હૃદય સંબંધી રોગોથી બચવા રોજિંદા જીવનમાં સામેલ કરો આ વસ્તુઓ…

હૃદય સંબંધી રોગોથી બચવા રોજિંદા જીવનમાં સામેલ કરો આ વસ્તુઓ

શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાથી હૃદયની નળીઓમાં ફેટ જમા થઈ જાય છે. જો સમય રહેતા તેનો ઈલાજ ન કરવામાં આવે તો વ્યક્તિને હાર્ટ અટેક પણ આવી શકે છે. મોટાભાગનાં લોકો શરીરમાંથી ફેટ ઓછું કરવા માટે કસરત કરતા  હોય છે. પરંતુ તેઓ પોતાની ડાયટની તરફ વધારે ધ્યાન નથી આપતા. એવી કેટલીક વસ્તુ છે જેને તમે ડાયટમાં સામેલ કરીને હૃદયની નળી બ્લોક નહીં થાય. આજે અમે તમણે એવી વસ્તુઓ વિશે જણાવીશું જે તમારા શરીરને સ્વસ્થ  રાખવાનું કામ કરે છે.

હૃદયરોગથી બચવા રોજિંદા જીવનમાં કરો આ વસ્તુનું સેવન

  1. દૂધી-

દૂધી વજન ઓછું કરે છે અને હાર્ટને બ્લોક થવાથી બચાવે છે. તેની સાથે જ દર્દી જો સવારે ચાલવા જાય તો તે વધારે સારું છે. દૂધીનું સેવન કરવા માટે સૌથી પહેલાં તેને ઉકાળી લો. પછી તેમાં જીરું, હળદર, અને લીલી કોથમીર મિક્સ  કરવી. સપ્તાહમાં ઓછામાં ઓછી બે વખત આવી રીતે દૂધી બનાવીને તેનુ સેવન કરવું. હૃદયરોગમાં, ખાસકરીને ભોજન લીધા પછી એક કપ દૂધીના રસમાં થોડો મરીનો પાઉડર અને ફુદીનો નાંખીને પીવાથી હૃદયરોગમાં થોડાક જ દિવસમાં  રાહત મળે છે.

  1. દૂધ અને આંબળા

દૂધ અને આંબળાનું સેવન કરવાથી હાર્ટ બ્લોકેજની સમસ્યા નથી રહેતી. દરરોજ એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી આંબળાનો પાવડર નાંખીને પીવો. તેનાથી હૃદય સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે. આંબળા હૃદયને આરોગ્યપ્રદ રાખે છે

લસણ

લસણમાં ગંદકીને શરીરમાંથી બરાહ નીકાળવાના ગુણો હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું લેવસ ઓછું થઈ જાય છે. દરરોજ લસણની એક અથવા બે કળી પાણીની સાથે ખાવી. તેમાં રહેલાં એન્ટીઓક્સિ઼ેન્ટ હાર્ટ બ્લોકેજ નથી  થવા દેતા. તેમજ હૃદયને મજબૂત રાખવું હોય તો દરરોજ કાચા લસણનું સેવન કરવું તેમજ સાથે સાત કલાકની ઊંઘ લેવી.

  1. લીંબુ પાણી

દરરોજ એક ગ્લાસ લીંબુ પાણી પીવું. તેમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરને ખરાબ કોલેસ્ટ્રોલને બહાર નીકાળવાનું કામ કરે છે. તેમા હાર્ટ બ્લોકેજની આંશકા પણ ઓછી રહે છે. તેમજ લીંબુમાં  વિટામિન C ભરપૂર માત્રામાં  હોય છે દે  હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવનામાં આવે છે, તે હૃદયને સ્વસ્થ રાખવાની સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.

  1. દહીં

દહીંને પોતાની ડાયટમાં સામેલ કરો. દરરોજ દહીં ખાવાથી પેટ અને હાર્ટની સમસ્યા નથી થતી. સવારે કે બપોરે દહીં જરૂરથી ખાવું. દહીંના સેવનથી હૃદયમાં થનારા કોરોનરી આર્ટરીના રોગથી બચી શકાય છે. તે સિવાય દરરોજ દહીંનું સેવન  કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછું કરી શકાય છે.

  1. તજ

તજ ખાવાથી પણ હાર્ટ બ્લોકેજની સમસ્યા નથી થતી. તેનાથી હાર્ટ સાથે જોડાયેલી સમસ્યા ઓછી થઈ જાય છે. શ્વાસની તકલીફ દૂર કરવામાં પણ મદદ કરે છે.

  1. બદામ અને કાળા મરી

બદામ અને કાળા મરી હાર્ટ બ્લોકેજ માટે એકદમ બેસ્ટ ઔષધિ છે. 3 બદામ અને 4 કાળા મરીનો પાઉડર બનાવો. આ પાઉડરમાં ચપટી તુલસીનો પાઉડર મિક્સ કરીને પાણીની સાથે પીવો. તેમજ જ્યારે હૃદયનો દુખાવો ઉપડે ત્યારે તાત્કાલિક  ઉપાય તરીકે તુલસીના આઠ-દસ પાન અને બે-ત્રણ કાળા મરી ચાવી જવાથી, દુઃખાવામાં જલ્દીથી રાહત મળે છે.

  1. ઈલાયચી

ઈલાયચી દરેકનાં ઘરમાં હોય છે. તેનો ઉપયોગ ખાવામાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે તે હૃદયની બીમારીમાં લાભકારી છે. આયુર્વેદમાં તેને હૃદયની બીમારીમાં બહુ ઉપયોગી ઔષધી માનવામાં આવી  છે. તે સિવાય જો તમારા શરીરમાં મેટાબોલિઝમ વધશે તો શરીરની ચરબી ઘટશે. સાથે તે શરીરના લોહીને પણ શુદ્ધ કરે છે જેના લીધે હૃદય પણ સ્વસ્થ રહે છે

  1. અશ્વગંધા-

અશ્વગંધામાં એન્ટીઓક્સિડેન્ટ, એન્ટી-ઈન્ફલામેટ્રી, એન્ટી-ટ્યૂમર અને રિજુવનેશનના ગુણો હોય છે. જે તનાવને દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ અશ્વગંઘા ખાવાથી હૃદયની કોશિકાઓ મજબૂત થાય છે અને હૃદય સંબંધિત બીમારીઓ દૂર  થાય છે.

તે શિવાય હૃદય રોગથી બચવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી, ફળ, ઘઉ, બાજરી, મકાઈ કઠોડ, મલાઈ કાઢેલું દૂધ, દહીંનું વધારે માત્રામાં સેવન કરવું. તેમજ દરરોજ અડધો કલાક ઝડપથી ચાલવું અથવા રોજ ૧૦ મિનિટ જોગિંગ કરવું.  બ્લડપ્રેશર, શુગર અને કોલેસ્ટ્રોલને નિયત્રંણમાં રાખવું.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી