જો શરીરમાં હોય આ વસ્તુની ઉણપ તો નહીં રોકી શકો હ્રદય અને અનિદ્રાની સમસ્યાને, જાણી લો આ વિશે વધુમાં…

મિત્રો, પોટેશિયમ એ શરીર માટે એક વિશેષ મિનરલ છે. જે નસોની કાર્યવિધિને યોગ્ય રાખવાની સાથે માંસપેશીની જકડન અને શરીરમા તરલ પદાર્થોના બેલેન્સને રેગ્યુલેટ કરવામા સહાયરૂપ સાબિત થાય છે. પોટેશિયમ એ એક સૌથી જરૂરી ફંક્શન છે કે, જે હૃદયને ધડકવામા મદદ કરે છે.

image source

જ્યારે શરીરમા પોટેશિયમની ગંભીર ખામી હોય છે ત્યારે તેને આપણી મેડિકલ ભાષામા “હાઈપોકૈલેમિયા” કહેવાય છે. આ સ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે કે, જ્યારે વ્યક્તિના શરીરમા પોટેશિયમનુ લેવલ ૩.૬ મીલીમોલ પ્રતિ લિટરથી ખુબ જ ઓછુ થાય છે. આ સિવાય અનેકવાર ડાયટમા પૂરતા પ્રમાણમા પોટેશિયમ ના હોવાના કારણે પણ શરીરમા પોટેશિયમની ખામી થાય છે.

જો લાંબા સમય સુધી કોઈ વ્યક્તિને ડાયરિયા કે ઉલ્ટીની સમસ્યા રહેતી હોય છે તો તેના શરીરમા પોટેશિયમની ઉણપ થવા લાગે છે. આ સિવાય શરીરમા આ ઉણપના કારણે પણ અનેકવિધ ગંભીર બીમારીઓનો ભય પણ વધે છે. આપણા શરીરમા જો પોટેશિયમનુ પ્રમાણ ઘટી જાય તો હાઈ બ્લડપ્રેશરની સમસ્યા પણ વધી શકે છે અને વિશેષ કરીને જે લોકોને સોડિયમ એટલે કે નમકનુ વધારે સેવન કરવાની આદત હોય છે તેમને આ સમસ્યા વધારે પડતી રહે છે.

image source

પોટેશિયમ એ રક્તવાહિનીઓને રિલેક્સ કરે છે અને બ્લડપ્રેશરને ઘટાડવામા પણ સહાયરૂપ સાબિત થઇ શકે છે. જો તમારા હ્રદયની તરંગો અનિયમિત રહે છે તો તમને હાઈપોકૈલેમિયા કે પોટેશિયમની ખામી થઇ શકે છે. આ સિવાય હ્રદયની માંસપેશીના કોન્ટ્રેક્શન્સ એટલે કે સંકોચનને રેગ્યુલટ કરવામા તેનો મુખ્ય રોલ છે.

image source

જો આપણા શરીરમા પોટેશિયમનુ પ્રમાણ ઘટે છે તો હ્રદય સાથે સંકળાયેલી મુશ્કેલીઓનુ પ્રમાણ વધે છે અને સાથે વેન્ટ્રીક્યુલર ફાઈ બ્રિલેશન જેવી જીવલેણ બીમારીઓ થાય છે. આ સિવાય શરીરની દરેક કોશિકાઓ અને ટિશ્યૂમા મળનાર સૌથી જરૂરી અને મુખ્ય ન્યૂટ્રિએન્ટ પોટેશિયમ છે.

image soucre

આ સિવાય આ પોષકતત્વ ઘટવાથી શરીરના ફંક્શન્સ પર પણ અનેકવિધ પ્રકારની અસર જોવા મળે છે અને તમારુ ઉર્જાનુ સ્તર પણ ઝડપથી ઘટે છે અને તેના કારણે તમને થાક અનુભવાય છે. જો તમારા શરીરમા આ પોષકતત્વોની ઉણપ જણાય છે તો તેની આંતરડાની અને માંસપેશીઓ પર અસર થાય છે અને તેના કારણે ભોજન અને વેસ્ટ મટિરિયલ શરીરની બહારથી નીકળવાની પ્રક્રિયા ખુબ જ ધીમી થઇ જાય છે.

image source

આ સિવાય આંતરડામા પાચનની આ પ્રક્રિયા ધીમી થવાના કારણે કબજિયાતની સમસ્યા થઇ શકે છે અને પેટ ફૂલવાની સમસ્યા પણ થઇ શકે છે. એક સંશોધનમા એવુ પણ કહેવામા આવ્યુ છે કે, જો શરીરમા પોટેશિયમની ઉણપ સર્જાય છે તો વ્યક્તિ માનસિક તણાવનો શિકાર બને છે અને તેની ચિંતા પણ વધે છે. આ કારણે જ તેની ઊંઘ પણ પ્રભાવિત થાય છે અને તે અનિંદ્રાનો શિકાર બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત