લોકોએ ચીઝનુ સેવન કર્યું હતું તેમના મોઢામાંનું પીએચ લેવલ ઉંચુ આવ્યું હતું.

image source

હવે તમને જણાવી દઈએ કે જો મોઢામાં પીએચ લેવલ ઓછું હોય તો તેનાથી મોઢામાં ઉત્પન્ન થયેલા એસિડની અસર સીધી જ દાત પર થાય છે. આમ ચીઝ ખાવાથી તમારા મોઢાની લાળમાં વધારો થયો અને તેના કારણે તમારા દાત મોઢાના એસીડથી પ્રોટેક્ટ થાય છે.

વજન વધારવામાં મદદરૂપ

તે વાતમાં કોઈ જ બે મત નથી કે લોકોમાં હમણા મેદસ્વીતાની સમસ્યા વધી ગઈ છે પણ તમને જણાવી દઈએ કે એવા પણ લાખો લોકો છે જેમને વજન નહીં વધવાની સમસ્યા એટલે કે જરૂર કરતાં ઓછા વજનની સમસ્યા નડતી હોય છે.

image source

તો તેવા લોકો માટે ચીઝ મદદરૂપ રહે છે. ખાસ કરીને બાળકોમાં આ સમસ્યા એટલે કે અન્ડરવેઇટની સમસ્યા વધારે જોવા મળે છે તો માતાપિતાએ તેમનું વજન વધારવા માટે તેમના ડાયેટમાં નિયમિત ચિઝનો ઉમેરો કરી શકે છે.

એવું નથી કે ચિઝ તમારા વજનને ખરાબ રીતે વધારે છે તે હેલ્ધીલી વજનમાં વધારો કરે છે કારણ કે તેમાં માત્ર વિટામિન્સ કે કેલ્શિયમ જ નહીં પણ બીજા ખનીજતત્ત્વો તેમજ પ્રોટીન પણ સમાયેલા હોય છે.

image source

પણ હંમેશા એક સલાહ તમારે લખી રાખવી જોઈએ કે કોઈ પણ વસ્તુનો અતિરેક કરવો હિતાવહ નથી. માટે ચીઝનું પણ તમારે અંકુશિત સેવન કરવાનું છે.

હાડકાના દુઃખાવામાં રાહત આપે છે

image source

હાડકા માટે સૌથી વધારે જો કોઈ તત્ત્વ મહત્ત્વનું હોય તો તે છે કેલ્શીયમ. તેનાથી હાડકા મજબૂત બને છે. મોટેભાગે કેલ્શિયમ ડેરી પ્રોડક્ટમાં જ વધારે મળે છે અને ચિઝ પણ તેમાનું એક છે. ઉંમર વધતાં આપણા હાડકાની ઘનતા ઘટે છે અને તે પાતળા થવા લાગે છે.

અને તેના કારણે હાડકાના વિવિધ રોગોની સમસ્યા ઉભી થાય છે. અને ચિઝના સેવનથી તેને ઘણી હદે અંકુશમાં લાવી શકાય છે.

image source

તમને જણાવી દઈએ કે WHO (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) સલાહ આપે છે કે 50 વર્ષથી ઉપરના લોકોએ દીવસમાં ઓછામાં ઓછું 400થી 500 મિલિગ્રામ કેલ્શિયમ લેવું જ જોઈએ. ચીઝમાં માત્ર કેલ્શિયમ જ પુરતા પ્રમાણમાં નથી હોતું પણ તેમાં વિટામિન ડીનું પણ સારું પ્રમાણ હોય છે.

આંતરડાને સ્વસ્થ બનાવે છે ચીઝ

image source

ચીઝમાં માઇક્રો બેક્ટિરિયા સમાયેલા હોય છે જે તમારા આંતરડાને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. આ સિવાય ચીઝ તમારા મેટાબોલિક રેટને પણ વધારે છે અને તમને પાચનની સમસ્યાઓથી દૂર રાખે છે.

તેમાં સમાયેલા બી 12 વિટામીન તેમજ બેક્ટેરિયા તમારા પાચનતંત્રને વ્યવસ્થિત રીતે કામ કરવામાં મદદ કરે છે. તે શરીરને ભરપૂર ઉર્જા આપે છે તેમ જતેમા સમાયેલા ઓમેગા 3 અને 6તેમજ એમિનો એસિડ હોય છે જે મગજ માટે લાભપ્રદ હોય છે.

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ