હેલ્મેટ ખરીદવા પહેલાં તેની ક્વોલિટી ચેક કરજો. થઈ શકે છે તબીયતને નુક્સાન અને પડી શકે છે બમણો દંડ….

બાઈકર્સ હેલ્મેટની ખરીદી પહેલાં થઈ જાઓ સાવધાન! માથાનો દુખાવો, વાળ ખરી જવા સહિત અનેક શારીરિક તકલીફો થઈ શકે છે. યોગ્ય ગુણવત્તાવાળી હેલ્મેટ લેશો તો નહીં ભરવો પડે દંડ… હેલ્મેટ ખરીદવા પહેલાં તેની ક્વોલિટી ચેક કરજો. થઈ શકે છે તબીયતને નુક્સાન અને પડી શકે છે બમણો દંડ….

જેમ જેમ સડક પર દ્વિચક્રિય વાહનોના ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત થઈ રહ્યું છે તેમ તેમ તેની સાથે જોડાયેલ અનેક નવા કાયદાઓ, ચાલાણના કિસ્સાઓ અને હેલ્મેટ પહેરવાથી પડતી મુશ્કેલીઓ અને નડતી ચિત્રવિચિત્ર વાતો બહાર આવે છે. હેલ્મેટ માત્ર આપણાં માથાના રક્ષણ માટે જ નથી. જો અકસ્માત થાય તો તે સમયે હેલ્મેટ પહેરી હોય તો તેનાથી આખા શરીરને સુરક્ષિત રાખવામાં મદદ મળે છે. આ સિવાય સારી ગુણવત્તાવાળી હેલ્મેટ તડકો અને ટાઢ બંનેથી પણ આપણને રણક્ષ આપે છે.

બજારમાં મળતી હેલ્મેટમાં ખરીદવા પહેલાં જુઓ આ બાબતો…

આજકાલ બજારમાં સડકને કિનારે ઠેરઠેર બેઠેલ વેંચાણકર્તાઓ અને મોટી – મોટી બ્રાન્ડેડ એરકંડિશનર શોપમાં પણ હેલ્મેટ મળતી હોય છે. આ બધી જ હેલ્મેટ જુદી – જુદી સાઈઝ અને ગુણવત્તાઓ ધરાવે છે અને તે દરેકમાં એક યા બીજી રીતે કંઈને કંઈ અલગ ખાસિયતો ધરાવતી હોય છે. તે સમયે આપણે પોતાના માટે કઈ કંપનીની અને કેવી હેલ્મેટ ખરીદવી જોઈએ, જે શરીરને માફક આવે અને તેનાથી કાયદાકિય જોગવાઈની રીતે કોઈપણ પ્રકારનો દંડ પણ ન ભોગવવો પડે એ જોવું રહ્યું. ઉત્તમ ગુણવત્તાવાળી હેલ્મેટમાં આઈ.એસ.આઈ માર્કો હોય છે. જો તે ન હોય તો પણ ૪૫૦ રૂપિયાથી ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ પડતો હોય છે.

શારીરિક વધતી તકલીદફોમાં એક કારણ હેલ્મેટ પણ હોય છે…

આજકાલના લોકોમાં એવા આંકડા જોવા મળ્યા છે કે ૫૦માંથી ૧૦ પુરુષોના માથામાં ટાલ પડવાનું કારણ ઓછી ગુણવત્તાવાળી હેલ્મેટ કારગર હોય છે. બાઈકર્સ કે સ્કુટર્સ પર જતા લોકોને શરીરમાં પરસેવો થતો હોય છે, જેને કારણે માથામાં ફંગસ અને ઇન્ફેક્શન થવાની પણ શક્યતા રહે છે. માથામાં ઉત્પન્ન થતા બેક્ટેરિયાને કારણે માથામાં ખંજવાળ આવવી કે ખોડો થવાની પણ શક્યતા રહે છે. આ સિવાય માથામાં લાંબો સમય સુધી પહેરાતી ભારેખમ હેલ્મેટ કમર, ગરદન અને કરોડરજ્જુ તેમજ ખભ્ભાના દુખાવાની ફરિયાદ સાથે પણ જોડાયેલ છે. આનું એક કારણ એ પણ હોય છે, કે સતત એકધારું વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા આપણે ટેવાયેલાં નથી હોતાં તેમજ તેનો ભાર સહન કરવાની પણ આપણને ટેવ નથી હોતી તેથી શરીર અકડાઈ જાય છે. પરિણામે શરીરના વિવિધ ભાગોમાં દુખાવો અને સોઝો થવાની ફરિયાદ આવવા લાગે છે.

નિષ્ણાંતોના હિસાબે કેવી હોવી જોઈએ હેલ્મેટ જાણો…

હેલ્મેટ અંગેના નિષ્ણાંતો અને સારા ડોક્ટર્સની સલાહ મુજબ એવી હેલ્મેટ લેવી જોઈએ જેમાં ત્રણ લેયર્સ હોય. ત્રણ પડવાળી હેલ્મેટ બધી જ રીતે સુરક્ષિત હોય છે. તેના પહેલા પડમાં પલ્સાસ્ટિક કે મેટલનું અથવા તો બંનેના સરખે ભાગે કરાયેલ મિશ્રણનું બનેલ હોય છે. બીજા લેયરમાં ખાસ ક્વોલિટીવાળું સ્પંજ રાખેલું હોય અને ત્રીજા પડમાં પરસેવો શોષી લઈ શકે તેવી ગુણવત્તાવાળું કાપડ લગાવેલું હોય. સારામાં સારી ગુણવત્તાવાળી હેલ્મેટમાં હવાની યોગ્યરીતે અવરજવર થઈ શકે તે માટે યોગ્ય પ્રમાણમાં છિદ્રો કરાયેલાં હોય છે, જેથી માથાનું તાપમાનનું સંતુલન જળવાઈ રહે. જો સરકારી નિયમોને લાગુ ન પડતી માર્કો વિનાની હેલ્મેટ હશે તો તેમાં છીદ્રોનો અભાવ હશે અથવા હશે જ નહીં તેમજ તેમાં ત્રણ લેયર્સ પણ નહીં હોય. આ સિવાય સેફ્ટી બેલ્ટની પણ ગુણવત્તા તેમજ તેની ક્લિપની ગુણવત્તા પણ ચકાસી લેવી.

હેલ્મેટ ખરીદતાં પહેલાં આ રીતે કરો ચકાસણી…

જે રીતે આપણે આપણાં બુટ – ચંપલને ચકાસીને પહેરી જોઈએ છીએ તેજ રીતે હેલ્મેટ પણ પહેરીને ચકાસી લેવી જોઈએ. તે માથામાં એકદમ બંધબેસતી હોવી જોઈએ. નહીં બહુ ચસોચસ કે નહીં બહુ ઢીલી હોવી જોઈએ. હેલ્મેટનો બેલ્ટ અને આગળનું લેયર ગ્લાસ પણ તમારી નજરમાં આડું આવે એ રીતનું ન હોવું જોઈએ. તમારી દ્રષ્ટિ એકદમ સ્પસ્ટ રહે તેવા ફિટિંગવાળું હોવું જોઈએ.

હેલ્મેટની સંભાળ કઈરીતે લેશો…

જો તમે દરરોજ હેલ્મેટ પહેરતા હોવ તો અઠવાડિયે એકવાર તેને તડકામાં કે ખુલ્લી હવામાં રાખો. માથામાં સાફ કોટનનું કપડું કે રૂમાલ / સ્કાર્ફ જેવું કંઈ બાંધ્યા બાદ જ તેને પહેરવાની ટેવ પાડવી જોઈએ જેથી સીધું માથાના વાળના સંપર્કમાં ન આવે અને પરસેવો પણ સરળતાથી શોષાઈ જાય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ