હેલ્મેટ ન પહેરવા આપે છે લોકો કેવા બહાના, હસીહસીને પેટ દુઃખી આવશે…

“મારું માથું મોટું છે, કોઈ હેલ્મેટ ફિટ નથી થતી” સમસ્યા જાણી પોલિસ મૂંઝવણમાં, કાર ચાલકને મળ્યો હેલ્મેટ ન પહેરવા મેમો અને એક બાઈક સવાર મેમોબુક લઈને થયો રફુચક્કર. પહેલા જ દિવસે બન્યા બહુ બધા રમૂજી બનાવો… હેલ્મેટ પહેરવાના નિયમને શરૂ થવાના પહેલા જ દિવસે ઠેરઠેરથી મળ્યા રમૂજી કિસ્સાઓ, હસીહસીને પેટ દુઃખી આવશે…


હેલ્મેટ ન પહેરવા પાછળ એક ભાઈએ આપ્યું એવું બહાનું કે મારા માથાના સાઈઝની હેલ્મેટ જ બજારમાં નથી મળતી… પકડાઈ જતાં બાઈક સવાર મેમોબુક લઈને ભાગ્યો અને એક કારચાલક મહિલાને હેલ્મેટ ન પહેરવા માટે થયો દંડ… આવા એક જ દિવસમાં અનેક મોટાં શહેરો અને નાના નાના ગામોમાંથી ચિત્રવિચિત્ર લાગે એવા સમાચારો મળી રહ્યા છે.

તારીખ ૧૬ સપ્ટેમ્બરથી નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ પડ્યો છે. તેની સાથે રસ્તા ઉપર દોડતા દ્વિચક્રિય વાહનોને સૌથી વધુ દંડની જોગવાઈ થઈ રહી છે માથામાં હેલ્મેટ ન પહેરવાના કારણે. દેશભરમાં આ નિયમો સાથે મીશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, લોકો આ નિયમોને સ્વીકારી પણ રહ્યા છે અને વિરોધ પણ કરી રહ્યા છે. પરંતુ આ નિયમો પહેલે જ દિવસે ચૂસ્તપણે અમલમાં મૂકાઈ ગયા છે. તેને લઈને અનેક જગ્યાએથી હાસ્યાસ્પદ બહાનાઓ આપ્યા છે અને જાતજાતના કિસ્સાઓ પણ જાણવા મળ્યા છે.

મોટું માથું બન્યું પોલિસ માટે મૂંઝવણ…


“મારું માથું મોટું છે, કોઈ હેલ્મેટ ફિટ નથી થતી”, આવી સમસ્યા જણાવી હતી એક બાઈક સવારે હેલ્મેટ ન પહેરવાના દંડ ન ભરવાના બહાના હેઠળ. મોટું માથું બન્યું માત્ર વાહન ચાલક જ માટે નહીં પણ ત્યાં હાજર પોલિસની સમસ્યા બની. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ગામના ઝાકીર મમણે કહ્યું કે તેના માથાના સાઈઝની કોઈ હેલ્મેટ મળતી જ નથી. આ જાણીને ખુદ પોલિસ અમલદાર તેની સાથે દુકાનોમાં ફર્યો. અને તેની વાત સાચી ઠરતાં હવે પોલિસ પણ વિચારમાં પડી કે તેને મેમો આપવો કે પછી જવા દેવો. આ બાઈક ચાલકના દરેક ડોક્યુમેન્ટ્સ ક્લિયર હતા પરંતુ તેણે હેલ્મેટ નહોતી પહેરી એ બાબતે તેને દંડ કરવા રોક્યો હતો. ઝાકીર આ બાબતે પોતાની સમસ્યા જણાવતાં કહ્યું કે હું પણ પરેશાન છું શું કરું? મારા માથામાં ફિટ આવે એ સાઈઝની હેલ્મેટ આખા શહેરમાં મળતી જ નથી…

લાગે છે હવે જૂતા ચપ્પલ અને કપડાંની જેમ એક્લ્સેલ સાઈઝની હેલ્મેટ પણ બજારમાં મળતી થશે…

દંડ ન ભરવો પડે એ માટે શહેરીઓએ બતાવ્યા અવનવા બહાના…

કેટલાય શહેરોમાં લોકો સોમવારે પણ હેલ્મેટ વિના જ પોતપોતાના કામે નીકળી પડ્યા હતા. કેટલાક લોકો તો જાણીજોઈને જ નિયમોને ન અનુસરવાના હેતુથી જ હેલ્મેટ પહેર્યા વગર સડકો પર નીકળ્યા હતા. તેઓએ ટ્રાફિક પોલિસના ઇશારાઓ બાદ જે નખરાં બતાવ્યા છે એ જાણીને હસવું આવી જાય તેવું છે. એક વાહન ચાલકે એવું બહાનું આપ્યું કે તે રાહ જોઈ રહ્યો હતો કે હજુ પણ નિયમો લાગુ પડવાની તારિખ લંબાશે. તો કેટલાક વડીલ લોકોએ ઉંમરને કારણે હેલ્મેટ નહીં ફાવે એવી પણ વાત કરી. કેટલાક તો એમને એમ ભાગી પણ ગયા તો દંડ ભરવાને બદલે દલીલો પણ કરતાં થાક્યા નહીં. એક બહાનું તો એવું હતું કે હેલ્મેટ પહેરવાથી સ્કીનને નુક્સાન થશે. વળી, કોઈએ તો રીક્ષા અને સાયકલ ચાલકોને તપેલી પહેરાવો.. એવી સલાહ પણ આપી દીધી…


એક વ્યક્તિ પકડાઈ જતાં કહ્યું, મારી પાસે હેલ્મેટ લેવાના પૈસા નથી. શેઠ પાસેથી પૈસા લઈને હેલ્મેટ લેવા જઈશ. એક મહિલાએ માથામાં વાગ્યું હોવાનું આપ્યું બહાનું. સાઈડમાં ભરાવે; હેલ્મેટ પણ બતાવી. પોલિસે કહ્યું, “ડોક્ટરનું સર્ટિફિકેટ લઈને ફરો.”

પહેલા જ દિવસે અનેક શહેરોમાંથી એક એક્થી ચડે તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા હતા.

ટ્ર્રાફિક પોલિસ સામે છોકરીએ કર્યું રડવાનું બહાનું…

ટૂ – વ્હીલરની નંબર પ્લેટ તૂટેલી હતી. એ બાબતે એક યુવતીને મેમો ફાડવા રોકી. જોતજોતાંમાં આ છોકરીએ એવો માહોલ ઊભો કર્યો કે સૌ કોઈ તેને જોવા ઊભા રહી ગયાં અને વીડિયો પણ બનાવવા લાગ્યાં. દિલ્હીની આ યુવતીનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં ચોખ્ખું દેખાય છે કે દંડ ન ભરવો પડે તેથી તે ડ્રામેબાઝી કરીને રડી રહી છે. ગુજરાતમાં પણ એક બહેન મેમો ફાટવાને કારણે રડવા લાગ્યા, એવા સમાચાર પણ છે. તેઓ એટલા માટે રડ્યાં કે મેમો ફાડવા માટે પોલિસે તેમને સ્કુટર ઉપર જ બેઠેલાં હતાં અને ફોટો પાડી લીધો. આ બનાવ રાજકોટના મવડી ચોક રસ્તા ઉપર બન્યો હતો.

ગાડીમાં બેઠેલ મહિલાને હેલ્મેટ ન પહેરવા માટે મળ્યો મેમો…


મેમો અને ટ્રાફિક પોલિસના જોક્સ અને કિસ્સાઓ સોશિયલ મીડિયા ઉપર ખૂબ શેર થઈ રહ્યા છે, ત્યારે આ કિસ્સો જાણીને પણ નવાઈ લાગશે અને હસવું પણ આવશે. થોડા સમય પહેલાં એવા સમાચાર હતા કે એક રીક્ષા ચાલકને હેલ્મેટ ન પહેરવા માટે દંડ ભરવા મેમો આવ્યો હતો. એ પછી ૧૬મી તારીખથી જેમ નિયમો કડકપણે ચાલુ થયા ત્યારે મુંબઈમાં બનેલો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. એક કાર ચલાવી રહેલ મહિલાને પણ હેલ્મેટ ન પહેરવા માટે મેમો મળ્યો. ત્યાર બાદ હકીકત એવી જાણવા મળી કે એક સ્કુટર અને કારના નંબર મેચ થયા હતા એથી આવી ગડબડ થઈ હતી.

બાઈક સવાર હેલ્મેટ વગર પકડાઈ જતાં મેમોબુક લઈને ભાગ્યો…


અમદાવાદ અમેય બધી નીતનવા કિસ્સઓમાં પહેલું હોય છે. પહેલા જ દિવસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં અમદાવાદનો એક કિસ્સો જાણશો તો હસીહસીને લોટપોટ થઈ જશો. એક અહેવાલ અનુસાર અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ડબલ સવારીમાં હેલ્મેટ પહેર્યા વિનાના પસાર થઈ રહેલ યુવકોને પકડ્યા. તેમની પાસેથી મેમો બનાવવા માટેની વિગતોની પૂછપરછ કરી અને સહી કરાવવા યુવકને મેમોબુક આપી. કોણ જાણે શું સૂજ્યું પાછળ બેઠેલ બાઈક સવારે પોલિસને ધક્કો માર્યો અને બાઈક સવાર ઝડપથી બાઈક હંકારી ગયો. જોતજોતાંમાં તેઓ મેમોબુક સાથે જ રહુચક્કર થઈ ગયા.

અનેક લોકો પોતાની સાથે દરેક પ્રકારના ગાડીના દસ્તાવેજ જેમાં આર.સી બુક, વીમો, લાયસન્સ અને પીયુસી તેમજ હેલ્મેટ ટૂ – વ્હીલર્સ માટે અને સીટ બેલ્ટ કાર ચાલક માટે હોય એ રીતે જાતને સતેજ કરીને ચાલવાની ટેવ પાડી રહ્યાં છે તેમ છતાં હજી તેનાથી ટેવાતાં લોકોને વાર લાગશે ત્યાં સુધી આવા રમૂજી કિસ્સાઓ જાણવા મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ